સોશિયલ શેરિંગ, રીપોસ્ટિંગની આંટીઘૂંટી


- Lkðhkrºk suðk íknuðkhku{kt MkkurþÞ÷ MkkRxTMk Ãkh ykÃkýwt þu®høk ðÄe òÞ Au íÞkhu íku{kt Úkkuzk Ÿzk Qíkhðk suðwt Au

નવરાત્રિ બિલકુલ નજીક છે! આમ તો એ દર વર્ષે આવે, પણ આ વર્ષે બે-ત્રણ વર્ષ પછી આવી છે! દરેક તહેવારની ખુશી જુદી જ હોય, પણ નવરાત્રિની વાત જ કંઈક જુદી.

નવરાત્રિ દરમિયાન આપણો સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ વધી જાય.   નવરાત્રિ જેવા દિવસોમાં લોકોને રૂબરૂ હળવામળવાનું જેટલું વધે એટલું જ સોશિયલ મીડિયા પર શેરિંગ પણ વધે. સોશિયલ મીડિયા સાઇટ માટે શેરિંગ, શક્ય એટલું વધુ શેરિંગ એની કમાણીનો મોટો આધાર છે એટલે લગભગ દરેક સાઇટ તેના પ્લેટફોર્મ પર શેરિંગ બને એટલું સહેલું બનાવતી હોય છે.

પરંતુ ઇન્સ્ટાગ્રામ તેમાં જરા જુદી પડે છે. તેમાં શેરિંગ, ખાસ કરીને અન્ય યૂઝરના કન્ટેન્ટનું રીપોસ્ટિંગ આપણે માનીએ એટલું સહેલું નથી. અત્યાર સુધી એક રસ્તો સ્ક્રીનશોટ્સ લઈને તેને શેર કરવાનો હતો, પણ તેમાં કડાકૂટ વધુ અને ઓરિજિનલ કન્ટેન્ટ ક્રિએટરને ડ્યૂ ક્રેડિટ ન મળવાનો સવાલ હતો. જોકે હમણાં જ ઇન્સ્ટાગ્રામે જાહેરાત કરી છે કે તે આ કામ હવે સહેલું બનાવી રહી છે.

આ નવરાત્રિમાં તમે તમારી પોસ્ટ્સ કે અન્ય કન્ટેન્ટ બને એટલા વધુ લોકો સુધી પહોંચાડવા માગતા હો કે પછી તમારા નજીકના સર્કલ પૂરતું જ સીમિત રાખવા માગતા હો, શેરિંગ અને રીપોસ્ટિંગની બાબતો તરફ જરા વધુ ધ્યાન આપવામાં લાભ છે!

RLMxkøkúk{{kt heÃkku®Mxøk fhðwt Mknu÷wt çkLkþu, xqtf Mk{Þ{kt

હમણાં સમાચાર આવ્યા છે કે ઇન્સ્ટાગ્રામ તેના યૂઝર્સને બીજા યૂઝર્સનું કન્ટેન્ટ ‘રીપોસ્ટ’ કરવાની નવી સગવડ આપશે. આમ તો સોશિયલ મીડિયા પર લગભગ દરેક પ્લેટફોર્મ પર એક યૂઝર બીજા યૂઝરના કન્ટેન્ટને ‘રીપોસ્ટ’ કરી શકતા હોય છે. સોશિયલ સાઇટ્સ અને તેના યૂઝર્સ બંને માટે આવું વાઇરલ કન્ટેન્ટ ઓક્સિજન સમાન છે. કન્ટેન્ટ વાઇરલ કેવી રીતે થાય? એના જુદા જુદા ઘણા રસ્તા છે અને એમાંનો એક રસ્તો એ કે યૂઝર્સ પોતે કોઈ કન્ટેન્ટને આગળ ધક્કો મારે.

મોટા ભાગની સોશિયલ સાઇટ્સ કન્ટેન્ટને ધક્કો મારવા માટે પોતે જ રસ્તા આપતી હોય છે. જેમ કે વોટ્સએપમાં આપણે અન્ય યૂઝરના મેસેજને પોતાના ગ્રૂપમાં કે અન્ય વ્યક્તિને ફોરવર્ડ કરી શકીએ. ટ્વીટરમાં કોઈની ટ્વીટને રીટ્વીટ કરી શકીએ. ફેસબુક પર, જો મૂળ મેસેજ પબ્લિક હોય તો આપણે તેને આગળ શેર કરી શકીએ. એવું જ યુટ્યૂબમાં વીડિયોમાં. તેમાં આખો વીડિયો નહીં પણ વીડિયોની લિંક અન્યોને શેર કરી શકાય.

