Get The App

રજનીશ પર ભલે ભારતને આશા નહોતી, પણ ભારત પર એમને આશા હતી કે ક્યારેક તો જાગશે!

Updated: Jan 19th, 2025


Google NewsGoogle News
રજનીશ પર ભલે ભારતને આશા નહોતી, પણ ભારત પર એમને આશા હતી કે ક્યારેક તો જાગશે! 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- 35 વર્ષ પછી ઓશો હતા એનાથી વધુ લોકપ્રિય રહ્યા છે, કારણ કે એમના જ્ઞાાનમાં ઈન્ટરેસ્ટ હતો, બોરડમ નહિ!

'ભા રત કે પૂરે ઇતિહાસ મેં એક ભી બડા વૈજ્ઞાાનિક તુમ ન પાઓગે! એસા નહીં કિ યહાં બુદ્ધિમાન ઔર કુશલ લોગ ન હુએ, કિ પ્રતિભાએ નહીં જન્મીં! ગણિત કી આધારશિલા ભારત મેં રખી ગઈ થી, કિંતુ અલ્બર્ટ આઇંસ્ટીન યહાં પૈદા નહીં હુઆ! ચમત્કારિક રૂપ સે યહ પૂરા દેશ કિસી બાહ્ય ખોજ મેં ઉત્સુક હી નહીં થા! 'પર' કી પહચાન નહીં, વરન સ્વયં કો જાનના હી યહાં એકમાત્ર લક્ષ્ય રહા!

કમ સે કમ દસ હજાર સાલોં સે લાખોં-કરોડોં લોગ સતત એક હી પ્રયાસ મેં જુટે રહે, ઉસકે પીછે સબ કુછ બલિદાન કર દિયા વિજ્ઞાાન, તકનીકી વિકાસ, સમૃદ્ધિ! ઉન્હોને દરિદ્રતા, રુગ્ણતા, બીમારિયાં ઔર મૃત્યુ કો ભી સ્વીકાર કર લિયા, પરંતુ સત્ય કી ખોજ કો કિસી ભી કીમત પર નહીં છોડા! ઇસસે એક ખાસ કિસ્મ કા વાતાવરણ નિર્મિત હુઆ, કુછ વિશેષ તરહ કી તરંગોં કા સાગર જો ચારોં ઓર સે તુમ્હેં ઘેરે હૈ!

યદિ કોઈ થોડે સે ભી ધ્યાની ચિત્ત કો લેકર યહાં આતા હૈ, તો ઉસે ઉન તરંગોં કા સંસ્પર્શ હોગા! હાં, અગર એક પર્યટક કી ભાંતિ આતે હો તો તુમ ચૂક જાઓગે! તુમ મંદિરોં, મહલોં, ખંડહરો કો, તાજમહલ, ખજુરાહો, ઔર હિમાલય કો તો દેખ લોગે, પર ભારત કો નહીં દેખ પાઓગે! તુમ અસલી ભારત સે બિના મિલે હી ભારત સે ગુજર જાઓગે!

યદ્યપિ વહ સબ ઓર વ્યાપ્ત થા, પર તુમ સંવેદનશીલ ન થે, ગ્રાહક ન થે! તુમ કુછ એસા દેખકર લૌંટોગે જો વાસ્તવિક ભારત નહીં, સિર્ફ ઉસકા અસ્થિ-પિંજર હૈ, આત્મા નહીં! તુમ્હારે પાસ ઉસ અસ્થિ-પિંજર કે ફોટોગ્રાફ્સ હોંગે, ઉનકા અલબમ બનાઓગે ઔર સોચોગે કિ ભારત ઘૂમ આએ, ભારત કો જાન લિયા! યહ સ્વયં કો ધોખા દે રહે હો તુમ!

એક આધ્યાત્મિક પહલૂ ભી હૈ! ન તો તુમ્હારે કૈમરા ઉસકે ચિત્ર લેને મેં, ઔર ન હી તુમ્હારે શિક્ષા-સંસ્કાર ઉસે પકડને મેં સક્ષમ હૈં! જર્મની, ઇટલી, ફ્રાંસ, ઈંગ્લૈંડ અથવા કિસી ભી દેશ મેં જાકર તુમ વહાં કે લોગોં સે મિલ સકતે હો! વહાં કે ભૂગોલ સે, ઇતિહાસ ઔર અતીત મે ભલીભાંતિ પરિચિત હો સકતે હો!

