For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીના રિડેવલપમેન્ટમાં અદાણીને કેમ રસ પડ્યો, જાણો ફાયદા

મુંબઈની ધારાવી વિશ્વની સૌથી મોટી ઝૂંપડપટ્ટીઓમાંની એક છે.

મુંબઈની આ ધારાવી ઝૂંપડપટ્ટીનો વિસ્તાર લગભગ 620 એકરમાં ફેલાયેલો છે

Updated: Dec 2nd, 2022

Article Content Image

મુંબઈ, તા. 2 ડીસેમ્બર 2022, શુક્રવાર 

અદાણી ગ્રૂપે સૌથી વધુ બોલી લગાવીને ધારાવીના રિમોંડેલિંગ પ્રોજેક્ટ લઈ લીધો છે. હવે એ દિવસો દૂર નથી કે મુંબઈ સ્થિત વિશ્વની સૌથી મોટી ઝૂંપડપટ્ટીઓને એક આલીશાન રહેણાંક વસાહત અને કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં બદલી નાખવામાં આવશે.

એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી 'ધારાવી' પણ છે.

ભારત દેશની આર્થિક રાજધાની મુંબઈ સપનાઓનું શહેર તરીકે જાણીતું છે. તેની ભવ્ય બહુમાળી ઇમારતો, 5 સ્ટાર હોટલો, દરિયા કિનારો વગેરે  સામાન્ય રીતે મુલાકાતીઓને આકર્ષે છે, પરંતુ આ સાથે અહીં એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી 'ધારાવી' પણ છે.

પાયાની સુવિધાઓ વગર બે ટાઈમ રોટલાનો જુગાડમાં કેવી રીતે કરે છે ઝૂંપડપટ્ટીધારકો

Article Content Image

આ ઝૂંપડપટ્ટીમાં  લગભગ 60 હજારથી વધુ નાનાં મોટા પરિવારો વસવાટ કરે છે, આ સાથે ઘણી ફેક્ટરીઓ પણ આ સાંકડી ગલીઓમાં ચાલે છે. માનવજીવનનો વાસ્તવિક સંઘર્ષ જોવો હોય તો આ ટાઉનશીપથી સારી કોઈ જગ્યા નહી હોય. પાયાની સુવિધાઓ વગર બે ટાઈમ રોટલાના જુગાડમાં કેવી રીતે કરવો એ અહીંના લોકો પાસેથી શીખવું જોઈએ. પરંતુ આ બધા વચ્ચે ધારાવીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

અદાણી ગ્રૂપે આ પ્રોજેક્ટ માટે રૂ. 5,069 કરોડની બોલી લગાવી

પીટીઆઈના અહેવાલ મુજબ 29 નવેમ્બરના રોજ મહારાષ્ટ્ર સરકારે ધારાવીના પુનઃવિકાસ માટે બોલી લગાવી હતી, જેમાં અદાણી જૂથે સૌથી વધુ બોલી આ પ્રોજેક્ટ જીતી લીધો છે. અદાણી ગ્રૂપે આ પ્રોજેક્ટ માટે રૂ. 5,069 કરોડની બોલી લગાવી હતી, જ્યારે  અન્ય 2 ગ્રૂપોએ પણ તેમાં ભાગ લીધો હતો, જેમાં નમન ગ્રૂપ લાયકાત મેળવી શક્યું ન હતું અને આ પ્રોજેક્ટ માટે DLF લિમિટેડ  તરફથી રૂ. 2,025 કરોડની બોલી લગાવવામાં આવી હતી.

ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના સીઈઓ એસવીઆર શ્રીનિવાસના જણાવ્યા અનુસાર, અદાણી ગ્રુપે આ પ્રોજેક્ટ માટે ડીએલએફ લિમિટેડ કરતાં બમણી બોલી લગાવતાં  આ પ્રોજેક્ટના રિડેવલપમેન્ટનું કામ અદાણી ગ્રુપને મળ્યું છે. પરંતુ તે પહેલા તેની સંપૂર્ણ વિગતો મહારાષ્ટ્ર સરકારને મોકલવાની રહેશે. અને મહારાષ્ટ્ર સરકારની મંજૂરી મળ્યા બાદ કામ શરૂ કરવામાં આવશે.

ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટથી અદાણી ગ્રુપને શું ફાયદો

મુંબઈની આ ધારાવી ઝૂંપડપટ્ટીનો વિસ્તાર લગભગ 620 એકરમાં ફેલાયેલો છે, આ વિસ્તાર અદાણી ગ્રુપને રિડેવલપમેન્ટ માટે આપવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારનો આ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ 20 હજાર કરોડ રૂપિયાનો છે અને તે 7 વર્ષમાં પૂરો કરવાનો છે. પરંતુ હવે સવાલ એ છે કે અદાણી ગ્રુપે ધારાવીની તસવીર બદલવા માટે આટલો મોટો પ્રોજેક્ટ કેમ લીધો છે, તેનાથી તેને શું ફાયદો થશે ?

  • મુંબઈમાં લાખો ચોરસ ફૂટ જમીન મળશે જેની કિંમત અજબો રૂપિયા છે.
  • પ્રોજેક્ટ હેઠળ અદાણી ગ્રૂપ મુંબઈમાં જે જમીન લેશે તેમાં ખુબ મોટો આર્થિક ફાયદો થશે

મુંબઈમાં લાખો ચોરસ ફૂટ જમીન મળશે જેની કિંમત અજબો રૂપિયા છે.

મિન્ટના અહેવાલ મુજબ અદાણી ગ્રુપ કરોડો રૂપિયા  ખર્ચ કરશે. પરંતુ સત્ય એ પણ છે કે વર્ષ 1882માં અંગ્રેજો દ્વારા સ્થાપવામાં આવેલી આ ઝૂંપડપટ્ટીના પુનર્વિકાસ માટે મુંબઈમાં લાખો ચોરસ ફૂટ જમીન મળશે જેની કિંમત અજબો રૂપિયા છે.

Article Content Image

પ્રોજેક્ટ હેઠળ અદાણી ગ્રૂપ મુંબઈમાં જે જમીન લેશે તેમાં ખુબ મોટો આર્થિક ફાયદો થશે

ધારાવી ઝૂંપડપટ્ટીનો આ  વિસ્તાર 2.5 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે જેમાં લગભગ 10 લાખની વસ્તી રહે છે.  આ લોકોના પુનર્વસનનું કામ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ અદાણી ગ્રૂપ મુંબઈમાં જે જમીન લેશે તેમાં ખુબ મોટો આર્થિક ફાયદો થશે. મહત્વની વાત એ છે કે આ સાથે ધારાવીની ટાઉનશિપથી  મુંબઈ સ્ટોક એક્સચેન્જ માત્ર 5 કિલોમીટર દૂર છે. જે મધ્ય મુંબઈમાં આવે છે.

ઝૂંપડપટ્ટીની જગ્યાએ બનશે  પાકાં મકાનો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ 

આ વિસ્તારના પુનઃવિકાસ અંતર્ગત અહીં રહેતા લાખો લોકોને પાકાં મકાનો, પાયાની સુવિધાઓ, સ્વચ્છતા અને રહેવા માટે સારી જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના કારણે આવનારા સમયમાં આ સૌથી વધુ ગંદી અને ગીચ ઝૂંપડપટ્ટીને બદલે સૌથી વિકસિત સ્થળ તરીકે ઓળખાશે. અહીંયા બનેલી ઝૂંપડપટ્ટી અને સાંકડી શેરીઓના બદલે સારા મકાનો અને ખુલ્લા રસ્તાઓ હશે. સાથે સાથે કોમર્શિયલ કોમ્પ્લેક્સ પણ બનાવવામાં આવશે. જેના કારણે જમીનની કિંમત પણ વધતી જશે. એક રિપોર્ટ અનુસાર ધારાવી ઝૂંપડપટ્ટીમાં 5 હજારથી વધુ નોંધાયેલા બિઝનેસમેન છે કે જેઓ અહીં પોતાનો બિઝનેસ કરે છે. અહીંયા 15,000 થી વધુ કારખાનાઓ પણ છે. પરંતુ જગ્યાના અભાવે આ ફેક્ટરીઓ ખૂબ નાની શેરીઓ સુધી જ મર્યાદિત છે.

