For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લંડન જઇને ભારતના આ ક્રાંતિકારીએ કર્ઝન વાયલીને ઠાર મારી બદલો લીધો. 17 ઓગસ્ટે થઇ હતી ફાંસી

ખુદીરામ બોઝ. સત્યેન્દ્ર પાલ અને કન્હાઇલાલ દત્તને ફાંસી થતા ગુસ્સામાં હતા

વાઇસરોય કર્ઝન વાયલીને ક્રાંતિકારીઓ આંખની કણાની જેમ ખુંચતા હતા.

Updated: Aug 17th, 2022

Article Content Image

નવી દિલ્હી,17 ઓગસ્ટ,2022,બુધવાર 

ક્રાંતિવીર મદનલાલ ધિંગરાને ૧૭ ઓગસ્ટના રોજ ફાંસી આપવામાં આવી હતી. લંડનમાં જઇને કર્નલ વાયલીને ગોળીએ મારીને વેરની વસૂલાત લેનારા આ ક્રાંતિવીરનો જન્મ ૮ ફેબુઆરી ૧૮૮૩માં પંજાબ રાજયના અમૃતસરમાં થયો હતો. ધિંગરાના પિતા દિતામલ અંગ્રેજ અધિકારી જયારે માતા અત્યંત ધાર્મિક હતી. 

મદનલાલ ધિંગરાને લાહોરમાં એક કોલેજમાંથી સ્વતંત્રતા સંબંધી પ્રવૃતિઓના આરોપસર કાઢી મુકવામાં આવતા માતા પિતા સાથેના સંબંધો કપાઇ ગયા હતા. મદનલાલે આજીવિકા માટે કલાર્ક તરીકે નોકરી કરી હતી. ત્યાર બાદ તેમણે ઘોડાચાલક અને કારખાનામાં મજુર તરીકે પણ કામ કર્યુ હતું. કારખાનામાં મજુરોની સ્થિતિ સુધારવા માટે મદનલાલે યુનિયન બનાવવાનો પ્રયાસ કરતા તેમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. છેવટે તેઓ કામની શોધમાં મુંબઇ પણ આવી ગયા હતા. અહીં થોડોક સમય રહયા પછી તેમના ભાઇની સલાહથી વિદેશ સ્ટડી માટે તૈયાર થયા હતા.

લંડનમાં રહેતા રાષ્ટ્રવાદી કાર્યકરોએ મદનલાલ ધિંગરાને સ્ટડી માટે આર્થિક મદદ કરી હતી. ખાસ કરીને તેઓ વીર સાવરકર અને શ્યામજી કૃષ્ણવર્માના સંપર્કમાં આવ્યા હતા. મદનલાલ અભિનવ ભારત નામની ક્રાંતિકારી સંસ્થામાં પણ જોડાયા હતા. આ સંસ્થામાં તેમને બંદુક જેવા શસ્ત્રો ચલાવવાની તાલીમ મળી હતી. મદનલાલ ધિંગરા એ સમયે ક્રાંતિકારી પ્રવૃતિઓનું કેન્દ્ર ગણાતા ઇન્ડિયા હાઉસમાં રહેતા હતા. ખુદીરામ બોઝ. સત્યેન્દ્ર પાલ અને કન્હાઇલાલ દત્તને ફાંસી આપવામાં આવતા યુવાનો ગુસ્સાથી લાલચોળ રહેતા હતા.

વાઇસરોય કર્ઝન વાયલીને ક્રાંતિકારીઓ આંખની કણાની જેમ ખુંચતા હતા 

Article Content Image

ક્રાંતિવીરોને ફાંસી આપવામાં આવતા  ધિંગરાને અંગ્રેજો સામે બદલો લેવાનું નકકી કર્યુ હતું. વાઇસરોય કર્ઝન વાયલીને ક્રાંતિકારીઓ આંખની કણાની જેમ ખુંચતા હતા. આથી ધિંગરાએ વાઇસરોયના કરતૂતને ભૂલી શકયા ન હતા. આથી તેઓ બદલો લેવા માટે ભારતથી લંડન સુધીની સફર ખેડી હતી. ૯ જુલાઇ ૧૯૦૯માં સાંજે ઇન્ડિયન નેશનલ એસોસિએશનના વાર્ષિક ઉત્સવમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં અંગ્રેજો અને ભારતીયો એકત્ર થયા હતા. જેમાં ભારતીય સચિવના રાજકિય સલાહકાર સર વિલિયમ હટ કર્જન વાયલી પોતાની પત્નિ સાથે પ્રવેશ કર્યો હતો. 

ધડાધડ 5 ગોળીઓ વાગતા જ કર્ઝન વાયલી ત્યાંજ ઢળી પડયો 

મદનલાલ ધિંગરાએ તરત જ પોઝીશનમાં આવીને ધડાધડ 5 ગોળીઓ વાગતા જ કર્ઝન વાયલી ત્યાંજ ઢળી પડયો હતો. મદનલાલ ધિંગરાએ પકડાઇ જવાના ડરથી ખુદ પોતાને ગોળી મારવા પ્રયાસ કર્યો પરંતુ તેઓ પકડાઇ ગયા હતા. મદનલાલ ધિંગરાને જેલમાં પુરીને તેમના પર ખટલો ચલાવવામાં આવ્યો હતો. છેવટે ૧૭ ઓગસ્ટ ૧૯૦૯ના રોજ લંડનની પેંટવિલે જેલમાં ફાંસી આપવામાં આવી હતી. ગુજરાતના ક્રાંતિકારી સરદારસિંહ રાણા દેશથી બહાર રહીને વિદેશમાં આઝાદીની લડત ચલાવતા હતા ત્યારે લંડનમાં મદનલાલ ધિંગરા તેમના સંપર્કમાં આવ્યા હતા. ધિંગરાને તન,મન અને ધનથી મદદ કરી હતી. 


Gujarat