લેકિન જહાં તક ભારત કા પ્રશ્ન હૈ, એસા નહીં કિયા જા સકતા! યદિ અન્ય દેશોં કી શ્રેણી મેં ભારત કો ગિના, તો પ્રારંભ સે હી તુમને ચૂક કર દી, ક્યોંકિ ઉન દેશોં મેં વૈસા આધ્યાત્મિક આભામંડલ નહીં હૈ! ઉન્હોંને એક ભી ગૌતમ બુદ્ધ, મહાવીર, નેમીનાથ ઔર આદિનાથ કો જન્મ નહીં દિયા!

એક ભી કબીર, ફરીદ યા દાદૂ પૈદા નહીં કિયા! ઉન્હોંને બડે વૈજ્ઞાાનિકોં, કલાકારોં, ચિત્રકારોં ઔર સભી પ્રકાર કે પ્રતિભા-સંપન્ન વ્યક્તિયોં કો તો પૈદા કિયા, પર રહસ્યદર્શી ઋષિ ભારત કી મોનોપૉલી હૈ, એકાધિકાર હૈ, કમ સે કમ અભી તક તો યહ એકાધિકાર રહા હૈ!

સદિયોં સે સારી દુનિયા કે સાધક ઇસ ધરતી પર આતે હૈં! યહ દેશ દરિદ્ર હૈ, ઉસકે પાસ ભેંટ દેને કો કુછ ભી નહીં, પર જો સંવેદનશીલ હૈં, ઉનકે લિએ ઇસસે અધિક સમૃદ્ધ કૌમ ઇસ પૃત્વી પર કહીં નહીં હૈં. લેકિન વહ સમૃદ્ધિ આંતરિક હૈ!

જમીન પર કોઈ કહીં ભી પૈદા હો, કિસી દેશ મેં, કિસી સદી મેં, અતીત મેં યા ભવિષ્ય મેં, અગર ઉસકી ખોજ અંતસ કી ખોજ હૈ, વહ ભારત કા નિવાસી હૈ! મેરે લિએ ભારત ઔર અધ્યાત્મ પર્યાયવાચી હૈં! ભારત ઔર સનાતન ધર્મ પર્યાયવાચી હૈં! ઇસલિએ ભારત કે પુત્ર જમીન કે કોને-કોને મેં હૈં! ઔર જો એક દુર્ઘટના કી તરહ કેવલ ભારત મેં પૈદા હો ગયે હૈં, જબ તક ઉન્હેં અમૃત કી યહ તલાશ પાગલ ન બના દે, તબ તક વે ભારત કે નાગરિક હોને કે અધિકારી નહીં હૈં!

ભારત એક સનાતન યાત્રા હૈ, એક અમૃત-પથ હૈ, જો અનંત સે અનંત તક ફૈલા હુઆ હૈ! ઇસલિએ હમને કભી ભારત કા ઈતિહાસ નહીં લિખા! ઈતિહાસ ભી કોઈ લિખને કી બાત હૈ! સાધારણ સી દો કૌડી કી રોજમર્રા કી ઘટનાઓં કા નામ ઈતિહાસ હૈ! જો આજ તૂફાન કી તરહ ઉઠતી હૈં ઔર કલ જિનકા કોઈ નિશાન ભી નહીં રહ જાતા! ઈતિહાસ તો ધૂલ કા બવંડર હૈ! ભારત ને ઈતિહાસ નહીં લિખા! ભારત ને તો કેવલ ઉસ ચિરંતન કી હી સાધના કી હૈ, વૈસે હી જૈસે ચકોર ચાંદ કો એકટક બિના પલક ઝપકે દેખતા રહતા હૈ!

