For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શોપિયાંમાં પોલીસે આતંકવાદી હુમલો નિષ્ફળ બનાવ્યો

Updated: Feb 14th, 2019

Article Content Image

જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફના જવાનો ઉપર થયેલા આતંકવાદી હુમલા પછી મોડી સાંજે શોપિયાંના પોલીસ સ્ટેશન ઉપર પણ એક આતંકવાદી હુમલો થયો હતો, પણ પોલીસે હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. પોલીસે તુરંત કાર્યવાહી શરૃ કરી દેતા આતંકવાદીઓ નાસી છૂટયા હતા.

પોલીસ સ્ટેશનને નિશાન બનાવીને આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, પણ સદનસીબે એક પણ પોલીસ કર્મચારીને કે નાગરિકને ઈજા થઈ ન હતી. પોલીસે આ આતંકવાદીઓને ઝડપી લેવા માટે આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

જિલ્લા પોલીસ વડાએ કહ્યું હતું કે પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાને પગલે શોપિયાંમા પણ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે.

Gujarat