ઇન્સ્ટાગ્રામ પર વાત આટલી સહેલી નથી. કમ સે કમ અત્યાર સુધી. તેમાં ટ્વીટરના ‘રીટ્વીટ’ કે ફેસબુકના ‘શેર’ની જેમ ‘રીપોસ્ટ’ની સગવડ છે, પણ સત્તાવાર રીતે એ મર્યાદિત છે.

અત્યાર સુધી ઇન્સ્ટાગ્રામ પર તમે જુદા જુદા યૂઝર્સની પોસ્ટ જોતા હો અને તેમાં તમને કંઈ ગમી જાય તો તેને રીપોસ્ટ કરવાનો કોઈ સીધો રસ્તો નહોતો. ગમી ગયેલી પોસ્ટને પોતાની સ્ટોરી તરીકે શેર કરી શકાય અથવા ડાઇરેક્ટ મેસેજ તરીકે અન્યને શેર કરી શકાય છે, પરંતુ એક સાથે પોતાના બધા ફોલોઅર્સને બતાવવાનો સહેલો રસ્તો નહોતો.

 એટલે ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ બ્રાન્ડ્સ અને એવરેજ યૂઝર્સ કાં તો એ પોસ્ટનો સ્ક્રીનશોટ લઈ, એ ઇમેજને ફરી ઇન્સ્ટા પર શેર કરતા આવ્યા છે (બીજો રસ્તો થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરવાનો છે).

સ્ક્રીનશોટના રસ્તામાં બે જાતની મુશ્કેલી છે - એક, આપણે સ્ક્રીશોટ લેવાનો, તેમાં આખો સ્ક્રીન કેપ્ચર થયો હોય એટલે ન જોઈતી બાબતો ક્રોપ કરવાની અને પછી ફરી પોસ્ટ કરવાની મહેનત લેવાની. બીજું, આ પદ્ધતિમાં મોટા ભાગે લોકો મૂળ કન્ટેન્ટ ક્રિએટરને ક્રેડિટ આપવાની તસદી લેતા નથી!

હવે ઇન્સ્ટાગ્રામ જે નવી સગવડ આપશે તેમાં અન્ય યૂઝર્સના કન્ટેન્ટને બીજા યૂઝર્સ પોતાની ફીડમાં શેર કરી શકશે.

જોકે આનો અર્થ એ પણ થયો કે હવે ઇન્સ્ટાગ્રામ પર કન્ટેન્ટની હૂંસાતૂંસી હજી વધશે અને આપણે જે ખરેખર જોવા માગતા હોઈએ તે મળવાનું પ્રમાણ ઘટશે. ફેસબુક પર અત્યારે એ જ થઈ રહ્યું છે!

તમારા કન્ટેન્ટના કોઈ સ્ક્રીનશોટ્સ લઈ શકે?

હા, ઇન્ટરનેટ પર લગભગ બધી જ જગ્યાની જેમ ઇન્સ્ટાગ્રામમાં પણ સ્ક્રીનશોટ્સ લેવાનું સહેલું છે. ઉપરાંત તેની, જે યૂઝરના કન્ટેન્ટનો સ્ક્રીનશોટ લેવાયો હોય તેને જાણ પણ થતી નથી. ઇન્સ્ટાગ્રામ પર આપણી હોમ ફીડમાં, બીજા યૂઝરની પ્રોફાઇલમાં કે ઇન્સ્ટાગ્રામના એક્સપ્લોરર પેજમાં આપણે અન્ય યૂઝરના ફોટો કે વીડિયોની પોસ્ટ જોઈ રહ્યા હોઇએ અને ત્યારે તેનો સ્ક્રીનશોટ લઇએ તો તેની એ યૂઝરને જાણ થતી નથી.