મૈં ભી ઉસ અનંત યાત્રા કા છોટા-મોટા યાત્રી હૂં! ચાહતા થા કિ જો ભૂલ ગએ હૈં, ઉન્હેં યાદ દિલા દૂં જો સો ગએ હૈં, ઉન્હેં જગા દૂં! ઔર ભારત અપની આંતરિક ગરિમા ઔર ગૌરવ કો, અપની હિમાચ્છાદિત ઊંચાઈયોં કો પુન: પા લે! ક્યોંકિ ભારત કે ભાગ્ય કે સાથ પૂરી મનુષ્યતા કા ભાગ્ય જુડા હુઆ હૈ! યહ કેવલ કિસી એક દેશ કી બાત નહીં હૈ!

અગર ભારત અંધેરે મેં ખો જાતા હૈ, તો આદમી કા કોઈ ભવિષ્ય નહીં હૈ! ઔર અગર હમ ભારત કો પુન: ઉસકે પંખ દે દેતે હૈં, પુન: ઉસકા આકાશ દે દેતે હૈં, પુન: ઉસકી આંખોં કો સિતારોં કી તરફ ઉડને કી ચાહ સે ભર દેતે હૈં તો હમ કેવલ ઉનકો હી નહીં બચા લેતે હૈં, જિનકે ભીતર પ્યાસ હૈ! હમ ઉનકો ભી બચા લેતે હૈં, જો આજ સોએ, હૈં, લેકિન કલ જાગેંગે જો આજ ખોએ હૈં, કલ ઘર લૌટેંગે!'

***

ઓશો રજનીશની વાણીની મધુર ખાસિયત એ કે માત્ર વાંચો તો પણ જેમ ચિરપરીચિત અવાજ ઓળખાઈ જાય એમ એમની છાપ તરત જ પરખાઈ જાય. આ એમના વિચારોનું ભારત વિશેનું વિઝન ખોલી નાખતું રિવિઝન એટલે કર્યું કે ૧૪૪ વર્ષે આવતો વિશ્વનો સૌથી મોટો માનવમેળો પૂર્ણમહાકુંભ અત્યારે પ્રયાગમાં ચાલી રહ્યો છે. ફોરેનની મફતના ભાવમાં મળી ગયેલી ડિજીટલ ટેકનોલોજીના કારણે અડધા પાનાના અભ્યાસ વિના પણ સનાતન સનાતનનો ચિપીયો પછાડતા કૈંક અહંકારી અડધિયા ઉભરાઈ પડયા છે ત્યારે એમને આવતા ભવમાં મળશે એ અક્કલ થોડી એડવાન્સ આવે, તો ખબર પડે કે ખરેખર સનાતન ચેતનાની સાચી વિચારધારા શું છે અને ખરેખર એને સમજી અને સમજાવી શકતા ઓશો રજનીશ કોણ હતા!

૧૯૬૪થી ૧૯૭૪

આ દસકાએ ભારતમાં નેહરુના મૃત્યુથી અમિતાભના પ્રભાવ સુધીનું ઘણું જોયું. પણ અડધી સદી પહેલાની એક અનોખી ઘટનાનો વિકાસ જોયો. એ હતું 'રજનીશ' ચંદ્રમોહન જૈન નામના જબલપુરના એક દર્શનશાસ્ત્રના અધ્યાપકનું બાકાયદા 'વિશ્વગુરુ'માં રૂપાંતર. હા, ભારત વિશ્વગુરુ થાય એ પછીની ચર્ચા છે, પણ રજનીશ ભારતે આપેલા એવા વિશ્વગુરુ છે, જેના વખાણ કરતા ભારતના (એકમાત્ર મોરારિબાપુના અપવાદ સિવાય) ગુરુઓને કે નેતાઓને શરમ આવે છે! આજે ૧૯ જાન્યુઆરી, ૨૦૨૫માં એમના નિર્વાણને પૂરા ૩૫ વર્ષ થશે. એમાં પણ એમના આયુષ્યનો છેલ્લો દસકો વિવાદો, વિદેશ અને માંદગીમાં વીત્યો. આંતરરાષ્ટ્રીય શિષ્યો વધી જતા પછી એમની પુસ્તકો કે પ્રવચનોમાંથી સોડમ આવે એવી લાક્ષણિક હિન્દીને બદલે વધુ અંગ્રેજીમાં બોલ્યા. 

