ભારતીય લશ્કરમાં રોબોટનો ઉપયોગ કરવા માટેનો પ્લાન

Updated: Jan 25th, 2023


પ્રસંગપટ

રોબોટ ડોગનો ઉપયોગ પણ શરૂ થવા જઇ રહ્યો છે

અમેરિકાએ ઇરાકમાં વિસ્ફોટકો શોધવા અને તેને ડિફ્યુઝ કરવા રોબોટનો ઉપયોગ કર્યો હતો

જ્યારથી રોબોટ (યંત્રમાનવ)માં આધુનિકરણ આવ્યું છે ત્યારથી એ ેચર્ચાએ જોર પકડયું છે કે ભારત તેના લશ્કરની ત્રણેય પાંખમાં રોબોટનો ઉપયોગ કરવા વિચારી રહ્યું છે. તેના કારણે લશ્કરના જવાનોની મહામૂલી જીંદગી બચી શકસે. આધુનિક ટેકનોલોજી સજ્જ રોબોટ જ્યારે આગલી હરોળમાં હશે ત્યારે દુર ટેન્ટમાં બેઠેલા કે અન્યત્ર છુપાયેલા  દેશના જવાનેા હુમલાખોરો પર નજર રાખી શકશે અને રોબોટને ગાઇડ પણ કરી શકસે. ભારત રોબોટને લશ્કરમાં લાવવા માંગે છે કે કેમ તે બાબતે હજુ જાહેરમાં કોઇ ચર્ચા નથી થતી પરંતુ સરકાર હવે રોબોટના ઉપયોગનો વિચાર કરી રહી છે. યુરોપમાં રોબોટનો ઉપયોગ વેઇટર તરીકે કે હોસ્પિટલોમાં થઇ રહ્યો છે. આર્ટીફીશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી તૈયાર કરાયેલા રોબોટ દુશ્મનને ખતમ કરી શકે છે અને દુશ્મનનો માર સહન કરી શકે છે. 

ઓટોમોબાઇલ ઉદ્યોગમાં રોબોટ મોટા પાયે વપરાય છે. પરંતુ તે રોબોટીક મશીનો હોય છે. જ્યારથી રોબોટનો વપરાશ વધ્યો છે ત્યારથી માણસો જ્યાં જોખમ ઉઠાવે છે એવા કામમાં રોબોટનો ઉપયોગ કરવાનું વિચારાતું હતું. જેમકે ક્યાંક આગ લાગી હોય ત્યાં આગની જ્વાળાઓ વચ્ચે માણસના બદલે રોબોટને મોકલવા માટેનો આગ્રહ શરૂ થયો છે કેમકે તેનાથી માનવ જીંદગી બચી શકે છે. રોબોટ ડોગનો ઉપયોગ પણ શરૂ થવા જઇ રહ્યો છે. તેને સિક્યોરીટી માટે રાખી શકાય એમ છે. જીવીત ડોગ કરતાં તે વધુ એક્ટીવ અને વધુ સતેજ જોવા મળે છે  કેમકે તેમાં સેન્સર અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ફીટ  કરેલી હોય છે. રોબોટની સિસ્ટમ એવી હોય છે કે દુર બેઠા બેઠા તેના પર કન્ટ્રોલ રાખી શકાય છે. લશ્કરમાં રોબોટ વાપરવામાં આવશે ત્યારે યુધ્ધની આખી સિસ્ટમ બદલાઇ જશે અને તેમાં માણસોનો ઉપયોગ ઓછો થઇ જશે. 

આર્ટીફીશ્યલ ઇન્ટલીજન્સ(AI) ને લશ્કરના કામ માટે વિકસાવવી પડશે. સરહદ પર કામ કરતો રોબોટ અને હોટલમાં કામ કરતા રોબોટ વચ્ચે બહુ મોટો તફાવત છે. લશ્કરમાં રોબોટના ઉપયોગ માટે જર્મન અને ફ્રાન્સ તૈયાર થયા છે એમ અમેરિકા પણ રોબોટના ઉપયોગ માટે હીમાયત કરી રહ્યું છે .જર્મને રોબોટથી ચાલતા ફાઇટર જેટ યુરોડ્રોન (“Eurodrone,”) ૨૦૪૦થી શરૂ કરશે એવી જાહેરાત કરી છે. રોબોટમાં રહેલી એપ્લીકેશનના ઉપયોગથી તેને ઓપરેટ કરી શકાશે. ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશને (DRDO) અનેક રોબોટ તૈયાર કર્યા છે જેમાં દિવાલો કૂદતા અને પાણીમાં તરી શકતા રોબોટ પર રીસર્ચ ચાલે છે. લદ્દાખ જેવા માઇનસ ૩૦ ડિગ્રી વાળી જગ્યાઓ પર રોબોટની ગોઠવણી માનવ હાની બચાવી શકે છે.  ગમે તેટલી ઉંચાઇએ પણ રોબોટને ગોઠવી શકાય છે અને તેમાં ફીટ કરેલા કેમેરાના કારણે પહાડો પર થતી મૂવમેન્ટ પણ આસાનીથી જાણી શકાશે.

રોબોટને લશ્કરમાં કેવી રીતે ઉપયોગ કરવા તે પરની રીસર્ચને રોબોસેન (RoboSen) તરીકે ઓળખાય છે. છ પગ વાળા રોબોટ પર પણ સંશોધન ચાલી રહ્યું છે.રોબોટ માટેની રેસમાં ભારત બહુ પાછળ નથી પરંતુ ભારતે રોબોટ માટે એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ નથી કર્યો માટે તેને લશ્કરમાં તાત્કાલીક ગોઠવી શકાય એમ નથી. લશ્કર સિવાયના ક્ષેત્રોમાં રોબોટનો ઉપયોગ વધારવા માટે મોટી કંપનીઓ પહેલ કરી રહી છે. લશ્કરમાં વાપરવાના રોબોટ માટે આધુનિક સંશોધનો જેવાં કે આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ, ફાઇવ-જીનો ઉપયોગ, રોબોટીક પ્રોસેસ ઓટોમેશન, ક્વોન્ટમ ટેકનોલોજી, એડવાન્સ મટીરીયલ્સ, એડવાન્સ કોમ્પ્યુટીંગ, સેમીકન્ડક્ટર ટેકનોલોજી, હાયપર સોનીક ટેકનોલોજી, બ્લેકચેઇન ટેકનોલોજી વગેરે મહત્વના બની જાય છે. 

દરીયા નીચે શું ચાલી રહ્યું છે તે સમજવા ડોમેઇન અવેરનેસ ટેકનોલોજીનો ઉપયોગ કરાતો હોય છે. લશ્કરમાં રોબોટના ઉપયોગનું માર્કેટ ૨૦૨૫માં ૨૪ અબજ ડોલરનું હશે એમ મનાય છે. અમેરિકાએ ઇરાકમાં વિસ્ફોટકો શોધવા અને તેને ડિફ્યુઝ કરવા રોબોટનો ઉપયોગ કર્યો હતો. જે એક્સપ્લોઝીવલી ફોર્મ્ડ પ્રોજેક્ટાઇલ્સ તરીકે ઓળખાય છે.  ભારતમાં ૧૨૫ સ્ટાર્ટઅપ ડિફેન્સ ક્ષેત્રે કામ કરી રહ્યા છે. લશ્કરમાં આગલી હરોળમાં રોબોટ હશે તો તે ફાઇટ કેવી હશે તેની કલ્પના કરવા જેવી છે.

    Sports

    RECENT NEWS