For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લચિત બરફૂકન : ભારતના શોર્યની અમર ગાથા

Updated: Nov 24th, 2022

Article Content Image

- મુઘલ સામ્રાજ્યના ક્રૂર સૈન્યને ભારતના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ઘુસી આવતા અટકાવનાર મહાન યોદ્ધાની 400મી જન્મજ્યંતિ

- શું આપણે એક રાષ્ટ્ર તરીકે સ્ટોકહોમ સિન્ડ્રોમનો ભોગ બન્યા છીએ? આક્રમણકારીઓને આપણા પોતાના તરીકે સ્વીકારવા માટે શું આપણે લચિત બરફૂકન જેવા મહાન ભારતીય નાયકોની ઉપેક્ષા કરવા તૈયાર છીએ?

- દેશની સૌથી યુવા વસ્તી ધરાવતું અમારું રાજ્ય આસામ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એક વિશાળ પરિવર્તનની ટોચ પર છે

- લેખક : ડૉ. હિમંતા બિસ્વા સરમા મુખ્ય મંત્રી, આસામ

- 1671ની સરાઈઘાટની ઐતિહાસિક લડાઈ વખતે લચિત બરફૂકનનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો. ઓછાં સંસાધનો, ઓછી સૈન્યશક્તિ અને તાલીમબદ્ધ સૈન્ય ન હોવા છતાં એમણે વશાળ મુઘલ સેનાને હરાવી.

મને ૧૯૮૨નું વર્ષ બહુ સારી રીતે યાદ છે. હું સાતમા ધોરણમાં હતો અને મેં મારા ઇતિહાસના અભ્યાસક્રમમાં મહાવીર લચિત બરફૂકન પર એક પ્રકરણ વાંચ્યું હતું. તેમની સૈન્ય બહાદુરી વિશે જાણીને મારા પર ઊંડી છાપ પડી. મેં એ પ્રકરણ એક વાર નહીં, બે વાર નહીં પણ અનેક વાર વાંચ્યું. વાંચન સાથે તેમની બહાદુરી અંગે મારી સમજ વધુ સ્પષ્ટ થતી ગઈ. જેમ જેમ હું મોટો થતો ગયો અને ઇતિહાસનાં નવાં-નવાં પુસ્તકો શોધતો ગયો તેમ તેમ તેમની બહાદુરી વિશે વાંચતાં મને ઘણો તફાવત જોવા મળ્યો. મુઘલ સામ્રાજ્યનું ગૌરવ દર્શાવતાં અનેક પ્રકરણો મળી શકે છે, પરંતુ ભારતના સૌથી બહાદુર સેનાપતિ, લચિત બરફૂકનને ખૂબ ઓછું મહત્ત્વ આપવામાં આવ્યું છે, જેમણે ક્રૂર મુઘલ સૈન્યના ઉત્તર પૂર્વીય વિસ્તરણને સફળતાપૂર્વક અટકાવ્યું હતું. આનાંથી મારા મનમાં સવાલ ઉદભવ્યો - શું આપણે એક રાષ્ટ્ર તરીકે સ્ટોકહોમ સિન્ડ્રોમનો ભોગ બન્યા છીએ? આક્રમણકારીઓને આપણા પોતાના તરીકે સ્વીકારવા માટે શું આપણા પોતાના નાયકોની ઉપેક્ષા કરવા તૈયાર છીએ?

તે સમયના ઈતિહાસના પુસ્તકોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવાથી એક અલગ પેટર્ન જોવા મળી. આસામના સંદર્ભો ફક્ત ૨૦૦ વર્ષથી વધુ સમય સુધી વિસ્તરેલા જોવા છે, જે વિદ્યાર્થીઓની એક આખી પેઢીને ખોટી ધારણા આપે છે કે આસામ અને ઉત્તર-પૂર્વનો ઉદ્ભવ અંગ્રેજોએ ભારત પર કબજો મેળવ્યો તે પછી જ થયો હતો. તેણે મારી આશંકાને સમર્થન આપ્યું કે જે બૌદ્ધિકોએ આ રીતે ઈતિહાસ લખવાનું પસંદ કર્યું તે માત્ર એક ઈકોસિસ્ટમનું વિસ્તરણ હતું, જેણે લાંબા સમયથી ભારતના ઉત્તર-પૂર્વ, તેના લોકો અને તેની સંસ્કૃતિને દૂરની સરહદી ચોકીઓ તરીકે જ માન્યું હતું. 

આથી એક આત્મનિર્ભર ભારત ગર્વથી લચિત બરફૂકનની ૪૦૦મી જન્મજયંતિની ઉજવણી કરે છે, ત્યારે તેમનાં શૌર્યપૂર્ણ કાર્યોને મારા સાથી નાગરિકો સમક્ષ રજૂ કરવાની હું મારી સમ્માનીય ફરજ માનું છું.