એ જ રીતે આપણે પોસ્ટ કરેલા કન્ટેન્ટનો અન્ય કોઈ વ્યક્તિ સ્ક્રીનશોટ લે તો તેની આપણને જાણ થતી નથી. કોઈનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પ્લે થતો હોય અને તમે તેનો સ્ક્રીન રેકોર્ડ કરો તો તેની પણ એ યૂઝરને જાણ થતી નથી. આવું જ સ્ટોરી વિશે છે.

અગાઉ એવી જાણ કરતું ફીચર હતું!

ઇન્સ્ટાગ્રામ પર કોઈના પણ કન્ટેન્ટને રીપોસ્ટ કરતી વખતે તેની મંજૂરી લેવી અથવા તેને ક્રેડિટ આપવી અનિવાર્ય છે. ઇન્સ્ટાગ્રામે થોડા સમય પહેલાં એવું ફીચર લોન્ચ કર્યું હતું, જેને કારણે જો સ્ટોરીઝનો સ્ક્રીનશોટ લેવામાં આવે તો તે સ્ટોરી પોસ્ટ કરનાર યૂઝર જોઈ શકે કે તેની સ્ટોરીનો અન્ય ક્યા ક્યા યૂઝરે સ્ક્રીનશોટ લીધો! પરંતુ પછી ધીમેકથી એ ફીચરને રીટાયર કરી દેવામાં આવ્યું.

એ પણ યાદ રાખશો કે ઇન્સ્ટાગ્રામે આ ફીચર સાવ સમેટી લીધું હોય તેની કોઈ ગેરેન્ટી નથી. મતલબ કે ‘કોને ખબર પડશે’ એવું માનીને તમે ઇન્સ્ટાગ્રામ પર અન્ય યૂઝર્સના કન્ટેન્ટના સ્ક્રીનશોટ લેતા હો, પરંતુ ઇન્સ્ટાગ્રામે ગૂપચૂપ રીતે આ ફીચર ફરી ચાલુ કર્યું હોય એવું પણ બની શકે છે.

ડાયરેકટ મેસેજિસના કિસ્સામાં શું થાય?

ઇન્સ્ટાગ્રામ એપ ઓપન કરીને તમે કેમેરાથી ડિસએપીયરિંગ ફોટો કે વીડિયો લઇને ઇન્સ્ટાગ્રામ ડાયરેક્ટની મદદથી કોઈ ગ્રૂપમાં કે ઇન્ડિવિજ્યૂઅલ યૂઝરને ડાયરેક્ટ મેસેજ તરીકે મોકલી શકો છો. ઇન્સ્ટાગ્રામનું હેલ્પ સેકશન કહે છે કે જો આમાંથી કોઈ યૂઝર સ્ક્રીનશોટ લે તો તેની તમને જાણ થઈ શકે છે!

ધ્યાન રાખશો

ઇન્સ્ટાગ્રામનું કન્ટેન્ટ રીપોસ્ટ કરવા માટે સ્ક્રીનશોટ લાંબો રસ્તો હોવાથી, એવી ઘણી થર્ડ પાર્ટી એપ્સ જે આ કામ સહેલું બનાવી આપે છે. આવી એપ્સમાં મોટા ભાગે, ઇન્સ્ટાગ્રામમાંથી જે તે કન્ટેન્ટની લિંક કોપી કરી, આ એપમાં પેસ્ટ કરીને ત્યાં જોઇતા ફેરફાર કરી, ફરી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી શકાય છે. જોકે આ કામ પેલું સ્ક્રીનશોટ લઇને પોસ્ટ કરવા જેવું જ છે!

એ સિવાય, એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને પ્લે સ્ટોરમાં એવી ઘણી થર્ડ પાર્ટી એપ્સ જોવા મળે છે જે દાવો કરે છે કે ઇન્સ્ટાગ્રામ પર કોઈ યૂઝર તમારા કન્ટેન્ટનો સ્ક્રીનશોટ લે તો આ એપ તમને તેનુું નોટિફિકેશન આપશે. આવી એપ તદ્દન બોગસ હોઈ શકે છે. નોટિફિકેશનનો દાવો કરતી કે ઇન્સ્ટાગ્રામમાં (ખરેખર તો કોઈ પણ ઓફિશિયલ સર્વિસમાં) વધારાની સગવડ આપવાનો દાવો કરતી થર્ડ પાર્ટી એપ્સને તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની વિગતો ક્યારેય આપશો નહીં. તમે આવી કોઈ એપ ઇન્સ્ટોલ કરી હોય તો તેને અનઇન્સ્ટોલ કરશો અને ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ પણ બદલી નાખશો.

