મોરારજી દેસાઇની યુરીન થેરાપી અમેરિકનો ધ્યાનથી સાંભળતા હતા

Updated: Jan 11th, 2023


- પ્રસંગપટ


- શંકર મિશ્રાની મિસ્ચીફ કોઇ રીતે માફીને લાયક નથી 

- યુએઇમાં યુરીન માટેની અલગ પાઇપ લાઇન છે જે જાહેરમાં રોપેલા વૃક્ષોને પીવડાવાય છે

એર ઇન્ડિયાનો યુરીન એપિસોડ બહુ ચગ્યો છે. ભારતમાં જાહેરમાં યુરીન કરવાની પ્રથા હજુ પણ ઠેર ઠેર જોવા મળેે છે. એરઇન્ડયાના કિસ્સામાં શંકર મિશ્રાએ કરેલી મિસ્ચીફ કોઇ રીતે માફીને લાયક નથી. ૭૦ વર્ષની મહિલા વળતો પ્રહાર કરી શકે એમ નહોતી નહીંતર અન્ય કોઇ હોત તો મામલો મારામારી સુધી પહાચી જાત. હવેના એર પ્રવાસ સલામતી વિહોણા બનતા જોય છે. ક્યારેક કોઇ પેેસેન્જરને ફટકારાય છે. ક્યારેક એર હાસ્ટેસ એમ કહે છે કે હું તમારી સર્વન્ટ નથી. સોરી સોરી કહીને મામલો ઠંડો પાડી દેવાય છે પરંતુ આ વખતે એર ઇન્ડિયાની વહિવટી પોલ ખુલી ગઇ છે. અહીં મહત્વનું એ છે કે એર ઇન્ડિયાના યુરીન એપિસોડના કારણે યુરીન સંદર્ભના અનેક નવા પોપડા ખુલ્યા છે.

હાઇવે પર લોકો કાર ઉભી રાખીને યુરીન પાસ કરતા હોય છે. ડાયાબીટીસનો દર્દી હોય તો તેને યુરીન પાસ કરવા વધુ વાર જવું પડે છે.કેટલાક દર્દીઓને ડોક્ટરને સૂચના આપી હોય છે કે યુરીનને બહુ સમય રોકી રાખવું નહી જોખમી  બની શકે છે. યુરીનથી વધુ પડતી સૂગ ઉભી કરાઇ છે. ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇ પીવા માટે પાણીની જગ્યાએ યુરીનનો ઉપયોગ કરતા હતા તે બહુ જગ જાહેર વાત છે.

મોરારજી દેસાઇ વડાપ્રધાન બન્યા પછી અમેરિકાની મુલાકાતે ગયા ત્યારે ભારતમાં તેમનો વિરોધ ચાલતો હતો અને અમેરિકાના ભારતીયોને પણ તેમને આવકારવામાં બહુ રસ નહોતો. વાત ૧૯૭૮ની છે. પરંતુ જ્યારે મોરારજી દેસાઇએ પોતે યુરીન નો ઉપયોગ કરે છે અને તેને ફાયદા વર્ણવ્યા ત્યારે લોકો તેમને સાંભળવા તલપાપડ બન્યા હતા. ત્યારે ભારતીય નેતાઓનો ભાગ્યેજ ઇન્ટરવ્યૂ કરતા સીબીસી ટીવીએ તેમનો ૬૦ મનિટનો ઇન્ટરવ્યૂ કર્યો હતો.

 વિમાન પ્રવાસમાં પણ મોરારજી દેસાઇ નેચરોપેથી પર લેક્ચર આપી દેતા હતા.તે ગાયના યુરીનનો ઉપયોગ કરવાનો પણ આગ્રહ રાખતા હતા. વિશ્વ હિન્દુ પરિષદની ઓફિસો અને જગન્નાથ મંદિરમાં ગાયનું ડિસ્ટીલ કરેલું યુરીન મળે છે.

