For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પુલવામામાં બે આતંકી ઠાર, જવાન શહીદ : પૂંચમાં વિસ્ફોટકો જપ્ત

- કુપવાડામાં પાકિસ્તાની સેનાનો ભારે તોપમારો

- પાકિસ્તાન આતંકીઓને ઘુસાડવાના પ્રયાસો કરી રહ્યું છે, સૈન્ય આક્રમક જવાબ આપવા માટે તૈયાર : પોલીસ વડા

Updated: Jun 23rd, 2020

Article Content Image

જમ્મુ, તા. 23 જૂન, 2020, મંગળવાર

પોલીસે જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકીઓ અને સીઆરપીએફ જવાનો વચ્ચે સામસામે ભારે ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં અંતે બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. જ્યારે ઓપરેશન દરમિયાન એક જવાન પણ શહીદ થયેલ છે. જ્યારે કેટલાક જવાનોને સામાન્ય ઇજા પહોંચી છે. દક્ષિણ કાશ્મીરમાં સૈન્ય દ્વારા આ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું હતું. 

જ્યારે તપાસ અભિયાન ચાલી રહ્યું હતું ત્યારે જ આતંકીઓને સૈન્યની હાજરીની જાણકારી મળી ગઇ હતી, બાદમાં આતંકીઓએ સૈન્ય પર ભારે તોપમારો કરી દીધો હતો. આ ઓપરેશનમાં અંતે બે આતંકીઓને સૃથળ પર જ ઠાર મારવામાં આવ્યા હતા. જોકે આતંકીઓની ગોળી વાગતા એક જવાને પણ જીવ ગૂમાવ્યો છે. 

બીજી તરફ કુપવાડામાં પાકિસ્તાની સૈન્ય દ્વારા ભારે તોપમારો કરવામાં આવ્યો હતો, બપોર બાદ આ તોપમારો પાકિસ્તાન સૈન્યએ કર્યો હતો. મોર્ટાર મારો અને સાથે અન્ય હિથયારોનો પણ ઉપયોગ કર્યો હતો. આ તોપમારાનો ભારતીય સૈન્ય દ્વારા પણ આક્રામક રીતે જવાબ આપવામાં આવ્યો હતો.

જોકે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ હોવાના અહેવાલો નથી. પૂંચ સેક્ટરમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી જેના આધારે તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જોકે આતંકીઓ નહોતા મળ્યા પણ તેના દ્વારા છુપાવવામાં આવેલા હિથયારો અને વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. 

એસઓજી (સ્પેશિયલ ઓપરેશન્સ ગુ્રપ), રાષ્ટ્રીય રાઇફલ્સ અને સૃથાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે તપાસ અભિયાન શરૂ કરાયું હતું, પૂંચમાં પણ મોટા પ્રમાણમાં આતંકીઓ હોવાની બાતમી વારંવાર મળતી હોય છે. જેના આધારે આ તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. અહીંથી એક યુનિવર્સલ મશિનગન, 222 રાઉન્ડ પણ મળી આવ્યા હતા.  

જમ્મુ કાશ્મીર પોલીસ વડા દિલબાગસિંહે જણાવ્યું હતું કે પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને ઘુસાડવાના પ્રયાસો કરી રહ્યું છે. જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરે તોયબાના આતંકીઓને તૈયાર કરીને પાકિસ્તાન ગમે ત્યારે કાશ્મીરમાં ઘુસાડી શકે છે. 

કુપવાડા અને બારામુલ્લામાં હાલ ગોળીબાર કરી આતંકીઓને કાશ્મીરમાં ઘુસાડવાના જે પ્રયાસો પાકિસ્તાન કરી રહ્યું છે તેના પર અમારી ચાંપતી નજર છે. સાથે જ પોલીસે એમ પણ કહ્યું હતું કે શ્રીનગરમાંથી એક યુવક ગુમ થયો હતો, જે બાદમાં આતંકી સંગઠન સાથે મળી ગયો હોવાના અહેવાલો છે. આ યુવકનું નામ હિલાલ અહેમદ ડાર છે અને તે આતંકીઓ સાથે મળી ગયો છે.

Gujarat