For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હોરાઈઝન - ભવેન કચ્છી

પતંગોત્સવ... ઉર્ધ્વગતિનો ઉત્સવ

પતંગ... માનો મેરા ગાયત્રી મંત્ર.... કટી પતંગ કે પાસ આકાશ કા અનુભવ હૈ, હવા કી ગતિ ઔર દિશા કા જ્ઞાન હૈ

Updated: Jan 13th, 2019

Article Content Image

પતંગોત્સવનો કાવ્યોત્સવ પણ થઈ શકે... ઉત્તરાયણનો પર્વ ગીતાના તત્ત્વજ્ઞાાનનો બોધ આપી જાય છે

Baby we two are like those kites sometime closer, Sometime fights.. still we love to fly high in the sky tangling in love; until we die ! 

પતંગ...

મેરે લીએ ઉર્ધ્વગતિ કા ઉત્સવ,

મેરા સૂર્ય કી ઓર પ્રયાણ.

પતંગ...

મેરે જન્મ- જન્માંતર કા વૈભવ,

મેરી ડોર મેરે હાથ મેં

પદચિહ્ન પૃથ્વી પર,

આકાશ મેં,

વિહંગમ દ્રશ્ય ઐસા.

મેરી પતંગ...

અનેક પતંગો કે બીચ,

મેરી પતંગ ઉલઝતી નહીં,

વૃક્ષો કી ગલિયો મેં ફંસતી નહીં.

પતંગ...

માનો મેરા ગાયત્રી મંત્ર.

ધનવાન હો યા રંક,

સભી કો,

કટી પતંગ કે પાસ

આકાશ કા અનુભવ હૈ,

હવા કી ગતિ ઔર દિશા કા જ્ઞાાન હૈ.

સ્વયં એક બાર ઉચાઈ તક ગઈ હૈ,

કહાં કુછ ક્ષણ રૂકી હૈ.

ઇસ બાત કા પ્રત્યક્ષ પ્રમાણ હૈ.

પતંગ...

મેરા સૂર્ય કી ઔર પ્રયાણ,

પતંગ કા જીવન ઉસકી ડોર મેં હૈ

પતંગ કા આરાધ્ય (શિવ) વ્યોમ (આકાશ) મેં હૈ,

પતંગ કી ડૌર મેરે હાથ મેં હે, મેરી ડોર શિવજી કે હાથ મેં હૈ.

જીવનરૂપી પતંગ કે લીએ

શિવજી હિમાલય મેં બેેેઠે હૈ.

પતંગ કે સપને (જીવન કે સપને)

માનવ સે ઉંચે.

પતંગ ઉડતી હૈ, શિવજી કે આસપાસ,

મનુષ્ય જીવન મેં બૈઠા- બૈઠા ઉસકો (ડોર) સુલઝાનેમેં લગા રહૈતા ઉપરોક્ત કવિતાના કવિનું નામ પછી જણાવીશું પણ કવિએ પતંગોત્સવ જોડે જીવ અને શિવના ગહન તત્ત્વજ્ઞાાનને સંગીનતાથી જોડીને એક નવી ઉંચાઈ બક્ષી છે.

પતંગોત્સવનો પર્યાય પણ કેવો ફક્કડ... ઉર્ધ્વગતિનો ઉત્સવ આપણે આકાશની ઉંચાઈ સર કરવાની છે. પણ પગ તો જમીન પર જ રાખવાના છે.

આપણી પતંગ એવી હોવી જોઈએ કે જેની દિશા અને ધ્યેય સ્પષ્ટ હોય. તે ગોથા ખાતી કે વૃક્ષોની ડાળીમાં ફસાઈ જતી ના હોવી જોઈએ. પતંગની કવિએ ગાયત્રી મંત્ર જોડે તુલના કરી છે. પતંગ ભગવાન સૂર્યને નજીકથી જઈને નમસ્કાર કરવા ઝંખે છે.

કવિ માનવ જગતની પ્રકૃતિનો પરિચય કરાવતા કહે છે કે કોઈને પડતા જોઈને કે પાડીને આપણને અનેરો આનંદ આવે છે. પણ આપણે તે કપાયેલી, લૂંટાયેલી પતંગ પાસે હવાની ગતિ અને દિશાનું જ્ઞાાન છે અને હતું તે ન ભૂલવું જોઈએ, યાદ રહે આ જ કપાયેલી પતંગ તેની જાતે ઉંચાઈ પહોંચી હતી એટલું જ નહીં ત્યાં તેનો ક્ષણિક મુકામ પણ હતો.

પતંગ માટે આકાશ જ તેનો ભગવાન અને સર્વેસર્વા છે. કવિ માને  છે કે, પતંગની દોરી કે કારણ મારા હાથમાં છે. પણ મારી ખુદની દોરી પરમ તત્ત્વના હાથમાં છે પતંગ શિવજી જ્યાં બેઠા છે તે શિવજીની આસપાસ જવાનો ધ્યેય રાખી પ્રયત્ન કરે છે.

