For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તેલંગાણાના મુખ્યમંત્રીએ કેબિનેટ વિસ્તરણ કર્યું : પુત્ર અને ભત્રીજાને સ્થાન નહીં

Updated: Feb 19th, 2019


(પીટીઆઇ) હૈદરાબાદ, તા.19 ફેબ્રુઆરી, 2019, મંગળવાર

તેલંગાણાના મુખ્ય પ્રધાન કે.ચંદ્રશેખર રાવે એક આશ્ચર્યજનક પગલું ભરી પ્રધાન મંળના વિસ્તૃત્તિકરણ વખતે તેમના પુત્ર ટી.રામારાવ અને ભત્રીજા ટી.હરિશ રાવને પડતા મૂક્યા હતા. પ્રધાન મંડળમાં દસ મંત્રીઓ લેવામાં આવ્યા હતા અને હરીશ રાવને પડતો મૂક્યો હતો. જો કે એમ માનવામાં આવે છે કે કેસીઆર તરીકે ઓળખા મુખ્ય મંત્રી હરીશને લોકસભાની ચૂંટણી લડાવશે. 

સાત ડિસેમ્બરે યોજાયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં જબરજસ્ત બહુમતી મેળવી માત્ર બે સભ્યોના મંત્રી મંડળની રચના પછી આજે લગભગ  બે મહિના પછી મંત્રી મંડળનું વિસ્તૃતિકરણમાં કેસીઆર એ છ નવા ચેહરાને મંત્રી બનાવ્યા હતા જેમાં એસ.નિરંજન રેડ્ડી,કોપુલા ઇશ્વર, ઇ.દયાકર રાવ,શ્રીનિવાસ ગૌડ,વેમુલા પ્રશાંત અને મલ્લા રેડ્ડીનો સમાવેશ થતો હતો. અગાઉના મંત્રી મંડળમાં પણ રહેલા ઇન્દ્રકરણ રેડ્ડી, તલસાણી શ્રીનિવાસન, જી.જગદીશ રેડ્ડી અને એટલા રાજેન્દ્ર કેબિનેટમાં પરત ફર્યા હતા.

અગાઉ સિંચાઇ મંત્રી તરીકે રહી ચૂકેલા હરીશ રાવને મંત્રી બનાવ્યા ન હતા. એવી જ રીતે કેસીઆરના પુત્ર રામારાવને પણ મંત્રી મંડળમાં લીધો નહતો. આંઘ્ર પ્રદેશ અને તેલંગાણાના રાજ્યપાલ ઇ.એ.નરસિંહને મુખ્ય મંત્રીની હાજરીમાં ગુપ્તતાના સોગંધ લેવડાવ્યા હતા.

પક્ષના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે  મુખ્ય મંત્રી કદાચ હરીશ રાવનો ઉપયોગ લોકસભાની ચૂંટણી દરમિયાન લેવા ઇચ્છતા હશે. નવા મંત્રીઓને શુભેચ્છા પાઠવતા રાવે કહ્યું હતું કે તેઓ પક્ષના એક વફાદાર સૈનિક છે અને મુખ્ય મંત્રી જે કંઇ પણ કહે તેનુ પાલન કરવા બંધાયેલા છે.

Gujarat