લચિત બરફૂકનને રાજા ચક્રધ્વજ સિંઘ (૧૬૬૩-૧૬૬૯) દ્વારા અહોમ સેનાના સેનાપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જ્યારે મુઘલોએ આસામમાં રાજ્યના કેટલાક ભાગો પર કબજો કર્યો હતો. રાજા ચક્રધ્વજ મુઘલોને અવગણવા માટે મક્કમ હતા અને ઔરંગઝેબ દ્વારા તેમને મોકલવામાં આવેલા સન્માનનાં વસ્ત્રો પહેરવાનો ઇનકાર કર્યો હતો, એમ કહીને કે, વિદેશીઓને આધીન જીવન જીવવા કરતાં મૃત્યુ વધુ સારું છે. ૧૬૬૫માં તેમના મંત્રીઓ અને અધિકારીઓ સાથેની વ્યૂહાત્મક બેઠકમાં તેમણે કહ્યું, 'હું કોઈ વિદેશી સત્તા હેઠળ જીવી શકતો નથી. હું સ્વર્ગસ્થ રાજાનો વંશજ છું, હું કેવી રીતે વિદેશીઓને શ્રદ્ધાંજલિ આપી શકું?'

લચિત બરફૂકન પાસે એક લક્ષ્ય હતું - મુઘલોને ભગાડવાનું

તે સમયે નિરાશ અહોમ સૈનિકો એવા નેતા માટે ઝંખતા હતા, જે તેમને આદેશ આપે, પ્રેરણા આપે અને તેમનામાં વિશ્વાસ જગાડે. સાચા રાજનીતીજ્ઞાની કસોટી એ છે કે એનામાં સૌથી અંધકારમય ઘડીમાં ખીલવાની ક્ષમતા છે કે કેમ. લચિતે તે જ કર્યું. તેઓ તેમની સેનાને અસંભવ કાર્ય માટે તૈયાર કરવામાં સફળ રહ્યા, જેથી મુઘલો ઘૂંટણિયે પડયાં. 

૧૬૭૧ની સરાઈઘાટની ઐતિહાસિક લડાઈ વખતે તેમનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો. ઓછાં સંસાધનો, ઓછી સૈન્યશક્તિ અને તાલીમબદ્ધ સૈન્ય ન હોવા છતાં લચિત બરફૂકને રામ સિંહની આગેવાનીમાં વિશાળ મુઘલ સેનાને હરાવી. 

એ જ યુદ્ધમાં લચિતે શક્તિનું પ્રદર્શન કર્યું. સંખ્યાત્મક શક્તિનું નહીં, પરંતુ  ઉપલબ્ધ સંસાધનોના ન્યાયપૂર્ણ અને સર્જનાત્મક ઉપયોગ દ્વારા પ્રતિકૂળતાને તકમાં ફેરવવાની ક્ષમતા દર્શાવી. ઓછાં સંસાધનો, ઓછા માનવબળ અને પ્રશિક્ષિત સૈન્યની ગેરહાજરી હોવા છતાં લચિતે રામ સિંહની આગેવાની હેઠળ વિશાળ મુઘલ સૈન્યને હરાવ્યું. પોતાના દેશને આઝાદ રાખવા માટે 'કરો યા મરો'ના સંકલ્પ ઉપરાંત તેમણે તેમની દૂરંદેશી અને મક્કમતાથી આ કર્યું.

લચિતની એક શાનદાર વ્યૂહાત્મક ચાલ યુદ્ધના સમય અને સ્થળની પસંદગી પ્રમાણે બદલવાની હતી. લચિતે અધીરા અને અતિશય આત્મવિશ્વાસ ધરાવતા ઔરંગઝેબને પોતાની સેનાને મેદાનોમાંથી નદી તરફ વાળવા માટે મજબૂર કર્યો. આવું કરવું જરુરી હતું, કારણ કે લચિત વિશ્વમાં એકમાત્ર એવા સેનાપતિ હતા કે જેમના રાજ્યની સમુદ્ર સુધી પહોંચ ન હોવા છતાં તેમણે એક વિશાળ નૌકાદળનું નિર્માણ કર્યું હતુ. મુઘલો પાસે નૌસેના સામે લડવાનું કૌશલ્ય ન હતું. લચિતેે બ્રહ્મપુત્રાના ઝડપી વહેણથી યુદ્ધ-નૌકાઓને છુપાવવા માટે ગુવાહાટીના દિઘાલીપુખુરીનો બંદર તરીકે કુશળતાપૂર્વક ઉપયોગ કર્યો. અહીં જ મુઘલો સામે લડવા માટે નૌકાદળની નૌકાઓને હિલોઈસ અને તોપોથી સજ્જ કરવામાં આવી હતી. સરાઈઘાટમાં આ સરળ નવીનતાની આક્રમણકારોને ખૂબ મોટી કિંમત ચુકવવી પડી. અહીં બ્રહ્મપુત્રાનો સૌથી સાંકડો વિસ્તાર છે અને નૌકાદળનાં હુમલા માટે આદર્શ છે. 

