For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જાન્યુઆરીમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને ૨.૭૬ ટકા, દસ માસની નીચલી સપાટી

રીટેલ પછી ડબ્લ્યુપીઆઇ ફુગાવામાં પણ ઘટાડો

ડિસેમ્બર, ૨૦૧૮માં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ૩.૮ ટકા હતો

Updated: Feb 14th, 2019


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૪Article Content Image

જાન્યુઆરીમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ઘટીને ૨.૭૬ ટકા થયો છે. જે દસ મહિનાની નીચલી સપાટી દર્શાવે છે. ખાદ્યાન્ન અને પેટ્રો પેદાશોના ભાવ ઘટવાને કારણે જાન્યુઆરીમાં જથ્થાબંધ ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે. 

ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, ૨૦૧૮માં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો(ડબ્લ્યુપીઆઇ) ૩.૮ ટકા હતો જ્યારે જાન્યુઆરી, ૨૦૧૮માં આ ફુગાવો ૩.૦૨ ટકા હતો. માર્ચ ૨૦૧૮માં ડબ્લ્યુપીઆઇ ફુગાવો ૨.૭૪ ટકા હતો. 

ગયા મહિનાની સરખામણીમાં જાન્યુઆરીમાં બટાકા, ડુંગળી, ફળો અને દૂધના ભાવમાં ઘટાડો થયો છે તેમ સરકાર દ્વારા જારી કરાયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે આ સપ્તાહની શરૃઆતમાં જ જાન્યુઆરી, ૨૦૧૯ના રીટેલ ફુગાવાના આંકડા જારી કરવામાં આવ્યા હતાં. જાન્યુઆરી, ૨૦૧૯માં રીટેલ ફુગાવો ૨.૦૫ ટકા હતો.

ઉલ્લેખનીય છે કે ફુગાવાના ઘટતા જતા વલણને જ ધ્યાનમાં રાખીને આરબીઆઇએ નાણાકીય નીતિની સમીક્ષામાં વ્યાજ દરોમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો હતો.


Gujarat