For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં કોરોના બેકાબૂ છતાં કાર્યક્રમોની છૂટ કેમ : સુપ્રીમ

- દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અત્યંત ખરાબ હોવાનું કહી સુપ્રીમે સરકારોને ઝાટકી

- કોરોનાની અતિ ગંભીર પરિસ્થિતિમાં પણ ગુજરાતમાં સરકારે લગ્ન પ્રસંગોને મંજૂરી આપતા સુપ્રીમ નારાજ

Updated: Nov 23rd, 2020

Article Content Image

રાજ્યો પાસેથી સુપ્રીમે કોરોનાની સ્થિતિ અંગે સંપૂર્ણ રિપોર્ટ માગ્યો, શુક્રવારે વધુ સુનાવણી

નવી દિલ્હી, તા. 23 નવેમ્બર, 2020, સોમવાર

કોરોના વાઇરસને કાબુમાં લેવામાં નિષ્ફળ ગુજરાત સહિતના રાજ્યોને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે અને સરકારની કામગીરી પર અનેક સવાલો ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અશોક ભૂષણની આગેવાનીમાં સુપ્રીમ કોર્ટની બેંચે ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર, આસામ પાસેથી કોરોના મહામારી સામે શું પગલા લીધા તેનો સંપૂર્ણ રિપોર્ટ માગ્યો છે.  સાથે જ રાજ્ય સરકારોને કહ્યું છે કે તેઓ કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકાર પાસેથી કેવા પ્રકારની મદદ ઇચ્છે છે જણાવવામાં આવે.

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત, દિલ્હી સહિત કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસોમાં ઝડપથી ઉછાળો જોવા મળ્યો છે. પરિસિૃથતિ એવી છે કે હોસ્પિટલમાં વેન્ટિલેટર વાળા બેડની અછત ઉભી થાય તેવી ભીતિ છે. જેને પગલે હવે ફરી કેટલાક રાજ્યો કરફ્યૂ તરફ વળી રહ્યા છે જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે કે જ્યાં હાલ ચાર શહેરોમાં રાત્રી કરફ્યૂ લાગુ કરવું પડયું છે. 

ગુજરાત સરકારને ફટકાર લગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દિલ્હી, મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં કોરોનાની સિૃથતિ વધુ ખરાબ છે. તેમ છતા રાજ્ય સરકારે લગ્ન પ્રસંગો યોજવાની છુટ આપી છે. સરકારની ઝાંટકણી કાઢતા સુપ્રીમ કોર્ટની બેંચમાં સામેલ ન્યાયાધીશ એમ.આર. શાહે ગુજરાત સરકાર વતી હાજર સરકારી વકીલને સવાલ કર્યો હતો કે આ શુ થઇ રહ્યું છે? કોરોનાનો રોકવા માટે સરકારની નીતિ શું છે? આ બધુ શું રહ્યું છે? 

દિલ્હી સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલ સંજય જૈને સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે હાલ દિલ્હીમાં સિૃથતિ કાબુમાં છે. સાથે જ આસામની વર્તમાન સિૃથતિ અંગે પણ સુપ્રીમ કોર્ટને જાણકારી આપવામાં આવી હતી. હવે સુપ્રીમ કોર્ટમાં આ સમગ્ર મામલાની સુનાવણી શુક્રવારે કરવામાં આવશે. જે દરમિયાન રાજ્ય સરકારોએ કોરોના મહામારી સામે શું કાર્યવાહી કરી તે સહિતના રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોપવાના રહેશે. 

આ પહેલા સુપ્રીમ કોર્ટે એ બાબતની નોંધ લીધી કે આ ચાલુ માસમાં કોરોનાની સિૃથતિ વધુ સ્ફોટક બની છે. રાજ્ય સરકારોને સવાલ કર્યો હતો કે છેલ્લા બે સપ્તાહથી સિૃથતિ વધુ ખરાબ બની ગઇ છે, જેને પહોંચી વળવા માટે સરકારો શું પગલા લઇ રહી છે તેનો સંપૂર્ણ રિપોર્ટ રજુ કરવામાં આવે.

Gujarat