For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આતંકવાદ અને કટ્ટરવાદ સામેની લડાઇમાં અમે ભારતની સાથે : સાઉદીના ક્રાઉન પ્રિન્સ સલમાન

- પાક.ને અબજોની લહાણી કરી ક્રાઉન પ્રિન્સ ભારતના પ્રવાસે

- ક્રાઉન પ્રિન્સે આતંકવાદની ટીકા કરી પણ પાકિસ્તાનનું નામ લેવાનું ટાળ્યું

Updated: Feb 20th, 2019

Article Content Image

બન્ને દેશો વચ્ચે પાંચ કરારો, સાઉદી અરેબિયાનો ભારતમાં ૧૦૦ અબજ ડોલરના રોકાણનો દાવો 

નવી દિલ્હી, તા. ૨૦ ફેબ્રુઆરી, 2019, બુધવાર

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પાકિસ્તાન બાદ ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. બન્ને વચ્ચે યોજાયેલી આ મુલાકાત બાદ સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું હતું જેમાં ક્રાઉન પ્રિન્સે દાવો કર્યો હતો કે આતંકવાદ અને કટ્ટરવાદ સામે લડવામાં સાઉદી અરેબિયા ભારતને દરેક પ્રકારની સહાય કરવા માટે તૈયાર છે. ક્રાઉન પ્રિન્સ અને નરેન્દ્ર મોદી વચ્ચેની આ બેઠક ત્યારે યોજાઇ રહી છે જ્યારે કાશ્મીરના પુલવામામાં ૪૪ જેટલા જવાનો શહીદ થયા છે અને તેને કારણે દેશમાં દુ:ખની લાગણી ફેલાઇ ગઇ છે. 

આ મિટિંગ દરમિયાન નરેન્દ્ર મોદી અને ક્રાઉન પ્રિન્સ સલમાન બન્ને ખુશ જોવા મળ્યા હતા. મોદીએ આ મિટિંગ બાદ જારી સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે પુલવામા હુમલો સમગ્ર વિશ્વ પર ફેલાયેલા આતંકવાદને ખુલ્લુ પાડતી ઘટના છે. હવે સમગ્ર વિશ્વએ આતંકવાદ સામેની લડાઇમાં એક થવું જ પડશે નહીં તો આવનારા દિવસોમાં આ આતંકવાદ સમગ્ર વિશ્વને વધુને વધુ ભરડામાં લેતો જશે.

દરમિયાન ભારત અને ઇરાન બન્ને વચ્ચે પાંચ કરારો પણ થયા હતા. જ્યારે સાઉદી ક્રાઉન પ્રિન્સ સલમાને જણાવ્યું હતું કે આતંકવાદ હવે સમગ્ર વિશ્વ માટે ખતરો બની ગયો છે, જેને પહોંચી વળવા માટે ભારત સહીતના અમારા પાડોશી દેશોને અમે સાથ આપવા માટે તૈયાર છીએ. જોકે ક્રાઉન પ્રિન્સે સીધી રીતે પુલવામા હુમલા માટે પાકિસ્તાનની ટીકા કરવાનું ટાળ્યું હતું. 

મોદીએ દાવો કર્યો હતો કે અમારી બન્નેની અર્જેન્ટીનાની મુલાકાત બાદ ભારત અને ઇરાનના સંબંધો વધુ મજબુત બની રહ્યા છે. હવે સમય આવી ગયો છે કે આ એનર્જી સંબંધોને સ્ટ્રેટેજીક પાર્ટનરશીપમાં ફેરવીએ. ક્રાઉન પ્રિન્સ સલમાન આ પહેલા પાકિસ્તાનની મુલાકાત લીધી હતી, જ્યાં કરોડો રૃપિયાની સહાય પાકિસ્તાનને આપવાની જાહેરાત કરી હતી. સાઉદી અરેબિયાના વિદેશી બાબતોના પ્રધાન અદેલ અલ ઝુબેરીએ જણાવ્યું હતું કે ભારત અને સાઉદી અરેબિયાના સંબંધો તો અમારા ડીએનએમાં છે. બન્ને દેશોના વડાઓ મળીને આ સંબંધોને નવી ઉંચાઇ ઉપર લઇ જશે જેનાથી બન્ને દેશોને ફાયદો થશે.

Gujarat