For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સાતલપુર તાલુકાના મઢુત્રા નજીક મળેલ ઘુડખરને સારવાર મળે તે પહેલા મોત

- સાત ઘુડખરના મોતની તપાસ વચ્ચે વધુ એક મોત

- વનવિભાગ દ્વારા મૃત ઘુડખરને રાધનપુર લાવી પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવવામાં આવ્યું

Updated: Jun 21st, 2021

Article Content Imageરાધનપુર તા.20

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલ કચ્છના નાના અને મોટા રણને સરકાર દ્વારા ઘુડખર અભ્યારણ તરીકે જાહેર કરવામાં આવેલ છે.થોડા સમય પહેલા પણ અહીં સાત ઘુડખરના મોત થયા હતા તે જગ્યાએ ફરી એક અશક્ત ઘુડખર વનવિભાગને મળ્યું હતું જેને સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું હતું.

 સાતલપુર તાલુકા ના મઢુત્રા નજીક જંગલ અને રણ વિસ્તાર નો સમન્વય થાય છે તેવી જગ્યા પર ૨૦ દિવસ અગાઉ ૭ના મોત થયા હતા જેના કંકાલ વન વિભાગને મળ્યા હતા ઘુડખર ના મોત બાબતે વનવિભાગ દ્વારા તપાસ કરવાની વાત વહેતી થઇ હતી સાત ઘુડખર ના મોતની ચાલુ તપાસ વચ્ચે તા.૨૦ મી જુનના બપોરે એક ઘુડખર મઢુત્રા નજીક અશક્ત હાલતમાં પડયું હોવાના સમાચાર સાતલપુર વનવિભાગના આર.એફ.ઓ ને મળતા તેઓએ તાત્કાલિક પોતાના સ્ટાફને મઢુત્રા તરફ રવાના કર્યો હતો. વનવિભાગના કર્મચારીઓ સ્થળ પર જઈ તપાસ કરતા અશક હાલતમાં ઘુડખર મળી આવ્યું હતું અશક્ત ઘુડખર ને વાહનમાં ભરી વનકર્મીઓ સારવાર અર્થે સાતલપુર લાવતા હતા તે દરમિયાન રસ્તામાં ઘુડખરનું મોત નીપજ્યું હતું. ઘુડખરનું મોત થતા તેને પીએમ માટે રાધનપુર ખાતે આવેલ વનવિભાગની કચેરીએ લાવવામાં આવ્યું હતું અહીં રાધનપુર અને વારાહીના વેટરનરી ડોક્ટરો દ્વારા ઘુડખરનું પેનલ પીએમ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘુડખરના મોત અંગેનું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળશે તેવું વનવિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Gujarat