For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દેશમાં 16 કરોડ લોકો કરે છે દારૂનું સેવન: સર્વે

Updated: Feb 18th, 2019

Article Content Image

નવી દિલ્હી, તા. 18 ફેબ્રુઆરી 2019, સોમવાર

દેશમાં દારૂબંધીને લઇને ઘણી જગ્યાઓ પર ચર્ચા થાય છે જ્યારે દેશના ઘણા રાજ્યોમાં દારૂબંધી પણ છે તેમ છતા દેશમાં કરોડો લોકો દારૂનું સેવન કરે છે. ઓલ ઇન્ડિયા રેડિયો પ્રમાણે કેન્દ્રીય સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગહેલોતે કહ્યું છે કે, દેશમાં લગભગ 16 કરોડ લોકો દારૂનું સેવન કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, આ આંકડા તેમના મંત્રાલય અને એમ્સના નેશનલ ડ્રગ ડિપેંડેંસ ટ્રીટમેન્ટ સેન્ટરના સહયોગથી કરવામાં આવેલા સર્વેથી સામે આવ્યા છે.

તેમણે કહ્યું કે, સર્વેક્ષણ દરમિયાન દેશના 186 જિલ્લામાં 2 લાખથી વધારે ઘરોની મુલાકાત કરવામાં આવી. મંત્રીએ કહ્યું કે, સર્વેનો પ્રાથમિક ઉદેશ્ય પ્રત્યેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આલ્કોહોલનો ઉપયોગ અને પેટર્નનું આકલન કરવાનો હતો. સર્વે પ્રમાણે દારૂ પર નિર્ભર 38 માંથી માત્ર એક વ્યક્તિને કોઇ ઉપચાર મળે છે.

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, લગભગ 5 માંથી એક દારૂ પીનારાને ઇમર્જન્સી સારવારની આવશ્યકતા હોય છે. સર્વેમાં તે પણ જાણવા મળ્યું કે, ગત 12 મહિનાઓની અંદર ત્રણ કરોડથી વધારે લોકોએ ભાંગ ઉત્પાદનોનો ઉપયોગ કર્યો.
Gujarat