'સ્ક્વેર કિલોમીટર એરે રેડિયો ટેલિસ્કોપ'

Updated: Jan 21st, 2023


- રેડિયો એસ્ટ્રોનોમી માટે આગામી દાયકા સુવર્ણયુગ જેવા  હશે?

- ફયુચર સાયન્સ - કે.આર.ચૌધરી

- દુનિયાના સૌથી વિશાળ રેડિયો ટેલિસ્કોપનુ બાંધકામ શરૂ થઈ ગયું છે

માનવતાના ઇતિહાસમાં, 30 વર્ષ રાહ જોયા બાદ, રેડિયો એસ્ટ્રોનોમી ક્ષેત્રનું અત્યાર સુધીના સૌથી મોટુ  સાહસ અને અભિયાનની  શરૂઆત પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં થઈ ચૂકી છે. જેની ડિઝાઇન તૈયાર કરવામાં સાત વર્ષનો સમય લાગ્યો હતો. ૨૦૨૮માં સમગ્ર પ્રોજેક્ટનું બાંધકામ પૂર્ણ થવાનું અનુમાન છે. આ પ્રોજેક્ટ અને રેડિયો ટેલિસ્કોપ 'સ્ક્વેર કિલોમીટર એરે'નાં  નામથી ઓળખાય છે. નેટવર્કનું બાંધકામ  આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં થશે, પરંતુ મજાની વાત એ છે કે તેનું વડું મથક બ્રિટનમાં હશે. ટેલિસ્કોપ નેટવર્ક બાંધવાનો મુખ્ય મકસદ, બ્રહ્માંડમાં ક્યાંય પણ બૌદ્ધિક રીતે વિકસિત પરગ્રહવાસી હોય કે અતિઆધુનિક જીવનનો વિકાસ થયો હોય તો તેને શોધી કાઢવાનું છે. આ ઉપરાંત આલ્બર્ટ આઇન્સ્ટાઇને આપેલા સાપેક્ષવાદના સામાન્ય સિદ્ધાંતની અસર ચકાસણી કરવાનો છે. બ્રહ્માંડનું સ્વરૂપ સમય જતા કઈ રીતે બદલાયુ ? વિજ્ઞાાનની ભાષામાં કહીએ તો બ્રહ્માંડની ઉત્ક્રાંતિ કેવી રીતે થઈ? તેના વિશે માહિતી પણ વૈજ્ઞાાનિકો સ્ક્વેર કિલોમીટર એરે  ટેલિસ્કોપ વડે એકઠી કરી શકશે. બાંધકામના પ્રારંભ માટેના સમારંભ  દક્ષિણ આફ્રિકાના ઉત્તરી કેપના કારૂમાં અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના મર્ચિસન શાયરમાં યોજાયા હતા.  એકાદ વર્ષ પહેલા અમેરિકાએ 'જેમ્સ વેબ સ્પેસ ટેલીસ્કોપ' નામની ઇન્ફ્રારેડ વેધશાળા અંતરિક્ષમાં તરતી મૂકીએ, એક ઘટના બાદ,  વૈજ્ઞાાનિકોનો આ સૌથી મોટો બીજો વિશાળ પ્રોજેક્ટ છે. નિષ્ણાતોએ ૨૦૨૦માં જીણછબાંધકામ અને પ્રથમ ૧૦ વર્ષની કામગીરી ચલાવવા સહિતની કિંમત આશરે ૧.૯ બિલિયન યુરોઆંકી હતી. શા માટે આવા વિશાળ ટેલિસ્કોપની જરૂર છે? રેડિયો ટેલિસ્કોપનું વિજ્ઞાાનક્ષેત્રમાં શું યોગદાન  આપી શકે તેમ છે? ચાલો તમારી ડિશ એન્ટેનામાં વિજ્ઞાાન વિષયક રેડિયો તરંગોને એકઠા કરીએ.