Article Content Image

અદાણી ગ્રૂપે આ પ્રોજેક્ટ માટે રૂ. 5,069 કરોડની બોલી લગાવી

ધારાવી ઝૂંપડપટ્ટીના પુનઃવિકાસનું કામ ઘણા વર્ષોથી અટવાયેલું હતું. વર્ષ 1999માં પ્રથમ વખત મહારાષ્ટ્ર સરકાર તેના પુનઃવિકાસ માટે પ્રસ્તાવ લઈને આવી હતી. જે બાદ વર્ષ 2003-04માં  સરકારે તેની યોજના તૈયાર કરી હતી. સરકારે કંપનીઓ સાથે મળીને તેને રિડેવલપ માટેની યોજના બનાવી હતી. પરંતુ હવે અદાણી ગ્રુપે આ પ્રોજેક્ટ માટે સૌથી વધુ બોલી લગાવીને આ પ્રોજેક્ટ પોતાના હસ્તગત કર્યો છે. મહારાષ્ટ્ર સરકારના આ પ્રોજેક્ટ હેઠળ ધારાવીને બિઝનેસ સેન્ટર તરીકે વિકસાવવા માંગે છે સાથે જ અહીં રહેતા લોકો માટે તેને વધુ સારી રેસિડેન્શિયલ કોલોની બનાવવાની યોજના પણ છે.

સરકારે વર્ષ 2016, 2018 અને વર્ષ 2020 રિડેવલપમેન્ટ માટે ટેન્ડરીંગ કર્યુ હતું પણ... 

મિન્ટમાં પ્રકાશિત થયેલ અહેવાલ મુજબ વર્ષ 2016માં પણ સરકારે તેના રિડેવલપમેન્ટને લઈને ટેન્ડર બહાર પાડ્યા હતા, પરંતુ ત્યારે કોઈ કંપનીને આ પ્રોજેક્ટ મળી શક્યો ન હતો, એ પછી વર્ષ 2018માં ફરીથી સરકારે આ માટે પ્રયાસો કર્યા હતા. એ વખતે અદાણી ગ્રુપે પણ આ પ્રોજેક્ટ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે દરમિયાન અદાણી ગ્રુપને આ પ્રોજેક્ટ મળી શક્યો નહોતો. તે સમય દરમિયાન સેંકલિંક ટેક્નોલોજી કોર્પોરેશને તેની સૌથી વધુ બોલી લગાવી હતી પરંતુ પછી વર્ષ 2020 માં આ સોદો રદ કરવામાં આવ્યો હતો.

નાની જગ્યામાં ઘણા લોકો ઝૂંપડપટ્ટીમાં એકસાથે જ રહે છે અને શૌચાલય, રસોડું વગેરેની સુવિધા પણ નથી

Article Content Image

મુંબઈની આ ધારાવી ઝૂંપડપટ્ટીને એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી કહેવામાં આવે છે. અને આ સાથે જ ગંદકીના મામલે પણ તે સૌથી આગળ છે. સાંકડી શેરીઓના કારણે અહીં સાફ-સફાઈની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી. જગ્યાની ઓછી હોવાથી અહી આખો પરિવાર અહીં એક જ ઘરમાં રહે છે. નાની જગ્યામાં ઘણા લોકો ઝૂંપડપટ્ટીમાં એકસાથે જ રહે છે જ્યાં શૌચાલય, રસોડું વગેરેની પૂરતી સુવિધા પણ નથી.

ડીએલએફ લિમિટેડ કરતાં અદાણી ગ્રુપે સૌથી વધુ બોલી લગાવીને પ્રોજેક્ટ હાંસલ કર્યો

ત્યારબાદ આ વર્ષે 2022 માં આ પ્રોજેક્ટને લઈને ફરીથી બોલી શરૂ થઈ હતી. જેમાં દક્ષિણ કોરિયા સહિત UAEની ઘણી વિદેશી કંપનીઓએ પણ ભાગ લીધો હતો પરંતુ તે ફાઈનલ સોદા સુધી પહોંચી શક્યા નહોતા. તેમાં અદાણી ગ્રુપ, ડીએલએફ લિમિટેડ અને નમન ગ્રુપ પણ સામેલ હતું. પરંતુ નમન ગ્રુપને ગેરલાયક ઠેરવવામાં આવ્યું અને પછી અદાણી ગ્રુપ અને ડીએલએફ લિમિટેડમાંથી અદાણી ગ્રુપે સૌથી વધુ બોલી લગાવીને પ્રોજેક્ટ હાંસલ કરી લીધો.


Gujarat