For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તાનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ

Updated: Feb 20th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 20 ફેબ્રુઆરી 2019 બુધવાર

પુલવામામાં આતંકી હુમલા બાદ ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને બેનકાબ કરવાના પ્રયત્નમાં છે. સચોટ પુરાવાની સાથે પાકિસ્તાનના આતંકપરસ્ત થવાની જાણકારી દુનિયાના અન્ય દેશોને સોંપી રહ્યુ છે પરંતુ આ વચ્ચે માઈક્રો બ્લૉલિંગ સાઈટ ટ્વીટરે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું પર્સનલ ટ્વીટર હેન્ડલ સસ્પેન્ડ કરી દીધુ છે.

ટ્વીટરે મંગળવારે રાત્રે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉક્ટર મોહમ્મદ ફૈઝલનું પર્સનલ ટ્વીટર હેન્ડલ સસ્પેન્ડ કરી દીધુ છે. મીડિયામાં આવતા સમાચારો અનુસાર પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવક્તા ડૉક્ટર ફૈઝલના અંગત ટ્વીટર હેન્ડલને સસપેન્ડ કરી દીધા છે.

જોકે ટ્વીટર તરફથી થયેલી આ કાર્યવાહી પર વધારે જાણકારી આવી નથી. ડૉક્ટર ફૈઝલ પોતાના ટ્વીટર હેન્ડલથી કુલભૂષણ જાધવ કેસની સતત જાણકારી શેર કરી રહ્યા હતા. કુલભૂષણ જાધવ કેસની સુનાવણી આ સમયે હેગમાં આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ચાલી રહી છે. સાથે જ તેમની પર એ પણ આરોપ છે કે કાશ્મીર વિશે પણ સતત ટીકા કરી રહ્યા હતા.

અગાઉ પાકિસ્તાને મંગળવારે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારત પર આરોપ લગાવતા કહ્યુ કે કુલભૂષણ જાધવની તેમની ધરતી પર આતંકી અને વિધ્વંસક ગતિવિધિમાં સંલિપ્ત હતા. જે ભારતીય નીતિની વાસ્તવિક અભિવ્યક્તિ છે. પાકિસ્તાનના એટર્ની જનરલ અનવર મંસૂર ખાને કહ્યુ કે આઝાદી બાદથી જ ભારત, પાકિસ્તાનને બરબાદ કરવાની નીતિ ચલાવી રહ્યા છે અને આ છેલ્લા કેટલાક વર્ષોમાં, કેટલાક રૂપો અને અભિવ્યક્તિઓ દ્વારા સામે આવી છે.

Gujarat