રેડિયો એસ્ટ્રોનોમીનું સૌથી મોટું સાહસ

ત્રણ અબજ ડોલરના ખર્ચે 'સ્ક્વેર કિલોમીટર એરે'નામની  દુનિયાની વિશાળ ટેલિસ્કોપ નેટવર્કનું બાંધકામ શરૂ થઈ ચૂક્યું છે. રેડિયો ટેલિસ્કોપના બાંધકામ માટે, ડેટા પ્રોસેસિંગ અને ફાઈબર નેટવર્કની  ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ઊભી કરવા માટે, ઓસ્ટ્રેલિયાએ અંદાજે ૩૨ કરોડ ડોલરના વિવિધ પ્રકારના વ્યાપારિક કરાર કર્યા છે. પર્થ શહેરની ઉત્તરે ૮૦૦ કિલોમીટર દૂર,વજરી યામાજી કન્ટ્રીનામનો વિસ્તાર આવેલો છે.જ્યાં મર્ચિસન રેડિયો-એસ્ટ્રોનોમી ઓબ્ઝર્વેટરી કાર્યરત છે. આ વિસ્તારની આજુબાજુ ઇનારીમન્હા ઇલ્ગારી બુંદરા ખાતે લગભગ ૧૩૧,૦૭૨ એન્ટેનાઓનું બાંધકામ કરીને ગોઠવવામાં આવશે. દરેક એન્ટેના બે મીટર લાંબી અને ક્રિસમસ ટ્રી જેવા દેખાવ ધરાવતી હશે. વિશાળ એન્ટેના અને મોટી સંખ્યામાં એન્ટેના ગોઠવવાના કારણે, રેડિયો ટેલિસ્કોપની સંવેદનશીલતામાં વધારો થશે. તેના રીઝોલ્યુશનમાં વધારો થશે. આકાશના સર્વે કરવાના કામમાં ખુબ જ ઝડપ મેળવી શકાશે. આજ પ્રોજેક્ટના શરૂઆતના ત્રણ દાયકામાં ૧.૮ અબજ ડોલરનું  વ્યાપારિક રોકાણ થઇ ચૂકયું હશે. જેમાં વિજ્ઞાાનના નિષ્ણાતો માટે લગભગ ૩૫૦  જેટલી નોકરીઓનું પણ સર્જન થશે.

આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાનું ટેલિસ્કોપ નેટવર્ક કાર્યરત થશે ત્યારે બંનેની સાઇટ મળીને, ૭૧૦ પેટાબાઇટ્સનો વિજ્ઞાાન ડેટા એકઠો કરશે. ૨૦૨૨માં અંદાજિત વૈશ્વિક સરેરાશ બ્રોડબેન્ડ સ્પીડ કરતા ૧૦૦,૦૦૦ ગણા ઝડપી દરે ડેટા ફ્લો મળે તેવી નવી નેટવક ટેક્નોેલોજી ઉભી કરવામાં આવશે. વિશાળકાય રેડિયો ટેલિસ્કોપ દ્વારા એકઠો કરવામાં આવતો ડેટા, પ્રોસેસ કરવા માટે પ્રતિ સેકન્ડ ૮ થી ૧૦ ટેરાબીટ ડેટા પ્રોસેસિંગ પાવર આપે તેવા સુપર કોમ્પ્યુટરની જરૂર પડશે. ગયા મે મહિનામાં બ્રિટનને, 'સ્ક્વેર કિલોમીટર એરે(SKA)ના હેડક્વાટર માન્ચેસ્ટરમાં, પ્રોજેક્ટ માટે જરૂરી મુખ્ય મગજ જેવા કોમ્પ્યુટરના બાંધકામની  જાહેરાત કરી હતી. ઉપરાંત તેઓ  ડેટા પ્રોસેસિંગ માટે ખાસ પ્રકારનું સોફ્ટવેર તૈયાર કરી રહ્યાં છે. આ સોફ્ટવેર ટેલિસ્કોપનેટવર્કને જણાવશે કે ક્યાં અને ક્યારે જોવું? કોઈપણ સમસ્યાનું નિદાન કઈ રીતે કરવું? ટેલિસ્કોપ સિગ્નલોને ઉપયોગી ડેટામાં અનુવાદિત કઈ રીતે કરવા? અનુવાદિત ડેટામાંથી નવી  શોધ કઈ રીતે અલગ તારવવી?


    Sports

    RECENT NEWS