For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શિકાગોના ભારતીય સીનિયર સિટિઝનોએ કરેલ 'તુલસી વિવાહ'ની ઉજવણી

Updated: Nov 14th, 2022

Article Content Image


શિકાગો, તા. 14 નવેમ્બર, 2022, સોમવાર 

 

૫ નવેમ્બર, ૨૦૨૨ના રોજ શિકાગોના ભારતીય સીનિયર સિટિજનોએ કરેલ  'તુલસી વિવાહ'ની ઉજવણી શિકાગોના કેરોલ સ્ટ્રીમ IL માં રાણા રેગન સેન્ટર ખાતે કરવામાં આવી હતી. આ સમારોહમાં 500થી વધુ સભ્યોએ હાજરી આપી હતી. શિકાગોની ખૂબ જ લોકપ્રિય ગાયિકા નીપા શાહ અને શ્વેતા કોઠારી અને તેમના ગ્રુપ દ્વારા લાઈવ લગનના ગીતો સાથે વરઘોડો, લગન વિધિનો કાર્યક્રમ બપોરે 3 વાગ્યે શરૂ કરવામાં આવ્યો હતો.

Article Content Image


'તુલસી વિવાહ ક્રિષ્ના (લાલા) બાજુ યજમાન ભૂપેન્દ્રભાઈ અને જયાબેન રાણપરિયા હતા, તુલસી બાજુ યજમાન તેજસ અને ક્રિષ્ના શાહ હતા. કાર્યક્રમની શરૂઆત ગાયિકા નીપા શાહ અને સ્વેતા કોઠારી દ્વારા ગણેશ સ્તુતિથી કરવામાં આવી હતી.  BSC ઉપપ્રમુખ બચુભાઈ પાઘડાળે અને BSC મેનેજિંગ ટ્રસ્ટી પરસોતમભાઈ પંડયા દ્વારા તમામ BSC સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આમંત્રિત મહેમાનોને તેમજ તમામ પ્રાયોજકોને તુલસી વિવાહની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ હિન્દુ પૂજારી રોહિત જોષી અને ઠાકોર ભટ્ટે સ્ટેપ બાય સ્ટેપ તમામ લગ્નવિધિ કરાવેલ, લગનવિધિ દરમિયાન બીએસસીના સભ્ય શારદાબેન પાઘડાળે લીલી લીલી નંદરાયજીની વાડીયુ રે એમા ખીલ્યા છે...... તુલસી વિવાહ ગીત ગાયું હતું. BSC ટ્રેઝરર મદારસંગ ચાવડા અને જોઇન્ટ ખજાનચી ઈન્દુભાઈ વાઘાણી અને દામિની પટેલે  'તુલસી વિવાહ' માટે દાન સ્વીકારવામાં મદદ કરી હતી.

 નોંધ: વિદેશોમાં વસવાટ કરતા ભારતીયો માટે ગુજરાત સમાચાર શરૂ કરી રહ્યુ છે એક વિશેષ વિભાગ આપના આસપાસના વિસ્તારમા બનતા સામાજીક ધાર્મિક કે સંસ્થાકિય જેવા કાર્યક્રમોની વિગતો આપના પોતિકા ગુજરાત સમાચારની વેબસાઇટ પર પ્રસારિત કરવા માટે ફોટોગ્રાફ અને વીડિયો સાથેની વિગતો અમને મોકલી આપો.

સંપર્ક: gsns.global@gmail.com

Mo.No. +91-8799236060

Gujarat