For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

માલ્યાએ પ્રત્યાર્પણ આદેશ સામે અપીલ કરવાની મંજૂરી માગી

સ્પેશિયલ જજ આ અપીલ અંગે બે થી ચાર સપ્તાહમાં જવાબ આપશે

બ્રિટનના ગૃહ પ્રધાને માલ્યાના પ્રત્યાર્પણ આદેશ પર સહી કરી દીધી છે

Updated: Feb 15th, 2019


(પીટીઆઇ) લંડન, તા. ૧૫Article Content Image

બેંકો સાથે ૯૦૦૦ કરોડની છેતરપિંડીના આરોપોનોે સામનો કરી રહેલા અને ભાગેડું વિજય માલ્યાએ બ્રિટનની હાઇકોર્ટમાં અરજી કરી બ્રિટનના ગૃહ પ્રધાન દ્વારા સહી કરવામાં આવેલા પ્રત્યાર્પણ આદેશની વિરુદ્ધ અપીલ કરવા માટેની પરવાનગી માગી છે. 

બ્રિટનના ગૃહ પ્રધાન સાજિદ જાવીદે માલ્યાના પ્રત્યાર્પણ આદેશ પર સહી કર્યાના દસ દિવસ પછી માલ્યા દ્વારા આ અપીલ માટેની મંજૂરી માગવામાં આવી છે. 

બ્રિટનની કોર્ટના એક પ્રતિનિધિએ જણાવ્યું છે કે અરજી પર નિર્ણય લેવા માટે આ અપીલ સ્પેશિયલ જજને મોકલવામાં આવી છે. જેના પર બે થી ચાર સપ્તાહમાં જવાબ આવવાની શક્યતા છે. 

જો વિશેષ જજ માલ્યાની અરજીનો સ્વીકાર કરશે તો આગામી સમયમાં આ અગે સુનાવણી થશે. જો માલ્યાની અરજી ફગાવી દેવામાં આવશે તો તેની પાસે નવો ફોર્મ દાખલ કરવાનો વિકલ્પ બાકી રહેશે.


Gujarat