For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મધ્ય પ્રદેશની પન્ના ખાણમાંથી કુલ રૂપિયા 90 લાખના બે હિરા મળ્યા

- બે મજુરો રાતોરાત લખપતિ બની ગયા

- એકની કિંમત આશરે 30 તો બીજાની આશરે 60 લાખ રૂપિયા હોવાનો અંદાજ

Updated: Nov 3rd, 2020


(પીટીઆઇ) પન્ના, તા. 3 નવેમ્બર, 2020, મંગળવાર

મધ્ય પ્રદેશની પન્ના જિલ્લાની ખાણમાંથી બે ખાણીયાઓને 7.44 અને 14.98 કેરેટના બે  હિરા  મળતા તેઓ રાતોરાત લખપતિ બની ગયા હતા, એમ એક અધિકારીએ કહ્યું હતું. દિલીપ મીસ્ત્રીને  જારૂઆપુરની ખાણમાં 7.44 કેરેટ અને લખન યાદવને ક્રિષ્ણા કલ્યાણપુર વિસ્તારની ખાણમાંથી 14.98 કેરેટનો હિરો મળ્યો હતો, એમ ડાયમંડ ઇન્સપેકટર અનુપમ સિંહે આજે કહ્યું હતું.

બંને હિરાઓને સોમવાર ડાયમંડ ઓફિસમાં જમા કરાવી દીધા હતા અને હવે તેની હરાજી કરાશે, એમ કહીને અધિકારીએ ઉમેર્યું હતું કે ખાણીઓને 12.5 ટકાની રોયલ્ટીની રકમ કાપ્યા પછી બાકીની રકમ આપી દેવામાં આવશે.બંને હિરાઓની ચોક્કસ કિમંત તો સત્તાવાળાઓ દ્વારા નક્કી કરાશે, પરંતુ 7.44 કેરેટના હિરાના 30 અને 14.98 કેરેટના હિરાના આશરે રૂપિયા સાઇઠ લાખ તો મળશે જ.

દરમિયાન બંને ખાણીઓ આ સમાચાર સાંભળી અત્યંત ખુશ થઇ ગયા હતા. બે એકર જમીન ધરાવતા નાના ખેડુત યાદવ માટે તો આ ખુબ મોટી રકમ કહેવાય.'આ પૈસાથી હું મારા બાળકોને ખુબ ભણાવીશ'.

મિસ્ત્રીએ ક્હયું હતું કે ' ચાર ખાણીઓના જુથનો હું એક ભાગ છું અને છેલ્લા છ મહિનાથી અમારી ખાનગી જમીનમાંથી હિરા કાઢવા અમે ખુબ મહેનત કરીએ છીએ.ઇશ્વર કૃપાથી મને મહેનતનો ફળ મળ્યો હતો'. બંદેલખંડના પછાત વિસ્તારમાં આવેલી પન્ના  હિરાની ખાણ  માટે પ્રખ્યાત છે.

Gujarat