પોતાના માટે કોઈ કન્ટેન્ટ સાચવવું હોય તો?

ઇન્સ્ટાગ્રામમાં તમે કોઈ કન્ટેન્ટને પોતાના માટે સાચવી રાખવા માગતા હો તો તેનો સ્ક્રીનશોટ લેવાને બદલે ઇન્સ્ટાગ્રામમાં જ ઇનબિલ્ટ બુકમાર્ક ફીચરનો ઉપયોગ કરી શકો છો. એ માટે કોઈ પણ પોસ્ટ નીચે જોવા મળતા બુકમાર્ક આઇકનને ક્લિક કરો. પોતાના પ્રોફાઇલમાં ‘સેવ્ડ’ પર ક્લિક કરીને તે પોસ્ટ ફરી જોઈ શકો છો. અલબત્ત જો ઓરિજનલ કન્ટેન્ટ તમે બુક માર્ક કર્યા પછી ડિલીટ કરવામાં આવ્યું હશે તો તમારો બુકમાર્ક પણ ફેલ જશે.

VuMkçkwf{kt þkuxofx çkkh íkÃkkMke swyku

ફેસબુકમાં ઘણાં ફીચર એવાં હોઈ શકે છે જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ તો પણ, તેનો વધુ લાભ લઈ શકાય એ વાતનો આપણને અંદાજ ન હોય. જેમ કે ફેસબુકમાં શોર્ટકટ બાર છે તેની તમને ખબર છે?

આપણે આઇફોન, આઇપેડ કે એન્ડ્રોઇડ ડિવાઇસમાં ફેસબુક એપ ઓપન કરીએ ત્યારે સૌથી ઉપર અમુક આઇકન અને તેમાં નવાં નોટિફિકેશન વિશે લાલ ડોટમાં સંખ્યા જોવા મળી શકે છે. વાસ્તવમાં આ જ ફેસબુકનો શોર્ટકટ બાર છે અને આપણે આપણા ઉપયોગ કે જરૂર મુજબ તેને કસ્ટમાઇઝ્ડ પણ કરી શકીએ છીએ.

આપણે શોર્ટકટ બારમાં નોટિફિકેશન્સ કે હોમ આઇકનને દૂર કરી શકતા નથી પરંતુ બાકીના આઇકન્સનમાંથી, જે સર્વિસનો વધુ ઉપયોગ કરતા હોઈએ તેને પિન કરી શકીએ છીએ અને જેનો ઓછો ઉપયોગ કરતા હોઈએ તેને હાઇડ કરી શકીએ છીએ.

ફેસબુકમાં કુલ આઠ પ્રકારની સર્વિસના શોર્ટકટ શોર્ટકટ બારમાં જોવા મળી શકે છે: ફ્રેન્ડઝ રીકવેસ્ટ, ગ્રૂપ્સ, માર્કેટ પ્લેસ, પ્રોફાઇલ, વોચ, ગેમિંગ, પેજિસ અને મોસ્ટ રીસન્ટ.

ધારો કે આમાંથી માર્કેટ પ્લેસ ફીચરનો તમે ખાસ ઉપયોગ ન કરતા હો તો ફેસબુકના સેટિંગ્સમાં જઇને તેના શોર્ટકટને હાઇડ કરી શકો છો.

એ ઉપરાંત તમે જે ફીચર કે સર્વિસ તમે સૌથી વધુ ઉપયોગ કરતા હો તો એવા વધુમાં વધુ ત્રણ ફીચરને શોર્ટકટ બારમાં પિન કરી શકો છો એટલે કે શોર્ટકટ બારમાં આ ત્રણ ફીચર સૌથી પહેલાં જોવા મળશે.

એટલું નહીં, આ બધી સર્વિસ કે ફીચરમાં નવી બાબતો દર્શાવતા નોટિફિકેશન ડોટ્સ તમે જોવા ન માગતા હો તો તેને ડિસેબલ કરી શકો છો.

ફેસબુકના સેટિંગ્સમાં શોર્ટકટ બારને લગતા આ બધા ફેરફાર કરવા માટે નીચેનાં પગલાં લઈ શકાય.

