Updated: Mar 29th, 2023
![]() |
Image Envato |
તા. 29 માર્ચ 2023, બુધવાર
મા તે મા બીજા વનવગડાના વા....
મા ના મોતનું દુ:ખ કોને ના હોય. વર્ષો સુધી લોકો મા ની યાદો ભૂલી શકતા નથી. આવો જ એક કિસ્સો અમારા ધ્યાનમાં આવ્યો છે જે અમે તમને એક એવા વ્ચક્તિની વાત કરવાના છીએ કે મા ના મોત પછી પણ આ વ્યક્તિ એટલો બધો દુ:ખી હતો કે તે મા વગર રહી શકતો નથી. તે તેની મા વગર ના રહી શકવાના કારણે એક દિવસ કબર ખોદી તેની માતાને કાઢીને લાવ્યો. અને 13 વર્ષ સુધી તે ઘરમા સોફા પર બેસાડી રાખી તેની સાથે વાતો કરતો હતો. પરંતુ જ્યારે લોકોને આ વ્યક્તિ વિશે ખબર પડી ત્યારે લોકોના હોશ ઉડી ગયા હતા.
દક્ષિણ- પશ્ચિમના પોલેન્ડના રેડલિનમા રહેતો હતો
76 વર્ષના એક વ્યક્તિ કે જેનું નામ છે મેરિયન. આ દક્ષિણ- પશ્ચિમના પોલેન્ડના રેડલિનમા રહેતો હતો. રેડલિન ગાંડાની જેમ ફરતો હતો ત્યારે તેના જીજાજીએ તેને બોલાવ્યો. અને પછી બન્ને ઘરની અંદર દાખલ થયા ત્યારે જોઈને હેરાન રહી ગયા. સામે જોયુ તો સોફા પર તેની મા મૃત હાલતમાં બેઠી હતી. અને તરત મેરિયનને ઘરથી દુર લઈ જવામાં આવ્યો. અને પોલીસને બોલાવવામાં આવી તેથી પોલીસે આ લાશને ડીએનએની તપાસ કરવા માટે મોકલી આપી હતી જેમા ખબર પડી કે આ લાશ મેરિયનની માતાની છે.
કેમિકલનું પોતુ કરી લાશને સાચવી રાખી હતી, રોજ ગાંડાની જેમ લાશ સાથે કરતો હતો વાત
મેરિયનની માતાનું મોત 16 જાન્યુઆરી 2010માં થંયુ હતું. એ પછી તેમને કબરમાં દફનાવવામાં આવ્યા હતા. જે કબ્રસ્તાન 300 મીટર જ દુર હતું. મેરિયન તેની માતા વગર રહી શકતો નહોતો તેથી તેણે ખાડો ખોદી તેની મા ની લાશ બહાર કાઢી ઘરમા લઈ ગયો. અને તેણે કેમિકલનું પોતુ કરી આટલા વર્ષ લાશને સાચવી રાખી હતી. જો કે સ્થાનિક લોકો મેરિયનને વધારે ઓળખતા નહોતા. કારણ કે મરિયન દિવસે સુતો હતો અને રાત્રે જાગતો હતો. અને તેનો લુક જોઈ સ્થાનિક લોકો ડરી જતા હતા.