For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજસ્થાનમાં બેકાબુ ટ્રક લગ્નની જાનમાં ઘૂસી ગઇઃ 13ના મોત

Updated: Feb 19th, 2019

Article Content Imageજયપુર, તા. 19 ફેબ્રુઆરી 2019, મંગળવાર

રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના છોટી સાદડી ક્ષેત્રમાં સોમવારે રાતે મોટી દુર્ઘટના સર્જાઇ હતી. એક બેકાબુ ટ્રક બિંદોલી જુલુસ (લગ્નની જાન) માં ઘૂસી ગઇ હતી. જુલુસમાં મોટી સંખ્યામાં લોકો હતાં. ટ્રકની અડફેટમાં આવીને 4 બાળકો સહિત 13 જણાના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતાં અને અન્ય 22 જણા ઇજાગ્રસ્ત થઇ ગયાં હતાં. 

પોલીસના જણાવ્યા અનુસાર નિંબાહેડાથી બાંસવાડા તરફ જતાં નેશનલ હાઇવે 113 પર આ અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર રામદેવ મંદિર પાસે પૂરઝડપે આવી રહેલી ટ્રક અચાનક બેકાબુ થઇ ગઇ અને રોડના છેડે ચાલી રહેલી બિંદોલી જુલુસમાં ઘૂસી ગઇ. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ગંભીર રીતે ઇજા પામેલા 12 જણાને ઉદયપુર મોકલવામાં આવ્યાં છે. 

દુર્ઘટનામાં મૃતક તમામ લોકો ગાડિયા લોહર જાતિના છે જે બિંદોલી જુલુસમાં સામેલ હતાં. એવી આશંકા વ્યક્ત થઇ રહી છે કે અંધારાના કારણે ટ્રક ડ્રાઇવરને લોકો દેખાયા નહીં અને આ દુર્ઘટના સર્જાઇ. જોકે અકસ્માતનું ખરું કારણ તો તપાસના અઁતે જ બહાર આવશે. હાલ પોલીસ આ મામલામાં તપાસ કરી રહી છે. 

Gujarat