For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આખરે શા માટે કરવામાં આવે છે 'કિસ'?, ચાલો 'ચુંબન'ની સંસ્કૃતિમાં એક ડોકિયું કરીએ

Updated: Jun 5th, 2022


- કોઈ પણ પ્રકારના સૌથી પુરાણા ચુંબનનું ઉદાહરણ આપણને આશરે 2,500 કે 3,500 વર્ષ પહેલા ભારતીય વૈદિક સંસ્કૃતિમાંથી મળે છે.

- બાળપણથી જ આપણું મસ્તિષ્ક 'કિસ' એટલે કે, ચુંબન તથા હોઠોની ઉત્તેજનાને પ્રેમ તથા સુરક્ષાના ભાવ તરીકે ચિહ્નિત કરવા લાગે છે.

અમદાવાદ, તા. 05 જૂન 2022, રવિવાર

આપણે જ્યારે નાના હોઈએ ત્યારે આપણાં માતા-પિતા આપણને ચુંબન કરે છે. તે સિવાય પણ અમુક લોકો બાળપણમાં આપણને વ્હાલથી ચુંબન કરતા હોય છે. તે સમયે હોઠોના ચુંબન સ્પર્શ વડે નીકળેલી ઉત્તેજના આપણાં મસ્તિષ્કને અનેક સકારાત્મક તરંગો મોકલે છે. આમ બાળપણથી જ આપણું મસ્તિષ્ક 'કિસ' એટલે કે, ચુંબન તથા હોઠોની ઉત્તેજનાને પ્રેમ તથા સુરક્ષાના ભાવ તરીકે ચિહ્નિત કરવા લાગે છે. આ કારણે જ મોટા થયા બાદ આપણે જ્યારે પોતાની જાતને અભિવ્યક્ત કરવા ઈચ્છીએ છીએ ત્યારે શક્યતઃ આપણાં મોઢા વડે જ કરીએ છીએ. 


આપણાં હોઠ ખૂબ જ સંવેદનશીલ હોવાના કારણે ચુંબન દરમિયાન આપણને સ્પર્શની તદ્દન અનોખી અનુભૂતિ થાય છે. જનનાંગના અમુક હિસ્સાઓને છોડી દઈએ તો આપણાં હોઠોના છેડે એટલા નર્વ ન્યૂરોન્સ હોય છે જેટલા શરીરના અન્ય કોઈ ભાગ પર નથી હોતા. ઉપરાંત ત્યાં સ્વાદ પણ હોય છે. દરેક વ્યક્તિના હોઠ પર એક ખાસ સ્વાદ હોય છે. કેટલાક લોકો અન્યની સરખામણીએ સ્વાદને ઓળખવામાં વધુ સારા હોય છે અને નિશ્ચિતરૂપે દરેક વ્યક્તિની એક ગંધ પણ હોય છે. 

આપણે ચુંબન શા માટે કરીએ છીએ તેના પાછળ અનેક સિદ્ધાંતો રહેલા છે પરંતુ તેમાંથી કેટલાક સિદ્ધાંતો ધરતી પરના આપણા પ્રાથમિક અનુભવો સાથે જોડાયેલા હોય તેવી શક્યતા છે. આપણે એ જાણવા માટે પ્રયત્નશીલ છીએ કે, મનુષ્યો વચ્ચે પ્રથમ ચુંબન ક્યારે, ક્યાં અને કઈ રીતે થયું હશે. 

આપણે એ જાણીએ છીએ કે, અન્ય પ્રજાતિઓના નર, વયસ્ક માદાઓના મદ ચક્ર દરમિયાન (estrus) એટલે કે, તેઓ જ્યારે 'હીટ'માં કે કામોત્તેજનામાં હોય ત્યારે તેમના શરીરના નીચલા હિસ્સા તરફ આકર્ષિત થાય છે. 


હોઠ માટે પુરૂષોના આકર્ષણનું કારણ

કેટલાક માનવશાસ્ત્ર વિજ્ઞાનીઓના મતે હોઠ 'જનનાંગોની અનુકૃતિ' જેવા છે. તે મહિલાઓના જનનાંગની બનાવટ, આકાર, સંરચના અને રંગની પણ નકલ કરે છે. ઉપરાંત તે એક વિશ્વાસપાત્ર સંકેત છે કે, મહિલા ક્યારે મિલન માટે તૈયાર છે. 

