For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જજો પર કીચડ ઊછાળવાની નીતિ જોખમી છે

- દર વખતે તમને ગમતો ચુકાદો ન પણ આવે

- ચીફ જસ્ટિસ રંજન ગોગોએ કરેલી સ્પષ્ટતા

Updated: Feb 18th, 2019

Article Content Imageનવી દિલ્હી તા.18 ફેબ્રુઆરી 2019 સોમવાર

દેશના સર્વોચ્ચ ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઇએ કહ્યું હતું કે તમને ગમતો ચુકાદો ન આવે ત્યારે જજો પર કીચડ ઊછાળવાની રમત બહુ જોખમી છે.

તમને ગમતો ચુકાદો આવે ત્યારે સુપ્રીમ કોર્ટને બિરદાવો અને તમને અણગમતો ચુદાદો આવે ત્યારે જજો પર કીચડ ઊછાળો એ ટ્રેન્ડ ખતરનાક છે એવું જસ્ટિસ ગોગોઇએ એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું.

એમણે કહ્યું કે જજો અત્યંત સંવેદનશીલ કેસનો ચુકાદો આપતી વખતે ઘણું મનોમંથન કરતા હોય છે. એમને સત્ય જે દિશામાં જણાય એ તરફ એમનો ચુકાદો વળી જતો હોય છે. બંને પક્ષને ગમે એવો ચુકાદો દર વખતે આવતો નથી. એવા સમયે અણગમતો ચુકાદો મળ્યો હોય એ પક્ષકારો જજો વિશે એલફેલ બોલવા માંડે છે અને મિડિયા એ શબ્દોને ચમકાવે છે. આ પરિસ્થિતિ બહુ ખતરનાક છે.

Gujarat