For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોરોનાને કારણે ટેક્સ ભરપાઇમાં રાહતના બે હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

- બે હાઇકોર્ટે લોકોને આપેલી રાહતનો કેન્દ્રએ વિરોધ કર્યો

- કેરળ-અલ્લાહાબાદ હાઇકોર્ટે કોરોનાને કારણે છ એપ્રિલ સુધી લોકો પાસેથી ટેક્સ ન વસુલવા કહ્યું હતું

Updated: Mar 21st, 2020

Article Content Image

નવી દિલ્હી, તા.21 માર્ચ, 2020, શનિવાર

કોરોના વાઇરસ વિશ્વના અનેક દેશોમાં ફેલાઇ ગયો છે, હાલ આિર્થક સંકટ જેવો પણ માહોલ છે અને કેટલાક દેશો લોકોને ટેક્સની ભરપાઇમાંથી પણ છુટ આપી રહ્યા છે જ્યારે બીજી તરફ ભારતની કેન્દ્ર સરકારે ટેક્સ વસુલી માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને હાલ કોરોના વાઇરસને કારણે ટેક્સ અને અન્ય ડયુટી વસુલી પર થોડા દિવસ માટે દેશની બે હાઇકોર્ટે જે સ્ટે મુક્યા હતા તેનો વિરોધ કર્યો હતો. જેનો અંતે સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર કર્યો હતો અને હાઇકોર્ટના આદેશ પર સ્ટે મુકી દીધો હતો. 

કોરોના વાઇરસને કારણે લોકોને છ એપ્રીલ સુધી ટેક્સ અને અન્ય ડયુટીની ભરપાઇથી રાહત આપતો આદેશ કેરળ અને અલ્લાહાબાદ હાઇકોર્ટે કર્યો હતો, બાદમાં સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો જ્યાં કેન્દ્ર સરકાર વતી હાજર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ એવી દલીલ કરી હતી કે કેરળ હાઇકોર્ટે આપેલા આદેશ પર સ્ટે આપવો જરૂરી છે કેમ કે આ રીતે બ્લેન્કેટ ઓર્ડર ન આપી શકાય. 

મેહતાએ એવો દાવો કર્યો હતો કે નાણાકીય વર્ષ 31મી માર્ચે પૂર્ણ થઇ રહ્યું છે આવી સિૃથતિમાં બધા જ ટેક્સોની વસુલી પર જો સ્ટે મુકવામાં આવશે તો સરકારને રેવન્યૂ વસુલીમાં મુશ્કેલી પડી શકે છે. આવી પરિસિૃથતિ વચ્ચે હાઇકોર્ટે લોકોને ટેક્સની ભરપાઇ કરતા ન અટકાવવા જોઇએ. હાલ ઓનલાઇન પર ટેક્સ ભરવાઇની સુવિધા છે માટે આ પ્રકારના સ્ટેની કોઇ જ જરૂર નથી.

સાથે તુષાર મેહતાએ એવો દાવો કર્યો હતો કે સરકારને કોરોના વાઇરસની સિૃથતિનો ખ્યાલ છે અને લોકોને ટેક્સ ભરપાઇમાં સરળતા રહે તે દિશામાં પ્રયાસો થઇ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા રજુ કરેલા જવાબનો સ્વીકાર કર્યો હતો અને બાદમાં અલ્લાહાબાદ અને કેરળ હાઇકોર્ટે લોકોને ટેક્સ ભરપાઇ માટે કોરોનાને કારણે થોડા દિવસ રાહત આપી હતી તેના પર સ્ટે મુકી દીધો છે.

Gujarat