ફેસબુકના સેટિંગ્સમાં જાઓ અને તેમાં ઉપરના સર્ચ સેટિંગ્સ બારમાં ‘શોર્ટકટ બાર’ સર્ચ કરો. આથી શોર્ટકટ બારને લગતા સેટિંગ્સને લગતું પેજ ખુલશે અને તેમાં તમે ઇચ્છો તેવા ફેરફાર કરી શકશો. જો ઉપલબ્ધ બધાં ફીચર્સ શોર્ટકટ્સ માટે ઓટો ઓપ્શન પસંદ કરશો તો ફેસબુક તેની મરજી મુજબ આ શોર્ટક્ટ્સને આગળ પાછળ કરશે.

તમને જોઈતા ફેરફાર તમે કરી લો તે પછી એપ બંધ કરી ફરી ઓપન કરશો ત્યારે તમારા ફેરફાર એક્ટિવેટ થયેલા જોવા મળશે.

ðkuxTMkyuÃk{kt õÞqykh fkuzÚke fkuLxuõx þuh fhðkLke heík

ધીમી પણ મક્કમ ગતિએ ક્યૂઆર કોડ આપણા જીવનનો એક મહત્ત્નો હિસ્સો બનવા લાગ્યા છે. યુપીઆઇ પેમેન્ટ એપ્સના ક્યૂઆર કોડ ઉપરાંત બીજી ઘણી જગ્યાએ તેનો ઉપયોગ વધી રહ્યો છે, પણ આપણે ઘણી વાર તેનાથી અજાણ હોઈએ છીએ. જેમ કે વોટ્સએપમાં કોન્ટેક્ટ ઇન્ફર્મેશન સ્ટોર/શેર કરવા માટે ક્યૂઆર કોડનો ઉપયોગ થાય છે એ તમને ખબર હતી? વોટ્સએપમાં હવે ક્યૂઆરકોડની મદદથી આપણી સંપર્ક વિગતો અન્યને મોકલી શકાય છે કે બીજાનો કોડ સ્કેન કરી, તેમની વિગત આપણા ફોનમાં ઉમેરી શકાય છે. તમારા ફોનમાં વોટ્સએપ અપડેટેડ છે તેની ખાતરી કરીને આ પગલાં લઈ શકાય....

તમારો પોતાનો ક્યૂઆર કોડ જોવા માટે વોટ્સએપના સેટિંગ્સમાં જાઓ. તમારા નામની જમણી બાજુ ક્યૂઆર કોડનો આઇકન દેખાશે.

તેને ક્લિક કરતાં, ‘માય કોડ’ ટેબ હેઠળ તમારો કોડ જોવા મળશે. આ કોડ તમે કોઈ પણ રીતે અન્ય વ્યક્તિ સાથે શેર કરી શકો છો. તેમને વોટ્સએપ જ કરો, તો તેઓ તેની લિંક પર ક્લિક કરી, તમારી કોન્ટેક્ટ ડિટેઇલ્સ પોતાના ફોનમાં ઉમેરી શકે છે. બીજી વ્યક્તિ આપણી સામે જ હોય તો તેમનો વોટ્સએપ ક્યૂઆર કોડ સ્કેન કરવા માટે, આ જ રીતે તમારા ફોનમાં વોટ્સએપના સેટિંગ્સમાં જાઓ. અહીં ‘માય કો઼ડ’ને બદલે ‘સ્કેન કોડ’ ટેબમાં જાઓ, કોડ સ્કેન કરો અને વિગતો ઉમેરો!

બધા નહીં, પરંતુ કેટલાક એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં કોન્ટેક્ટ્સ એપમાં પણ આવી સુવિધા હોય છે. તેમાં તમારા પોતાના ફોનનંબરના એડિટ પેજ પર પહોંચતાં, છેક નીચે આપણે ઉમેરેલી બધી જ કોન્ટેક્ટ ડિટેઇલ ધરાવતો ક્યૂઆર કોડ મેળવી શકાય છે. તેને અન્ય વ્યક્તિ સ્કેન કરીને આ વિગતો પોતાના ફોનમાં ઉમેરી શકે છે. યાદ રહે કે બીજી વ્યક્તિ તમારો કોડ અન્યોને પણ ફોરવર્ડ કરી શકે છે!

City News

Sports

RECENT NEWS