પતંગના સપના તો માનવ કરતાં પણ ઉંચા છે પછી એવું બને છે કે પતંગ ઉન્નત શિખરની ઉંચાઈએ પહોંચવા આકાશના ઉંડાણમાં ગરકાવ થઈ જાય છે અને આપણે જમીન (જીવન) પર ટકી દોરાઓની ગૂંચ ઉકેલવામાં ગુલતાન થઈ જઈએ છીએ.. વાહ પતંગની ઉંચી ઉડાણને શોભે તેવી કેટલી ઉંચી વાત કવિ કહી ગયા છે. હવે એ પણ જાણી લો કે આવી ઉન્નત કવિતાના સર્જક વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન વાજપેયીની જેમ તેમણે પણ સાહિત્યિક પ્રદાન આપ્યું છે. તેમની આ કૃતિને હિન્દીના ઉત્કૃષ્ટ સાહિત્યકારોએ પણ બિરદાવી છે.

જાણીતા હિન્દી કવિ વિશાલ સહદેવે 'ઉડતી પતંગ' શીર્ષકથી કવિતા લખી છે જેના અંશો પણ આલાતરીન છે.

વો ઉડતી પતંગ તો દેખો,

ખુલ્લે આસમાન મેં બેખબર,

આવારા અલ્લહડ

કભી ઇધર, કભી ઉધર,

ઉસે ક્યા ખબર

કી ઉસકે આસમાન કે પરે,

આસમાન કઈ ઔર ભી હૈ,

ઉસે જૈસે કોઈ ઔર ભી હૈ,

લેકિન ઉસે ઇસ કી ફિક્ર ભી કહાઁ,

ઉસે તો બસ ઉડના હૈ,

ઉસે ક્યા પતા ઉસ કી મંજિલ કહા

બાદલો સે ખેલે, ઉનસે ટકરાએ

તુફાનો મેં ભી ફંસ

બાહર આ ઇતરાએ,

બેખબર હૈ ફીર, બારિશ સે ભી,

ઉસે માલુમ હી નહી

બાદલ ઉસકે સાથ તો હૈ,

લેકિન સાથી નહીં.

ના ઘર કી ફિક્ર

ના મંજિલ કી ટોહ

ન ડોરો કા ડર

ન અપનો કા મોહ

એક વક્ત આયા, ખુદ કો તોડ

વો ફીર સે ઉડા કીસી ઔર

મંઝિલ કી ઔર,

ગિરતા હુઆ, તૈરતા હુઆ,

દૂર કિસી ઔર આસમાન મેં,

પર યે ઉડાન ભી આખરી નહી

ઉડેગા ફિર સે લિએ નઈ ડોર.

અહીં પણ કવિ વિશાલે ગીતાના અધ્યાયના મર્મને પતંગની કવિતામાં વણી લીધો છે. આપણે દૈહિક મૃત્યુ બાદ નવા વસ્ત્રો ધારણ કરતા હોઈએ તેમ જન્મ લેવાનો છે. કપાઈ ગયેલા પતંગને તો તેનો નવો માલિક નવી દોરીથી ફરી આસમાનની ઉંચાઈ ચગાવશે.

આકાશમાં ઉડતા રંગબેરંગી પતંગો આપણે સૌ છીએ. સૌની પોતપોતાની આકાંક્ષાની ઉડાણ અને સ્પર્ધા છે. તમે મસ્તીથી ઉડતા હો તો પણ વિના કારણે  પ્રકૃતિવશ માનવીઓ તમને કાપવા, નીચે લાવવા  પ્રયત્નશીલ હશે.

તો ઘણા સ્પર્ધાની ધારણા અને પૂર્વ ઇરાદાથી જ મજબૂત તૈયારી સાથે અવકાશ (સંસાર) જંગમાં ઉતરશે. કપાશે અને જમીન પર ઝોલા ખાઈને પટકાશે. પંચમહાભૂતમાં જ આખરે તો વિલીન થઈ જવાનું છે ને... આ આખરી જન્મ કે ઉડાણ નથી હોતી. ફરી નવી દોરી, નવા વાઘા, રંગ અને નવું આકાશ લઈને આપણે ઉડવાનું છે.

અમેરિકામાં Mama Lisa Books શ્રેણીમાં બાળકોને જીભે ચઢી જાય તેવા જોડકણા, જ્ઞાાન-ગમ્મત અને કાવ્યો પ્રકાશિત થતા રહે છે. તેમાં બાળકને પતંગ બનવાની કેમ ઇચ્છા જાગે છે તેનું નિરૂપણ થયું છે.

Flying Kite

I often sit and wish i could be a kite up in the sky,

And ride upon the breeze, and go

whatever way it chanced to blow

And see the river winding down,

And follow all the ships that sail,

Like me before the merry gale,

Until at last with then I came

To some place with a forcing name.

આ ઉપરાંત Fox Smith, Andre Schamitz જેવા કવિઓએ પતંગ પર 

જગવિખ્યાત બાળકૃતિઓ ભેટ ધરી છે.

...અને હા પતંગ પર જાપાનમાં હાઈકુ પણ લખાયા છે. હાન મીન ઓહનના હાઈકુનું અંગ્રેજી ભાષાંતર :

A kite flying high in the sky

string suddenly cut off

Glided down onto to the

ground, lying still.

બિનામ રેયેસનું હાઈકુ  પણ જાણી લો.

I will be the kite

And the wind at the same time

Be my kite runner

..અને છેલ્લે  માઈકલ મેકલીમોકનું હાઈકું...

With no kites in the sky

the wind

moves on

પતંગ પરના ફિલ્મી ગીતો પણ છે જ... ગુજરાતી ભાષામાં સર્જાયેલા પતંગ અને પતંગોત્સવના કાવ્યોનું સંકલન કરવા જેવું ખરૂ.

Gujarat