For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પુલવામા આતંકવાદી હુમલાનો મુખ્ય કાવતરાખોર આદિલ ડાર કોણ છે જાણો.....

Updated: Feb 15th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 15 ફેબ્રુઆરી 2019, શુક્રવાર

પુલવામામાં ગુરૂવારના રોજ થયેલા આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 37 જવાનો શહિદ થઇ ગયા. કહેવામાં આવી રહ્યું છે કે આ ખૂની ખેલને અંજામ આપવામાં પુલવામાનો રહેવાસી આદિલ અહેમદ ડારનો હાથ હતો. 

અફઘાનિસ્તાનમાંથી પોતાનું સૈન્ય પાછું બોલાવવની અમેરિકાની જાહેરાત તાલિબાને પોતાની જીત તરીકે દુનિયા સામે રજુ કર્યું અને આ વાતે ડારને આત્મઘાતી હુમલો કરવા પ્રોત્સાહન પુરૂ પાડ્યું. ડાર એક વર્ષ પહેલા જૈશ-એ-મોહમ્મદમાં શામેલ થયો હતો.

પુલવામામાં આતંકવાદી હુમલાની થોડીક મિનિટ બાદ મેસેજિંગ પ્લેટફોર્મ પર એક યુવકની તસવીર અને બે વિડિયો આગની જેમ વાયરલ થઇ રહી છે.

આ બંને વિડિયોમાં યુવકે પુલવામામાં હુમલાની જવાબદારી લીધી. મીડિયા રિપોર્ટ અનુસાર આ વિડિયોમાંથી એક કાશ્મીરી અને બીજો ઉર્દુ ભાષામાં હતો. આ વિડિયોમાં આદિલનો શાહદતનો સંદેશ હતો. એવું લાગી રહ્યું છે કે આ બંને વિડિયો જેશ-એ-મોહમ્મદે પહેલાથી રેકોર્ડ કરી રાખ્યાં હશે.

આ વિડિયોમાં જૈશનો આતંકવાદી હોવાનો દાવો કરી રહેલો યુવક પોતાની ઓળખ પુલવામાના કાકપોરા વિસ્તારના ગાંદીબાધના આદિલ અહમદ ડાર ઉર્ફ વકાસ કમાન્ડર તરીકે કરી. પોલીસ સુત્રો અનુસાર આ વાતની ખાતરી કરવામાં આવી છે કે બસ સાથે વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયો કાર અથડાવનાર શંકાસ્પદ આતંકવાદી આદિલ ડાર હતો.

પુલવામામાં આતંકવાદી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. જમ્મુમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંહ શ્રીનગરની મુલાકાત લેશે.

Gujarat