આ પરાક્રમ લચિતને રાષ્ટ્રીય પ્રતીક બનાવે છે, એક એવું વ્યક્તિત્વ જે કાયમ માટે સ્મૃતિમાં અને ભારતીય ઇતિહાસમાં અંકિત થયેલું છે. સરાઈઘાટનું યુદ્ધ એ માત્ર મધ્યયુગીન કાળનું બીજું ઐતિહાસિક યુદ્ધ જ નહોતું, આ એક એવો વિજય હતો જેણે આસામ અને પૂર્વોત્તર ભારતની ઓળખ તેમજ સંસ્કૃતિને મુઘલોનાં તાબામાંથી બચાવી હતી. ભારતીય ઈતિહાસ રાણા પ્રતાપ અને શિવાજી જેવા યોદ્ધાઓ અને બહાદુરોની શાનદાર ગાથાઓથી ભરપૂર છે, જેમણે મધ્યયુગીન કાળના પ્રારંભથી જ આક્રમણકારોથી સંસ્કૃતિને બચાવવા માટે બહાદુરીપૂર્વક લડાઈ લડી. આવા બહાદુર યોદ્ધાઓના ઇતિહાસ અને સ્મૃતિએ બ્રિટિશ સંસ્થાનવાદી શાસન સામેના લાંબા સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન પણ ભારતીયોને પ્રેરણા આપી હતી.

ઐતિહાસિક અહેવાલો જણાવે છે કે સરાઈઘાટના યુદ્ધ દરમિયાનના એક નિર્ણાયક તબક્કે લચિત બરફૂકન ખૂબ જ બીમાર પડયા હતા અને તેમને યુદ્ધના મેદાનમાં ન જવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ લચિત સમજતા હતા કે તેમની ગેરહાજરી સેનાને નિરાશ કરશે. ત્યાર પછી તેમને એમ કહેતા ટાંકવામાં આવ્યા હતા કે, 'જ્યારે મારા દેશવાસીઓ આક્રમણથી પીડાઈ રહ્યા છે, જ્યારે મારી સેના લડી રહી છે અને તેના જીવનનું બલિદાન આપી રહી છે, ત્યારે હું બીમારીને કારણે મારા શરીરને આરામ કેવી રીતે આપી શકું? જ્યારે મારો આખો દેશ મુશ્કેલીમાં છે ત્યારે હું મારી પત્ની અને બાળકોના પાસે જવાનો વિચાર કેવી રીતે કરી શકું?' આ લચિત બરફૂકન હતા, જેમના માતૃભૂમિ પ્રત્યેના પ્રેમે મૃત્યુને પણ અસ્થાયીરૂપે દૂર રાખ્યું હતુ. 

સૌથી પડકારજનક લડાઈઓ જીતવાની હિંમત ભારતમાતા પ્રત્યેના બિનશરતી પ્રેમથી ઉત્પન્ન થાય છે, જે મારા માટે લચિતના જીવનમાંથી મેળવેલી સૌથી મોટી પ્રેરણા છે. જ્યારે વ્યક્તિ 'રાષ્ટ્ર પ્રથમ, કુટુંબ અને સ્વ સહિત બધું બીજું' આ ફિલોસોફીને અપનાવે છે ત્યારે તેની અનુભૂતિ અદમ્ય હિંમતને જાગૃત કરે છે. આ હિંમત કોઈ પણ પ્રકારનાં જોખમોને ખતમ કરી શકે છે.

આસામ આજે એક મહત્વપૂર્ણ ક્રોસરોડ પર છે. દેશની સૌથી યુવા વસ્તી ધરાવતું અમારું રાજ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એક વિશાળ પરિવર્તનની ટોચ પર છે. એણે સરાઈઘાટની જેમ અનેક લડાઈઓ લડવાની છે. કટ્ટરવાદ, ઇસ્લામિક આતંકવાદ, માદક દ્રવ્યોના પ્રતિબંધ, વસ્તીવિષયક પરિવર્તન અને ગેરકાયદેસર ઇમિગ્રેશન સામેની અમારી લડાઇ નિર્ણાયક રીતે જીતવાની છે. વિજય હાંસલ કરવા માટે અમારે ઘણા લચિત બરફૂકનની જરૂર પડશે અને મને વિશ્વાસ છે કે તે અમારા અત્યંત પ્રતિભાશાળી યુવાનોમાંથી બહાર આવશે. ભારતના એક મહાન સેનાપતિના જીવનને જન-આંદોલન તરીકે ઉજવવાના અમારા પ્રયાસો આપણી ભાવિ પેઢીમાં રાષ્ટ્રવાદ અને હિંમતની ભાવના કેળવવામાં તથા નવા ભારતનું નિર્માણ કરવામાં મદદરૂપ થશે.

Gujarat