For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુગલમાં શ્રેષ્ઠ ટોયલેટ પેપર સર્ચ કરતાં પાકિસ્તાનનો રાષ્ટ્રીય ધ્વજ દેખાયો !

- શેરીઓથી લઇ સોશિયલ મીડિયા પર આતંકીઓના આકા પાકિસ્તાન સામેનો આક્રોશ

Updated: Feb 17th, 2019

Article Content Image

નવી દિલ્હી, તા.17 ફેબ્રુઆરી, 2019, રવિવાર

 આતંકીઓ દ્વારા પુલવામામાં કરાયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલા પછી લોકો શેરીઓમાં ઉતરી આવ્યા હતા અને સોશિયલ  મીડિયામાં પણ તેની પર આક્રોશ ઠાલવ્યો હતો. 

માઇક્રો બ્લોગિંગ ટ્વિટર પર besttoiletpaperintheworld  હેશટેંગ ટ્રેન્ડ ચાલી રહ્યું હતું.ગુગલ પર વિશ્વનો સૌથી શ્રેષ્ઠ ટોયલેટ પેપર કર્યો તે અંગે રિસર્ચ કરતાં પાકિસ્તાનનું ધ્વજ આવે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ idiot સર્ચ કરતાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પનો ફોટો આવતો હતો.

 ગુગલ પર કોઇ ટિખળીખોરે besttoiletpaperintheworld  સર્ચ કરતાં  એને પાકિસ્તાનનો રાષ્ટ્રીય ધ્વજ જોવા મળતાં લોકો આશ્ચર્યચકીત થઇ ગયા હતા. જોતજોતાંમાં ટ્વિટર પર પણ besttoiletpaperintheworld  ટ્રેન્ડ શરૃ થઇ ગયું હતું. અગાઉ ગુગલ એલ્ગોરિયમે ખોટું પરિણામ દેખાડયું હતું.

ગયા વર્ષે idiot સર્ચ કરતાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પનો ફોટો આવતો હતો. આમ આજે હેશટેંગ પર પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને જોઇને લોકો અચંબામાં પડી ગયા હતા.

Gujarat