Get The App

તૃણમૂલના ઉમેદવાર અભિનેત્રી મિમિ ચક્રવર્તી પાસે 2.43 કરોડની સંપતિ

- બે કારની માલિક અભિનેત્રી પાસે રૂ. 8.85 લાખનું ઝવેરાત

- જાદવપુરમાંથી ઉમેદવારીપત્રમાં આપેલી વિગતો

Updated: Apr 27th, 2019

GS TEAM

Google News
Google News
તૃણમૂલના ઉમેદવાર અભિનેત્રી મિમિ ચક્રવર્તી પાસે 2.43 કરોડની સંપતિ 1 - image

કોલકાત્તા, તા. 27 એપ્રિલ, 2019, શનિવાર

બંગાળી ફિલ્મ અભિનેત્રી અને જાદવપુર લોકસભા મતવિસ્તારના તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર મિમિ ચક્રવર્તીએ એમની પાસે રૂ. ૨.૪૩ કરોડની સંપત્તિ હોવાનું  જાહેર કર્યું છે.

આ પહેલવહેલી વાર ચૂંટણીમાં ઝંપલાવી રહેલાં અભિનેત્રીએ એમના ઉમેદવારીપત્ર સાથે સુપરત કરેલા સોગંદનામામાં આમ જણાવીને ઉમેર્યું કે એમની પાસે રૂ. ૧.૨૪ કરોડની જંગમ મિલકત છે, જેમાં રૂ.૨૫,૦૦૦ હાથ પરની રોકડ, રૂ. ૭૧.૮૯ લાખની બેન્ક ડિપોઝિટ, જ્યારે રૂ. ૫૦,૦૦૦ના મ્યુચ્યલ ફંડનો સમાવેશ થાય છે.

મિમિ ચક્રવર્તીએ જણાવ્યું છે કે એમની પાસે ૨૭૧.૪ ગ્રામ ઝવેરાત અને સોના-ચાંદીની લગડી વગેરે છે. આ પૈકી રૂ. ૩.૨૬ લાખનું ૧૦૦ ગ્રામ ઝવેરાત વારસામાં મળ્યું છે, જ્યારે રૂ. ૫.૫૯ લાખનું ૧૭૧.૪ ગ્રામ ઝવેરાત એમણે પોતે ખરીધ્યુ છે. એમની પાસે બે મોટર છે. ૩૦ વર્ષના અભિનેત્રીએ એમની પાસેની સ્થાવર મિલકતની વિગતો આપતા જણાવ્યું કે એમની પાસે કોલકાત્તામાં રૂ.૧.૧૯ કરોડનો ફલેટ છે, જે એમણે ગત ફેબુ્રઆરીમાં ખરીદ્યો છે. એમણે રૂ. ૧૯ લાખ કારલોન પેટે ચૂકવવાના છે. એમણે ૨૦૧૭-'૧૮ના નાણાકીય વર્ષની એમની આવક રૂ. ૧૫.૩૯ લાખ હોવાનું એમના આવકવેરા રીટર્નમાં જણાવ્યું છે. અભિનેત્રી કોલકાત્તા યુનિવર્સિટિના સ્નાતક છે.