For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગલવાન કોતરમાં અમારા જવાનો માર્યા ગયા હતા, આખરે ચીને સ્વીકાર્યું કે અથડામણ થઇ’તી

Updated: Sep 18th, 2020

Article Content Image

- વીસ તો નહીં પણ થોડાક જવાનો શહીદ થયા હતા- ગ્લોબલ ટાઇમ્સે 94 દિવસ બાદ કબૂલ્યું

નવી દિલ્હી તા.18 સપ્ટેંબર 2020 શુક્રવાર

છેલ્લા થોડા સમયથી ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદે સતત ટેન્શન પ્રવર્તી રહ્યું હતું. ભારતીય લશ્કરે ગલવાન કોતરમાં ઘુસણખોરી કરવાની કોશિશ કરી રહેલા ચીની જવાનોને ખદેડી કાઢ્યા હતા. આ દરમિયાન થોડાક ચીની જવાનો માર્યા ગયા હતા પરંતુ ગઇ કાલ સુધી ચીન આ વાત કબૂલ કરતું નહોતુ. 

હવે ચીને કબૂલ કર્યું હતું કે ગલવાન કોતરમાં થયેલી અથડામણમાં પિપલ્સ લિબરેશન આર્મીના જવાનો શહીદ થયા હતા. ચીનની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે એવા અહેવાલ પ્રગટ કર્યા હતા કે ગલવાન કોતરની અથડામણમાં અમારા જવાનો ઠાર થયા હતા. 

ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘના એક નિવેદનના સમર્થનમાં ગ્લોબલ ટાઇમ્સના વડા તંત્રી હૂ ઝિજીને એવી ટ્વીટ કરી હતી કે ગલવાન કોતરની અથડામણમાં પિપલ્સ લિબરેશનના કેટલાક જવાનો માર્યા ગયા હતા. ભારત વીસ જવાનો શહીદ થયા હોવાનું કહે છે પરંતુ મારા ખ્યાલ મુજબ મરનારની સંખ્યા ઓછી  હતી.

ગુરૂવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘે રાજ્યસભામાં કહ્યું હતું કે ચીન કોઇ પૂર્વ ઉશ્કેરણી વિના લદ્દાખ સરહદે તનાવ સર્જી રહ્યું હતું અને ચીની લશ્કરના જવાનો સાથેની ગલવાન કોતરની અથડામણમાં ચીનના વીસ જવાનો ઠાર થયા હતા. લદ્દાખમાં પરિસ્થિતિ ગંભીર છે પરંતુ ભારતીય લશ્કર કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ હતી.

રાજનાથ સિંઘે વધુમાં કહ્યું હતું કે પેંગોંગ વિસ્તારમાં ભારતને પેટ્રોલિંગ કરતા દુનિયાની કોઇ શક્તિ રોકી શકે એમ નથી, પેંગોંગ સરોવર ભારતનો એક આંતરિક હિસ્સો છે અને પોતાના પ્રદેશનું રક્ષણ કરવાનો ભારતને અધિકાર હતો.

જૂનની 15મીએ ચીની સૈનિકોએ ભારતીય સરહદમાં ઘુસણખોરી કરવાનેા પ્રયાસ કર્યો હતો. ભારતીય જવાનોએ એ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ત્યારબાદ સતત ચીન અને ભારત વચ્ચે તનાવ સર્જાતો રહ્યો હતો.




Gujarat