For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજથી નવો કાયદો અમલમાં : ઓનલાઇન શોપિંગ કરતા પહેલા જાણી લેજો, નહીતર હેરાન થશો

Updated: Nov 24th, 2022


- ઇ-કોમર્સ સાઇટ પર અપાતા ફેક રિવ્યુ : આજથી કાયદો અમલમાં

- તકેદારી રૂપે રિવ્યુ લખનાર વ્યક્તિએ  હવે પોતાનો ફોન નંબર તેમજ સરનામું પણ લખવું પડશે

ઇ-કોમર્સ સાથે સંકળાયેલી કંપનીઓ વિવિધ રીતે ગ્રાહકોને છેતરતી આવી છે તેમાં એક રીત ફેક રિવ્યુ પણ છે. પોતાની પ્રોડક્ટ બેસ્ટ છે એમ કહેવા માટેનું બેરોમીટર  એટલે રિવ્યુનું બટન. લોકો રિવ્યુવાંચીને પ્રોડક્ટ ખરીદતા હોય છે. ઓનલાઇન ખરીદનારાઓ રિવ્યુપર વધુ વિશ્વાસ રાખે છે અને તે જોયા બાદ ખરીદી કરે છે. ઇ કોમર્સ કંપનીઓ બહુ ચાલાક હોય છે. લોકાને રિવ્યુજોઇને ખરીદી કરતા જોઇને ઇ-કોમર્સની સાઇટ પર ફેક રિવ્યુ આવવા લાગ્યા હતા. ગ્રાહકોને ખ્યાલ જ ના આવ્યો કે રિવ્યુથી પણ છેતરપીંડી થઇ શકે છે. 

ફેક રિવ્યુથી ગ્રાહકો છેતરાય નહીં તે માટેના કાયદા આજથી અમલમાં આવી રહ્યા છે. ફેક રિવ્યુ માત્ર ઇ-કોમર્સની સાઇટો માટે હોય છે એવું નથી હોતું. ફિલ્મોના રિવ્યુ આપનારા પણ ખોટા રિવ્ય ુઆપતા હોય છે. વ્યક્તિગત સ્તરે લખાતા રિવ્યુ પણ કિન્નાખોરીથી ભરેલા હોય છે. કોઇના કહેવાથી કોઇના માટે ઓપિનીયન બાંધી દેવો યોગ્ય નથી.

ઇ-કોમર્સની સાઇટો ઓનલાઇન ખરીદનારાઓને આકર્ષવા માટે રિવ્યુની કોલમનો પોતાની રીતે ઉપયોગ કર્યા કરતી હતી. તેના પર કોઇની નજર ન હતી. સરકારને મોડે મોેડે ખબર પડી કે ગ્રાહકોને પોતાની તરફ વાળવા માટે ખોટા રિવ્યુ આપવામાં આવે છે. અનેક ગ્રાહકોની એવી ફરિયાદ હતી કે અમે આપેલો રિવ્યુ સાઇટ પર દેખાતો નથી. આમ, પ્રોડક્ટ માટે  બધું સારું જ વાંચવા મળતું હતું. નેગેટીવ રિવ્યુને દબાવી દેવાતા હતા. આમ, ગ્રાહકો સાચી વાતથી વંચિત રહેતા હતા. 

સામાન્ય રીતે કોઇ પણ સાઇટ પર લખાતા રિવ્યુ સીધા જ વેબસાઇટના સર્વર પર જતા હોય છે. દરેક સાઇટ એવી રીતે ડેવલપ કરી હોય છે કે તેમાં રિવ્યુ ડિલીટ કરી શકાય અને પોતાને મનગમતા તેમજ ઉપયોગી રિવ્યુને રાખી શકાય. આ સિસ્ટમનો ઉપયોગ કરીને ગ્રાહકો સમક્ષ પ્રોડક્ટનો સાચો રિવ્યુ પહોંચતો નહોતો.

ઇ-કોમર્સની સાઇટો આટલેથી અટકી નહોતી. તે પોતાના મળતીયાઓ મારફતે નહીં વેચાતી પ્રોડક્ટોના ખોટા રિવ્યુ લખાવીને તે બેસ્ટ છે એમ કહેવડાવતી હતી. રિવ્યુ વાંચીને ઓેર્ડર આપતા ગ્રાહકો છેતરાતા હતા અને પ્રોડક્ટ હાથમાં આવે ત્યારે માથું કૂટતા હતા. અનેક લોકોને આવો અનુભવ થઇ ચૂક્યો છે. 

ઇ-કોમર્સનો બિઝનેસ ભારતમાં ફૂલ્યોફાલ્યો છે. નાના વેપારીઓને સાથે રાખીને ચાલવાના કારણે અનેક પ્રોડક્ટ તેના પર વેચાય છે અને નાના વેપારીને સીધો પૈસો મળતો થઇ ગયો છે. વિવિધ ઇ-કોમર્સ પ્લેટફોર્મ વચ્ચે તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે. સરકારે એ પણ ધ્યાનમાં રાખવું જોઇએ કે ઇ-કોમર્સવાળા પોતાની પ્રોડક્ટનું માર્કેટીંગ કરવા જાતે જ ખરીદશે અને પછી ગ્રાહક નંબર સાથેની પહેંાચ બતાવીને રિવ્યુ લખશે. માટે સરકારે સ્ક્રીનિંગની સિસ્ટમ વધુ શાર્પ બનાવવી પડશે. લોકોને ઇ-કોમર્સનો ઉપયોેગ  કરવાનું કોઠે પડી ગયું છે માટે સુધારો લાવવો બહુ આસાન નથી. સરકાર બહુ મોડી જાગી છે એમ કહી શકાય.

ગ્રાહકો રિવ્યુના કારણે છેતરાય નહીં તે માટે ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર્સ સાથે અન્ય ખાતાઓએ મળીને ઓનલાઇન કન્ઝ્યુમર રિવ્યુ માટેના સ્ટાન્ડર્ડ નક્કી કર્યા છે. આ ધારાધોરણોને દરેક ઇ-કોમર્સ સાઇટે ફરજિયાતપણે અપનાવવા પડશે. નહીં અપનાવનારાઓ સામે દંડની જોગવાઇ છે. ખોટા રિવ્યુની સામે ગ્રાહક ફરિયાદ કરી શકશે. રિવ્યુ લખનારે પોતાનો ફોન નંબર સહિતની માહિતી તેમજ સરનામું આપવું પડશે. ખોટા રિવ્યુ લખનાર કોઇ પોતાનો  ફોન કે સરનામું આપવા તૈયાર નહીં થાય.

સરકારે ખોટા રિવ્યુની સિસ્ટમને ડામવા નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. ઇ-કોમર્સની સાઇટ પર કામ કરનાર કોઇ  વ્યક્તિ રિવ્યુ ના લખી શકે. જેણે પ્રોડક્ટ ખરીદી હોય તે જ રિવ્યુ લખી શકે.  રિવ્યુ લખવા માટે ઇ-કોમર્સની સાઇટો કોઇ થર્ડ પાર્ટીનો ઉપયોગ નહીં કરી શકે. એટલે કે તેમના વતી બીજું કોઈ રિવ્યુ લખી નહીં શકે. હાલ ફેક રિવ્યુ્ બંધ કરવાનું સ્વૈચ્છિક છે, પરંતુ સરકાર તેને ફરજીયાત બનાવવાનું વિચારી રહી છે. આટલું વાંચ્યા પછી ગ્રાહકો સમજી ગયા છે કે મોટા ભાગના રિવ્યુ તેમને ફસાવવા માટે ઊભા કરાતા હતા. 

Gujarat