જે લોકો ગામડાના જીવન સાથે સંકળાયેલા છે તે જાણે છે કે ઘેટા બકરાં ચરાવનારાઓને તે ખેતરમાં રહેવાની છૂટ આપે છે જેથી તેમની લીંડી-યુરીન(સ્ટૂલ) વગેરે ખેતરમાં ખાતર તરીકે કામ લાગે છે.

ટ્રાન્સપોર્ટ પ્રધાન નિતીન ગડકરીએ એક વાર કહ્યું હતું કે મારા બંગલાના ફૂલ ઝાડને હું મારૂં યુરીન આપીને લીલાછમ રાખું છું. તેમના નિવેેદનનો ભારતમાં સખત્ત વિરોધ થયો હતો પરંતુ વિરોધ કરનારાઓને એ ખબર નથીકે યુેએઇમાં યુરીન માટેની અલગ પાઇપ લાઇન છે જે જાહેરમાં રોપેલા વૃક્ષોને પીવડાવાય છે.

મોટા પદયાત્રા સંઘો જ્યારે  દુર સુધી જતા હોય છે ત્યારે સંઘોના ઉતારાની નજીક આવેલા ખેતરોના રખેવાળ સવારે બહાર દંડા લઇને ઉભા રહે છે કેમકે હજાર માણસોના સંઘમાં લોકો વહેલી સવારે ઉઠીને કુદરતી હાજતે જવાનું થાય એટલે નજીકના ખેતરમાં દોડી જાય છે. જો હજાર લોકો ખેતરનો હાજત માટે ઉપયોગ કરે તો તે ગંધાઇ ઉઠે. એટલે લોકો પોતાના ખેતરમાં ઘૂસી ના જાય માટે રખેવાળો બહાર ઉભા રહી જાય છે.

રાહુલગાંધીના ભારત જોડો યાત્રામાં કુદરતી ક્રિયા માટે ખાસ વાન સાથે રાખવામાં આવી છે. પદયાત્રા કરનારા એકલ દોકલ લોકો કુદરતી હાજત માટે વહેલી સવારના અંધારાનો ઉપયોગ કરે છે. મોટા પ્રદર્શનોમાં જ્યંા લાખો લોકો આવે છે ત્યાં યુરીન માટે વાન ઉભી રખાય છે. જ્યાં કાયમી સ્તરે પદયાત્રા થાય છે એવા અમદાવાદથી ડાકોરના માર્ગ પર ઉભા થયેલા સેવા કેન્દ્રોમાં કુદરતી ક્રિયા રીલીઝ કરવા ખાસ લેટ્રીન, વોશરૂમ ઉભા કરાયા છે.

હાઇવે પર કાર લઇને જનારા જાહેરમાં યુરીન કરતી વખતે ઝાડી એટલા માટે શોધે છે કે કોઇ તેમને જોઇ ના જાય. સત્તાવાળાઓએ હાઇવે પરના ચોક્કસ અંતર પર વોશરૂમ ઉભા કરવા જોઇએ. જે સ્વચ્છ અને પાણીની સવલતો વાળા હોવા જોઇએ. અમદાવાદમાં કોર્પોરેશનના જાહેર યુરીનલોમાં દારૂની કોથળીઓ સહીતની ગંદકી હોય છે. જેટલા એક્સપ્રેસ હાઇવે ટેકનોલોજી આધારીત હોય છે એવાજ ચોખ્ખા તેના વોશરૂમ હોવા જોઇએ. એક્સપ્રેસ હાઇવે પર લેવાતા ટોલ ટેક્ષમાં વોશરૂમના વપરાશનો ખર્ચ પણ આવી જાય છે. વિદેશ પ્રવાસે જતા રાજકારણીઓે ત્યાંની હાઇવે પરની વોશરૂમ સિસ્ટમનો અમલ ભારતમાં કરવા તૈયાર નથી કેમકે તે ભારતને ગંદુ રાખવા માંગે છે.


    Sports

    RECENT NEWS