For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પુલવામા હુમલાની તપાસ કરનાર ટુકડીને મળી પહેલી કડી

Updated: Feb 23rd, 2019

Article Content Imageનવી દિલ્હી,તા.23.ફેબ્રુઆરી 2019, શનિવાર

પુલવામા આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી સુરક્ષા એજન્સીઓને પહેલી કડી મળી છે.

આ હુમલામાં ઉપયોગમાં લેવાયેલી વિસ્ફોટકો ભરેલી કારની તપાસ કરતા ખબર પડી છે કે આ મારુતિ ઈકો કાર 2010-11ની છે.જેને થોડા સમય પહેલા જ ફરી પેઈન્ટ કરવામાં આવી હતી.

એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા ઘટનાસ્થળ પરથી કેટલાક સેમ્પલ લેવામાં આવ્યા હતા.તપાસ કરનાર ટીમને સ્થળ પરથી 20 થી 25 લીટરની ક્ષમતાવાળુ એક કેન અને એક નંબર લખેલો મેટલનો ટુકડો મળ્યો છે.એવુ મનાય છે કે આ કેનમાં જ આરડીએક્સ પેક કરીને ગાડીમાં મુકાયો હતો.

આ કાર લાલ રંગની હોવાનુ મનાય છે.ઉપરાંત તપાસ ટીમને કારના શોકરનો એક હિસ્સો પણ મળ્યો છે.જેના આધારે આ કાર કોન વેચાઈ હતી તેની પણ તપાસ થઈ રહી છે.છેલ્લા કેટલાક દિવસોમાં ચોરી થયેલી કારોનો ડેટા પણ તપાસવામાં આવી રહ્યો છે. સુરક્ષા એજન્સીઓને એવી પણ શંકા છે કે કાર બીજા રાજ્યમાંથી ચોરીને ઉપયોગમાં લેવાઈ હોય અથવા તો કાર ચોરીની ના પણ હોય.

Gujarat