For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હાઇસ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન વચ્ચે જ અટકી, જાણો કારણ

Updated: Feb 16th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 16 ફેબ્રુઆરી 2019, શનિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જે હાઇ સ્પીડ ટ્રેનને લીલીઝંડી દેખાડી. તે ટ્રેનમાં બીજા જ દિવસે બ્રેક લાગી છે. ઉત્તરપ્રદેશના ટૂંડલા પાસે ટ્રેનને ઇમર્જન્સીમાં રોકવી પડી. રેલવે અધિકારીઓ પ્રમાણે આવુ થયું તો છે. કદાચ રખડતા પશુઓ ટ્રેક પર આવવા ને કારણે આવું થયું હશે. જ્યારે ટ્રેન વારાણસીથી રાત્રે પરત ફરી રહી હતી ત્યારે રાતમાં કોઇ પશુ ત્યાંથી પસાર થયું, જે કારણે ટ્રેનને વહેલી સવારે 5.30 વાગ્યે ટૂંડલાથી 18 કિમી દૂર ટ્રેનને ઇમર્જન્સીમાં રોકવી પડી.

ઉલ્લેખનિય છે કે, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નવી દિલ્હી થી વારાણસી વચ્ચે સપ્તાહમાં 5 દિવસ ચાલશે. આ ટ્રેનનું ઉદ્ધાટન વડાપ્રધાન મોદીએ 15 ફેબ્રુઆરીએ કર્યું હતું. 130 કિમીની ઝડપે ચાલતી ભારતની આ સૌથી ઝડપી ટ્રેનને પહેલી ટ્રીપમાં જ રોકવી પડી.
Gujarat