For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હુમલાની વિરૂધ્ધમાં જમ્મુમાં હિંસક દેખાવો ઠેર ઠેર તોડફોડ અને આગજની

- જવાનોની અવરજવર વખતે હાઈવે ઉપર નાગરિકો ઉપર પ્રતિબંધ: રાજનાથ સિંહ

- હુમલાને ક્યારેય ભૂલીશું નહીં અને ક્યારેય માફ પણ નહીં કરીએ, બદલો લઈશુ: CRPF

Updated: Feb 15th, 2019


સ્થિતિ તંગ બનતા કર્ફયૂ લદાયો, ઇન્ટરનેટ સેવા પણ બંધ

(પીટીઆઈ) જમ્મુ, તા. 15 ફેબ્રુઆરી, 2019, શુક્રવાર

જમ્મુમાં હિંસક દેખાવો પછી કર્ફ્યુ લગાવાયો હતો. સમગ્ર રાજ્યમાં હાઈએલર્ટ જાહેર કરાયો હતો. સરકારે ઉશ્કેરણીજનક સામગ્રીનો ફેલાવો અને અફવાઓ અટકાવવા માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી હતી. ગૃહમંત્રીની મુલાકાતને પગલે સુરક્ષા વધુ મજબૂત બનાવાઈ હતી.

જમ્મુ-કાશ્મીરમાં જવાનો ઉપર થયેલા આતંકવાદી હુમલા પછી સુરક્ષાતંત્રએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તેના પગલે જમ્મુ-કાશ્મીરમાં કેટલાય સ્થળોએ હિંસક દેખાવો થયા હતા. દેખાવોને પગલે કર્ફ્યુ લગાવાયો હતો. સમગ્ર રાજ્યમાં હાઈએલર્ટ જારી કરાયો હતો અને ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. હુમલાના વિરોધમાં ઠેર ઠેર આક્રમક દેખાવો  વાહનો સળગાવીને લોકોએ વિરોધ વ્યક્ત કર્યો

કાશ્મીરના પુલવામા, શોપિયાં, કુલગામ અને અનંતનાગ જેવા જિલ્લાઓમાં સર્ચ ઓપરેશન શરૃ કરાયું હતું અને ઈન્ટરનેટ સેવા બંધ રાખવામાં આવી હતી. કાશ્મીરના સંવેદનશીલ જિલ્લાઓ અને ગામડાંઓ લશ્કરી છાવણીમાં ફેરવાયા હતા.

દરમિયાન ગૃહમંત્રી રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરની મુલાકાત કરીને સુરક્ષા વ્યવસ્થા તપાસી હતી. એ પછી ગૃહમંત્રીએ જાહેરાત કરી હતી કે હવે જવાનોની અવરજવર વખતે હાઈવે ઉપર નાગરિકોના જવા ઉપર પ્રતિબંધ મૂકાશે. તેમણે કહ્યું હતું કે નાગરિકોને મુશ્કેલી પડશે તે બદલ સરકારને દુખ છે, પરંતુ સુરક્ષાના કારણોસર આ નિર્ણય ખૂબ જરૃરી છે.

તેમણે હુર્રિયત કોન્ફરન્સના નેતાઓનું નામ લીધા વગર ચેતવણી આપી હતી કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પાસેથી ફંડ લઈને કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિને સમર્થન કરતા કોઈ પણ અલગતાવાદી નેતાઓને છોડાશે નહીં અને એ બધાની સામે કાર્યવાહી થશે.

સીઆરપીએફે પણ આ હુમલાના સમર્થનમાં ખૂબ જ મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે અમે આ હુમલાને ક્યારેય ભૂલીશું નહીં અને ક્યારેય માફ પણ કરીશું નહીં. હુમલાનો બરાબર બદલો લેવાશે એવો સંકેત આપીને સીઆરપીએફના ટ્વિટર એકાઉન્ટ ઉપરથી ટ્વીટ કરવામાં આવી હતી.

Gujarat