દિલ્હીમાં ડિવાઈડર પર સૂઈ રહેલા લોકો માટે કાળ બન્યો ટ્રક, 4ના મોત


- પોલીસે કેસ દાખલ કરીને દુર્ઘટનામાં સામેલ વાહનની ઓળખ મેળવવા અનેક ટીમની રચના કરી

નવી દિલ્હી, તા. 21 સપ્ટેમ્બર 2022, બુધવાર

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના સીમાપુરી વિસ્તારમાં એક ટ્રક આજે વહેલી સવારે ડિવાઈડર પર સૂઈ રહેલા લોકો પર કાળ બનીને ફરી વળ્યો હતો. ડિવાઈડર પર સૂઈ રહેલા 7 લોકો પર ટ્રકના પૈડાં ફરી વળતા 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. તે સિવાય દુર્ઘટનાનો ભોગ બનેલા અન્ય 3 લોકોની સ્થિતિ પણ ગંભીર છે. 

વહેલી સવારે આશરે 4:00 કલાકે આ દુર્ઘટના બની હતી. પોલીસે આ અંગે કેસ દાખલ કરીને દુર્ઘટનામાં સામેલ વાહનની ઓળખ મેળવવા માટે અનેક ટીમની રચના કરી છે. 

ટ્રક ચાલકની બેદરકારીના કારણે મોતને ભેટેલા ચારેય પુરૂષોની ઉંમર 25 વર્ષથી વધારે છે. જ્યારે એક 16 વર્ષીય અને 30 વર્ષીય યુવકની સ્થિતિ ગંભીર છે. 

City News

Sports

RECENT NEWS