For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગેસ કંપની ઈન્ડેનના 67 લાખ ગ્રાહકના આધાર ડેટા લીક થયાનો ઘટસ્ફોટ

- ફ્રેન્ચ સિક્યુરિટી રિસર્ચર રોબર્ટ બાપ્ટીસ્ટનો દાવો

- ઈન્ડેનના ડિલર્સ અને ડિસ્ટ્રીબ્યુટર માટેની વેબસાઇટ પરથી ડેટા લીક થયો : ૯૪૯૦ ડિલર અને ડિસ્ટ્રી બ્યૂટરને અસર

Updated: Feb 19th, 2019

Article Content Image

ઈન્ડેન સબસિડી ટ્રાન્સફર કરવા માત્ર આધાર નંબર જ લે છે, અન્ય માહિતી નહીં, તેથી લીક થવાનો સવાલ નથી : ઈન્ડેનની સ્પષ્ટતા

નવી દિલ્હી, તા.19 ફેબ્રુઆરી, 2019, મંગળવાર

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની એલપીજી ગેસ કંપની ઈન્ડેનમાંથી લાખો ડિલરો અને ડિસ્ટ્રીબ્યૂટરોના આધાર કાર્ડની વિગતો લીક થઈ હોવાનું ફ્રેન્ચ સંશોધક બાપ્ટીસ્ટ રોબર્ટે જણાવ્યું હતું. તેણે બ્લોગમાં લખ્યા પ્રમાણે લગભગ ૬૭ લાખ ડિલર્સ અને ડિસ્ટ્રીબ્યુટરના આધાર ડેટા લીક થઈ ગયા હતા.

લોકલ ડિલરના પોર્ટલ ઉપર જરૂરી ઓથેન્ટીકેશન નહીં હોવાથી ઈન્ડેનના ગ્રાહકોના આધાર નંબર અને સરનામા લીક થાય છે. તેમ એલ્ડર્સને જણાવ્યું હતું. એલ્ડર્સનને કુલ ૧૧૦૦૦ ડિલરના ડેટા મળ્યા હતા જેમાં ગ્રાહકોની માહિતી અને સરનામા હતા. તેનું આઈપી બ્લોક થતાં પહેલા તેણે ૧૧૦૬૨ ડિલર્સની આઈડીની સ્ક્રીપ્ટ તૈયાર કરી હતી. જેમાં ૯૪૯૦ ડિલર્સના ૫૮,૨૬,૧૧૬ ગ્રાહકોના ડેટાને અસર થયાનું જણાવ્યું હતું.

ફ્રેન્ચ સંશોધકોને ૫૮ લાખ ઈન્ડેન ગ્રાહકોનો રેકોર્ડ મળ્યો હતો. પરંતુ ઈન્ડેને તેનું આઈપી બ્લોક કરી દીધું હતું.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ રોબર્ટ બાપ્ટીસ્ટે આધાર નંબર લીક થયાની માહિતી આપી હતી. જોકે આ વખતે તેમણે બીજા સિક્યુરિટી રિસર્ચરનો હવાલો આપ્યો છે અને તેની ઓળખ આપી નથી.

ઈન્ડિયન ઓઈલે સ્પષ્ટતા કરી હતી કે તેમનું સોફટવેર માત્ર સબસિડી ટ્રાન્સફર કરવા આધાર નંબર જ લે છે. તે સિવાયનો ડેટા લેતું નથી તેની ડેટા લિકેજ થવાની સંભાવના નથી. આધારની સલામતી માટે ઘણા વિવાદ થયા છે. અગાઉ પણ આધાર લીકના ઘણા કિસ્સા સામે આવ્યા હતા. જોકે આ થર્ડ પાર્ટી લીક છે એટલે યુઆઈડીએઆઈ તે વિશે કશું નહીં કહે.

Gujarat