પણ પ્રવચનોમાં હજારોની ભીડ ભેગી કરતા રજનીશનું મૂળ સત્વ એમણે વિવિધ જગ્યાઓએ શરુ કરેલી ધ્યાન વ્યાખ્યાનની શિબિરોમાં ઝીલાયું છે. પહેલી ધારનું સત્ય એમાં છે. સાહિત્યિક ઊંચાઈ ધરાવતી ભાષા છે. વિજ્ઞાાનથી લઈને વેદ સુધીના સંદર્ભોનો સરળતાથી ગૂંથી લેવાયેલો સાર છે. અગાઉ ધાર્મિક વક્તાઓએ ના લીધેલા દ્રષ્ટિકોણ છે. રાધાકૃષ્ણન, અરવિંદ, કૃષ્ણમૂર્તિ જેવા અનેક મનીષીઓએ ભારતના વારસા પર પ્રબોધન કર્યું, પણ એકદમ ગંભીર અને કંટાળાજનક. શુષ્ક લાગે. વિવેકાનંદ, ગાંધી, વિનોબા સરળ અને પ્રભાવશાળી રજૂઆત કરે, પણ રસિક નહિ. સંસારથી દૂર રહેતા ત્યાગીનો ભાવ એમનામાં આવી જ જાય. સહજ રમૂજ, આકર્ષક મૌલિક તર્ક, યુવા સર્જકતા, શોખીન ચિત્ત જેવા રંગો એમનામાં ના મળે. રજનીશ તો રસપુરુષ. ભારતના અસલી ઋષિઓને ગમી જાય એવા.

અને પચાસ વર્ષ પહેલા જે બોલ્યા એમાંથી મોટા ભાગનું રેકોર્ડ કરી રાખવાનું ફ્યુચર થિન્કિંગ અને એ સુરેખ સંપાદિત કરે એવા ભાવકો શોધીને સાચવવાની એમની આવડતને લીધે એમનો ખજાનો લગભગ સચવાયો છે. જૂન ૧૯૬૪માં એમણે વ્યાખ્યાનમાંથી પસંદ કરેલા શ્રોતાઓને આમંત્રિત કરીને ધ્યાન પ્રવચનશિબિર કરી રાણકપુર, એમાંથી સંકલન થતા એમનું પહેલું પુસ્તક 'સાધના પથ' આવ્યું. રજનીશે સૌથી વધુ શિબિર માઉન્ટ આબુ કરી. પ્રદેશ ગણો તો ગુજરાતમાં સૌથી વધુ થઇ. અમુક જેમકે ભાવનગરમાં ધર્મ પરના એમના વ્યાખ્યાનો અદ્ભુત હતા એવું એમાં બેઠેલા વડીલોએ કહેલું છે, પણ રેકોર્ડ ના થયા તો આજે એ અસ્તિત્વના અગાધ આગોશમાં ઓગળી ગયા! ૧૯૭૧-૭૨માં એ મુંબઈ પેડર રોડ પર રહેવા ગયા. પછી ત્યાં કેમ્પ શરુ થયા. બાદમાં સંસારના કોઈ પ્રવચનકાર એમના સિવાય નથી કરી શક્યા, એવું એમણે કર્યું. જુવાન ઉંમરે જ પોતાની જગ્યા (પૂનાનો આશ્રમ અને અમેરિકાનું કોમ્યુન)માં બેસવાનું ને પ્રવાસ આનંદ માટે કરવાના! જ્ઞાાન જોઈતું હોય એ દેશદેશાવરથી આવે ત્યાં ને રોકાય. આપણે નહિ જવાનું સતત!

***

આજે એવું બન્યું કે રજનીશ ત્યારે હતા એના કરતા પણ વધુ લોકપ્રિય છે. પોતાની સામગ્રી કોપીરાઈટ ફ્રી રાખવાની એમની દૂરંદેશી (જે બાબતે પાછળથી એમના અનુયાયીઓમાં ડખા થયા એ અલગ બાબત છે)ને લીધે એ સતત વાઈરલ થતા રહે છે. કાળની કસોટીમાં એ અવ્વલ રહ્યા છે. જે વિલાસ અને વિચાર એમણે સમયથી આગળ આધુનિક ચિત્ત જન્માવવા કર્યા, એ જનરેશન અને એ ટાઈમ આજે છે. એટલે એ બિલકુલ વાસી નથી લાગતા. એમના ઘણા સમકાલીન ખોવાઈ ગયા છે. 