લિપસ્ટિક અંગેનું સંશોધન

બ્રિટિશ જીવવિજ્ઞાની ડેસમંડ મોરિસે લિપસ્ટિક પર એક સંશોધન કર્યું હતું. તેમણે પુરૂષોને મહિલાઓના ચહેરાઓની અનેક તસવીરો દેખાડીને તેમાંથી કયો ચહેરો સૌથી વધુ આકર્ષક છે તેવો સવાલ કર્યો હતો. આ પ્રયોગમાં તેમને વારંવાર એક જેવો જ જવાબ મળ્યો હતો. પુરૂષોએ એવી મહિલાઓની પસંદગી કરી હતી જેના હોઠ સૌથી વધારે ગુલાબી, સૌથી વધારે રંગીન હતા. 

મતલબ કે, કશુંક એવું છે જે આપણાં ધ્યાનને હોઠો તરફ ખેંચે છે અને અનેક પ્રજાતિઓ લાલ રંગને પોતાના યૌન સંકેતને પ્રદર્શિત કરવાના માધ્યમ તરીકે ઉપયોગમાં લે છે. 


ચુંબનનો ઈતિહાસ

કોઈ પણ પ્રકારના સૌથી પુરાણા ચુંબનનું ઉદાહરણ આપણને આશરે 2,500 કે 3,500 વર્ષ પહેલા ભારતીય વૈદિક સંસ્કૃતિમાંથી મળે છે. તેના દ્વારા જાણવા મળે છે કે, આંખોની બિલકુલ નીચે સિબેસિયસ ગ્રંથિઓ (તેલ ગ્રંથિઓ) હોય છે જે દરેક વ્યક્તિ માટે એક અનોખી ગંધ ઉત્પન્ન કરે છે. 

પ્રાચીન ઉત્તર ભારતમાં લોકો એકબીજાને સુંઘતા હતા અને એ દરમિયાન જ્યારે નાક એકબીજાના ગાલ પાસે લઈ જતા હતા ત્યારે કોઈક વખત તે હોઠ સુધી પહોંચતા હતા. તે હિસ્સો ખૂબ જ સંવેદનશીલ હોવાથી તેમણે અનુભવ્યું હશે કે, ચુંબન કરવું એકબીજાને સુંઘવા કરતા ઘણું વધારે સુખદ છે. 


ચુંબન સંસ્કૃતિના આરંભ માટે રોમનું નામ મોખરે

જો પ્રથમ કિસિંગ કલ્ચર કે ચુંબન સંસ્કૃતિની વાત કરીએ તો એક નજર રોમ તરફ નાખવી જરૂરી બની જાય છે. રોમને ચુંબન સંસ્કૃતિની શરૂઆત તરીકે જોઈ શકાય. તેમના પાસે 3 વિભિન્ન પ્રકારના ચુંબન હતા. તેમાંથી એક હતું સેવિયમ- તે સલાવા (salava) શબ્દ પર આધારીત હતું અને આજે પણ તે 'ફ્રેંચ કિસ' તરીકે ઉપયોગમાં લેવાય છે. 

ચુંબન અને તેના સાથે સંકળાયેલી વિવિધ પ્રક્રિયાઓ આપણને એકબીજાના શરીર સાથે સંબંધ પ્રસ્થાપિત કરવા, એકબીજાની સાથે રાખવા, આપણાં સંબંધો મજબૂત બનાવવા, આપણાં શરીરના વિભિન્ન હોર્મોન અને ન્યૂરોટ્રાન્સમીટર (શરીરમાં રહેલા એક પ્રકારના રાસાયણિક સંદેશાવાહકો)ને ઉત્તેજિત કરવા માટે ઉપયોગી છે. આપણાં મહત્વના સંબંધો જાળવી રાખવામાં ચુંબન એક મહત્વનો ભાગ ભજવે છે. 


Gujarat