For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દેશ સલામત હાથોમાં છે, ઝુકવા નહીં દઉં: એર સ્ટ્રાઈક બાદ બોલ્યા PM મોદી

Updated: Feb 26th, 2019

Article Content Imageનવી દિલ્હી,તા.26.ફેબ્રુઆરી 2019, મંગળવાર

પુલવામા હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઈક બાદ રાજસ્થાનના ચુરુમાં એક ચૂંટણી સભાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યુ હતુ.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે આજે દેશનો અને અહીં આવેલા લોકોનો જુસ્સો કંઈક અલગ લાગી રહ્યો છું.હું સમજી શકું છું.હું દેશને વિશ્વાસ અપાવુ છું કે દેશ સુરક્ષિત હાથોમાં છે.મેં 2014માં પણ કહ્યુ હતુ કે મને આ દેશની માટીના સોગંદ છે, દેશ નહી ઝુકવા દઉં.દેશથી મોટુ કશું નથી.

તેમણે ફરી વખત એ કવિતા વાંચી હતી કે સોગંધ મુઝે ઈસ મિટ્ટી કી, મેં દેશ નહી મિટને દુંગા, મેં દેશ નહી રુકને દુંગા, મેં દેશ નહી ઝુકને દુંગા..

પીએમ મોદીએ કહ્યુ હતુ કે સોમવારે જ રાષ્ટ્રીય યુધ્ધ સ્મારક દેશને સમર્પિત કરાયુ છે.મેં પૂર્વ સૈનિકોને વન રેન્ક, વન પેન્શન આપવાનો વાયદો કર્યો હતો.વાયદો પુરો કરાયો છે.અમારા માટે પક્ષ નહી દેશ મહત્વનો છે.ખેડૂતો માટે પણ આ સરકારે અત્યાર સુધીની સૌથી મોટી યોજના લાગુ કરાઈ છે.દરેક ખેડૂતને નાણાકીય સહાય મળી રહી છે.રાજસ્થાનની કોંગ્રેસ સરકારે નાના ખેડૂતોનુ લિસ્ટ હજી કેન્દ્રને નહી મોકલ્યુ હોવાથી અહીના ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો નથી.

તેમણે કહ્યુ હતું કે જોકે હું રાજસ્થાન સરકારની પાછળ જ લાગેલો છું અને લિસ્ટ લઈને જ રહીશું.આગામી દસ વર્ષમાં ખેડૂતોને સરકાર 7.5 કરોડ રુપિયા આપવાની છે.જેનાથી 12 કરોડ ખેડૂતો પરિવારોને લાભ મળશે.

Gujarat