For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પુલવામા હુમલો, કોંગ્રેસે મોદી સરકારને પૂછ્યા આ પાંચ સવાલ

Updated: Feb 21st, 2019

Article Content Imageનવી દિલ્હી,તા.21.ફેબ્રુઆરી 2019, ગુરુવાર

પુલવામા હુમલાના એક સપ્તાહ બાદ કોંગ્રેસે આખરે મોદી સરકાર પર હુમલો કર્યો છે.

કોંગ્રેસ પ્રવક્તા સૂરજેવાલાએ વડાપ્રધાન મોદીને આ પાંચ સવાલ પૂછ્યા છે.

પીએમ મોદી, ગૃહમંત્રી રાજનાથસિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પોતાની નિષ્ફળતા માટે કેમ જવાબદારી સ્વીકારી રહ્યા નથી?

પુલવામા હુમલામાં વપરાયેલા વિસ્ફોટકો અને રોકેટ લોન્ચર પુલવામા સુધી કેવી રીતે પહોંચ્યા, વાહનો કેવી રીતે પ્રવેશ્યા?

પુલવામા હુમલાના 48 કલાક પહેલા જાહેર થયેલો ધમકીભર્યો વીડિયો કેમ નજરઅંદાજ કરાયો?

સીઆરપીએફ દ્વારા સૈનિકોને કાશ્મીરમાં પહોંચાડવા માટે હવાઈ મુસાફરની માંગ કરાઈ હતી તો તેને કેમ નજરઅંદાજ કરાઈ?

મોદી સરકારના 56 મહિનાના કાર્યકાળમાં 488 જવાનો શહીદ થયા છે, નોટબંધી બાદ આતંકવાદી હુમલા બંધ કેમ નથી થયા?

સૂરજેવાલાએ સાથે સાથે શહીદોની અંતિમ યાત્રામાં હસી રહેલા મોદી સરકારના બે મંત્રીઓ સાક્ષી મહારાજ અને કે જે અલ્ફોંસની તસવીરો બતાવી હતી.જેમાં એક તસવીરમાં તો અલફોંસ શહીદના કોફિન સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા.

Gujarat