એને લીધે એવું પણ થયું છે કે જેમ રજનીશના આંધળા સંકુચિત વિરોધીઓ પેદા થયેલા એમ એમના ગાંડિયા ચાહકોનો નવતર ફાલ આવ્યો છે. એમને ઓશોના ચબરાકિયાં ગમી જાય છે, એક ફેશન બેજની જેમ ઓશોને છાતીએ ચિપકાવી ફરે છે, પણ હૃદયમાં ઉતારી શકવા જેટલી પાત્રતા નથી. એટલે ઓશોના એ ફેન બની રહે છે, પણ ઓશો જ્યાં લઇ જવા માંગતા હતા જનતાને ત્યાં પહોંચી શકતા નથી. એમનું ચિત્ત ઉત્તમ કળા માટે કે આધારભૂત આલોચના માટે ખુલ્લું થતું નથી. એ ઓશોના ડાયલોગ પર સીટીઓ મારે છે, પણ એમનું મૌન સમજતા નથી. માટે ખોટાડા છે, એમને મન ઓશો ખાલી ફોરવર્ડ કરીને ઈમ્પ્રેસ થવાના વિડીયો છે અથવા ઘેલા થઈને બીજાને ઈમ્પ્રેસ કરવાની પોપ્યુલર બ્રાંડ છે. અભિમન્યુના અધુરા ચક્રવ્યૂહની જેમ એ પકડતા શીખ્યા હશે, પણ છોડતા શીખ્યા નથી. 

અને નવતર ઓશોવિરોધીઓ ફૂટી નીકળ્યા છે, એ તો સાવ તકલાદી છે. કાં તો એ ઓશો પર ફોરેનમાં બનેલી ડોકયુમેન્ટરી જોઇને એક જ ફ્રેમમાં એમને ફિક્સ કરી દે છે. એ ઓશોનું એક પાસું કે જીવનનો એક હિસ્સો હતો. રજનીશ નામનો આખો કિસ્સો એમાં પૂરાઈ જાય એટલો સાંકડો નથી. રજનીશે અમુક ના કરવું જોઈએ એવું સેલ્ફ પ્રોજેક્શન માર્કેટિંગ વિચારવિસ્તારના દબાણવશ અન્ય પાસે ફંડ લઇને કર્યું. ક્યારેક અકારણ ટીકાઓ પણ કરી. એક તબક્કે પોતે ધારે એ કરી શકે એવો 'ભગવાનભાવ' એમનામાં આવ્યો એ ખરું. અને પોતાને જ પરમાત્મા માનવા લાગે એમને પરમાત્મા થોડો સ્વાદ તો ચખાડે જ કે આત્મા હોવાનું જ્ઞાાન થાય! પણ એટલે કંઈ રજનીશ જેવી મેધાવી ભારતીય ઘટના નકામી નથી થઇ જતી. સહમત તો ગાંધી સાથે એ નહોતા એમ આપણે ના હોઈએ એટલે ગાંધી હોવાનો મહિમા ઘટી નથી જતો. આ જીનિયસ બ્રેઈનને કેટલા ચિરકૂટો એમણે રામ બાબતે આમ કહ્યું ને મહાવીર બાબતે તેમ કહ્યું એવું કહીને માપવાને બદલે કાપવા 

નીકળે છે, પણ ધાર્મિક વાર્તાઓ તો ટૂલ્સ છે એમને માટે. એમણે મૂળ ભારતના દર્શનને કેવું પકડયું એ તો જુઓ. એવું તો ઘણા સાધુપથિકો કરી શકે પણ એમણે જે રીતે રસાળ રૂપમાં અઘરી વાતો સમજાવી એમાં તો એમનો જોટો ના જડે. આ માણસે કેટલું અગાધ વાંચ્યું હશે ને એને પાછું કેવી અનુપમ રીતે એક તાંતણે પરોવી રજુ કર્યું એ વિચારીને ખુદ લેખક કે વક્તા હોઈએ તો પણ ચક્કર આવી જાય!

