For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતની સૌથી ઝડપી ટ્રેન વંદે ભારત સાથે સર્જાઈ વિચિત્ર દુર્ઘટના, જાણો

Updated: Feb 24th, 2019

Article Content Imageનવી દિલ્હી,તા. 24. ફેબ્રુઆરી 2019 રવિવાર

ભારતની પહેલી સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત ફરી એક વખત દુર્ઘટનાગ્રસ્ત થઈ છે.

શનિવારે સાંજે ટ્રેન ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી પસાર થઈ રહી હતી ત્યારે સામેથી રાજધાની ટ્રેન આવી રહી હતી.બંને ટ્રેનોના ટ્રેક વચ્ચે અંતર ઓછુ હતુ બીજી તરફ ઝડપથી પસાર થઈ રહેલી ટ્રેનોના કારણે હવાનુ  દબાણ સર્જાયુ હતુ અને તેનાથી ટ્રેકની બાજુ પર પડેલા પથ્થરના ટુકડા ઉછળીને ટ્રેનની ડ્રાઈવર કેબિનના વિન્ડ સ્ક્રિન સાથે ટકારાયા હતા.

કેટલાક કોચની બારીઓને પણ નુકાસન થયુ હોહાવના અહેવાલો મળ્યા છે.ટ્રેનમાં મોજુદ ટેકનિશિયનોની ટીમે નુકસાનનો અંદાજ મેળવ્યો છે.જોકે તે પછી ટ્રેનની ઝડપ ઓછી કરી દેવામાં આવી હતી.

આ પહેલા ટ્રેન પર પથ્થરો મારવાની ઘટનાઓ પણ બની ચુકી છે.

Gujarat