For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

1980ની બેચના IRS સુશીલ ચંદ્રા બન્યા ચૂંટણી કમિશ્નર

Updated: Feb 14th, 2019

Article Content Image

નવી દિલ્હી, તા. 14 ફેબ્રુઆરી 2019, ગુરુવાર

ભારતીય રેવન્યૂ સર્વિસના પૂર્વ અધિકારી સુશીલ ચંદ્રાને ચૂંટણી કમિશ્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિધિ મંત્રાલયે ગુરુવારે આ વિશે અધિસુચના જાહેર કરી છે. 1980 બેચના રાજસ્વ સેવાના આવકવેરા કેડરના અધિકારી ચંદ્રાને ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશ્નરનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. ચંદ્રા હાલ સેન્ટ્ર્લ ડાયરેક્ટ ટેક્સ બોર્ડ(CBDT)ના અધ્યક્ષ છે.

પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓ.પી.રાવત હાલમાં જ નિવૃત્ત થતાં તત્કાલિન ચૂંટણી કમિશ્નર સુનિલ અરોડાને મુખ્ય ચૂંટણી કમિશ્નર બન્યા બાદ ચૂંટણીપંચમાં ચૂંટણી કમિશ્નરનું એક પદ ખાલી હતું. ઉલ્લેખનિય છે કે, ચૂંટણીપંચમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર સિવાય બે અન્ય ચૂંટણી કમિશ્નર હોય છે. 
Gujarat