નાના નાના ટુકડામાં જુઓ તો આ પૃથ્વી પણ ના સમજાય. ક્યાંક પથ્થર હોય તો ક્યાંક ઘાસ હોય. ક્યાંક અંધારું તો ક્યાંક અજવાળું. ક્યાંક જન્મ તો ક્યાંક મૃત્યુ. ક્યાંક પાણી તો ક્યાંક આકાશ. પણ દૂર જઈને નિહાળો ચંદ્ર પરથી તો એક આખો ગોળો દેખાય બધું સમાવી લેતો. એવું જ આ પ્રકારની અદ્ભુત ચેતનાઓ સાથે થાય. જેમ મોરારિબાપુ અનેક વાર કથા કરે કે વાતોગીતો બધું લઇ આવે, પણ છેલ્લે તો વાત સત્ય, પ્રેમ, કરુણાના ત્રિવેણી સંગમ પર આવે એમ જ રજનીશ મૂળ તો ત્રણ જ વિષય પર બોલ્યા છે. પ્રેમ, ધ્યાન, મૃત્યુ. પ્રેમમાં અસ્તિત્વ લીધું, ધ્યાનમાં જાગરણ અને મૃત્યુમાં પરમાત્મા. બાકી બધું તો એને લગતું છે, ભલે અનેક ચિંતકો, ઋષિઓ અને ટુચકા, વાર્તાઓના વાઘા બદલ્યા કરે!

રજનીશે કદી વ્યક્ત થવા માટે લોકોની કે અન્યના અભિપ્રાયની પરવા ના કરી. ખુદની મસ્તીને વળગી રહેવાનું એમનું કન્વિકશન પ્રેરણારૂપ છે, લાજવાબ છે. અભય હતો આ માણસમાં જગતની પરવા વિના જાતને પ્રસ્તુત કરવાનો. જૂની જડ માન્યતાઓ ખંડિત કરવાનો. ભારતની વાત કરતા કરતા જગતને જાણવાનો. અને જીવનના આનંદને કોઈની પરવા કર્યા વિના માણવાનો. એટલે જ હજુ એ લાજવાબ કરી દે છે. અને એટલે જ જે દેશના વારસાને એમણે સૌથી વધુ ઓળખીને લોકો સુધી પહોંચાડવા મથામણ કરી, એમને તથાકથિત ધાર્મિકતાના વિરોધ અને ખાસ તો આ કુંઠિત મુલ્કને જેની એલર્જી છે એવા લવ, બ્યુટી એન્ડ સેક્સ પરની મોકળાશને લીધે લાગણીની લજામણીવાળા એમને હજુ સ્વીકારી નથી શકતા. ના તો સરકારી ભારતરત્ન એમને કદી મળે, ના તો કોઈ વિશ્વવિદ્યાલયને એમનું નામ મળે, ના તો એમનું કોઈ ઇન્ટરનેશનલ લેવલના મંચ પર નામ લે. પણ રજનીશને આ બધું જોઈતું હોત તો એમણે વ્યક્ત થવામાં ઘણા સમાધાનો કર્યા હોત. આ એવો ભારતપ્રેમી હતો કે જેને સમજવામાં ભારતને હજુ ઘણી વાર લાગશે. ને છતાં પણ ભારતમાં એને લીધે કોઈ ને કોઈ રસિકતા અને સચ્ચાઈની બુલંદી કેળવ્યા કરશે. 

આનંદની માફક જ ઓશો મરતા નથી, બાબુમોશાય!

ફાસ્ટ ફોરવર્ડ

'પ્રિય, પ્રેમ. સત્ય આકાશ જેવું છે. આકાશમાં પ્રવેશનું કોઈ દ્વાર છે? તો સત્યમાં કેવી રીતે હોય? પણ આંખો બંધ રાખીએ તો આકાશ નહિં દેખાય. એમ જ આંખ ખુલ્લી હોવી એ જ સત્ય (પરમ)નો દરવાજો છે!' 

(ઓશો રજનીશ, ૨૦ ઓગસ્ટ, ૧૯૬૯) 


Google NewsGoogle News