ગુજરાતનું ગૌરવ: માતરના વતની રાજેન્દ્ર શાહને ક્રીસ્ટલ ઈગલ એવોર્ડ
- વિદ્યાનગરની એસ.પી. યુનિવર્સિટીની મીકેનીકલ એન્જીનીયરીંગની ડિગ્રી ધરાવે છે
- ખડાયતા સમાજમાં સક્રિય સેવા: મોન્ટ કારલા સ્ટેટ યુનિ.માં ડીરેક્ટર તરીકે સેવા આપે છે
ન્યુજર્સી, તા. 18 નવેમ્બર 2019, સોમવાર
મૂળ ગુજરાતના માતર ગામના રહેવાસી રાજેન્દ્ર શાહે ૧૯૮૨માં એસ.પી. યુનિવર્સિટી, વિદ્યાનગર ખાતે મીકેનીકલ એન્જીનીયરીંગની ડીગ્રી પ્રાપ્ત કરી અમેરીકામાં વધુ અભ્યાસ માટે આવી તેમણે ન્યુયોર્ક કોલેજ, પેન્સીલવેનીયામાંથી માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ ન્યુજર્સી, પેન્સીલવેનીયા તેમજ વીસકોસીન રાજ્યમાં પ્રોફેશનલ એન્જીનીયરનું રજીસ્ટર લાયસન્સ ધરાવે છે.
રાજેન્દ્રભાઈ હોસ્પીટલ મેન્ટેન્શ, ડીઝાઈન, કન્સ્ટ્રક્શન પાવર પ્લાન્ટ, સીક્યુરીટી અને એન્વાયમેન્ટલ ક્ષેત્રમાં ખૂબજ ઉંડો અભ્યાસ, સંશોધન તેમજ અનુભવ પ્રાપ્ત કરેલ છે. તેમના મળતાવડા તેમજ નિખાલસ સ્વભાવને કારણે તેઓ તેમના ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે. રાજેન્દ્રભાઈની એન્જીનીયરીંગ ક્ષેત્રે અનેક પ્રત્યક્ષ અને પરોક્ષ સિદ્ધિઓને ધ્યાનમાં લઈ (ASHE) American society of Healthcare Engineerlt નેશનલ લેવલે 'ક્રીસ્ટલ ઈગલ' એવોર્ડથી નવાજવામાં આવેલ છે. તેઓને "a Life Time Distinguish Achivement award by New Jersey Professional Engineer's Association. He is also recipient of the Tri state region's Emerging Leader Award and New Jersey's Facilities' Engineer of the year award"
તેઓ ખડાયતા સમાજમાં સક્રિય સેવા આપે છે. હાલમાં રાજેન્દ્રભાઈ મોન્ટ કારલા સ્ટેટ યુનિવર્સિટીમાં ડીરેક્ટર ઓફ મીકેનીકલ સર્વીસ ડીપાર્ટમેન્ટમાં સેવા આપી રહ્યા છે.