Get The App

UIDAIની નવી જાહેરાત: QR કોડ અને નવી એપથી ફટાફટ થશે આધાર વેરિફિકેશન, જાણો વિગતવાર

Updated: Dec 7th, 2025

GS TEAM

Google News
Google News
UIDAIની નવી જાહેરાત: QR કોડ અને નવી એપથી ફટાફટ થશે આધાર વેરિફિકેશન, જાણો વિગતવાર 1 - image


UIDAI New Announcement : નવી એપથી અને QR કોડ ફટાફટ આધાર વેરિફિકેશ મામલે UIDAIએ નવી જાહેરાત કરી છે. સરકાર ટૂંક સમયમાં એક નવો નિયમ લાગુ કરશે. જેમાં હોટલ, ઇવેન્ટ આયોજક અને અન્ય સંસ્થાઓને ગ્રાહકોના આધાર કાર્ડની ફોટોકોપી રાખવા પર પ્રતિબંધ મૂકાશે. વર્તમાન આધાર કાયદા મુજબ, કારણ વગર કોઈના આધારની ફોટોકોપી રાખવી ગેરકાયદેસર છે.

QR કોડ અને નવી એપથી ફટાફટ થશે આધાર વેરિફિકેશન

UIDAIના CEO ભુવનેશ કુમારે જણાવ્યું હતું કે, 'આવી સંસ્થાઓએ હવે ઓફલાઇન વેરિફિકેશન માટે નોંધણી કરાવવી પડશે. ત્યારબાદ તેમને નવી ટેકનોલોજી પ્રાપ્ત થશે, જેમાં તેઓને QR કોડ સ્કેન અથવા નવી આધાર એપ દ્વારા વ્યક્તિઓને ઓળખવાની મંજૂરી આપશે. આ નવા નિયમનો હેતુ કાગળ આધારિત વેરિફિકેશનને દૂર કરવાનો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, 'નવી પ્રક્રિયામાં સંસ્થાઓને API (એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ) દ્વારા તેની સિસ્ટમમાં આધાર વેરિફિકેશન એકીકૃત કરવાની મંજૂરી આપશે. UIDAI હાલમાં એક નવી એપનું બીટા પરીક્ષણ કરી રહ્યું છે. આ એપ દર વખતે કેન્દ્રીય આધાર ડેટાબેઝ સાથે કનેક્ટ થયા વિના ચકાસણીને મંજૂરી આપશે. તેનો ઉપયોગ એરપોર્ટ, દુકાનો અને હોટલ જેવા સ્થળોએ થઈ શકે છે. જે ઓફલાઇન ચકાસણીને સરળ બનાવશે, કાગળકામની જરૂરિયાત ઘટાડશે અને વપરાશકર્તાઓના આધાર ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરશે.'

આ પણ વાંચો: ઈન્ડિગો ફ્લાઈટ સંકટ વચ્ચે ભારતીય રેલવેની મોટી જાહેરાત, 3 દિવસમાં 89 સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

નવા એપની મદદથી ઉપયોગકર્તા પોતાનું એડ્રેસ અપટેડ કરી શકશે અને પરિવારને એ સભ્યોને પણ જોડી શકશે કે જેમની પાસે મોબાઈલ નથી. આ એપ ડિજિટલ પ્રોફેશન ડેટા પ્રોટેક્શન એક્ટ હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે અને આગામી 18 મહિનામાં સંપૂર્ણરીતે લાગુ થવાની સંભાવના છે. આ નવી રીતથી આધાર સેવામાં ગોપનીયતા અને સુરક્ષા બંને સુનિશ્ચિત કરી શકાશે.

Tags :