For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટની લપડાક

-તમામ સત્તાઓ લેફ્ટનંટ ગવર્નરના હાથમાં રહેશે

-છ મુદ્દે કેસ ચાલી રહ્યો હતો

Updated: Feb 14th, 2019

Article Content Imageનવી દિલ્હી તા.14 ફેબ્રુઆરી 2019 ગુરૂવાર 

દેશની સર્વોચ્ચ અદાલતે મહત્ત્વાકાંક્ષી મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને એક લપડાક ફટકારતાં એવો ચુકાદો આપ્યો હતો કે એન્ટી કરપ્શન બ્યૂરોની કામગીરી, ગ્રેડ એ અને બીના અધિકારીઓની નિમણૂંક તેમજ ટ્રાન્સફર, તથા કોઇ પણ મુદ્દે તપાસ પંચ રચવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે રહેશે. 

આ મુદ્દે અરવિંદ કેજરીવાલ સતત લેફ્ટનંટ ગવર્નર જોડે ટપાટપી કરી રહ્યા હતા. સુપ્રીમના ચુકાદાથી અરવિંદ કેજરીવાલને એક લપડાક પડી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ બાબતો અંગે કોઇ મતભેદ થાય તો આખરી નિર્ણય લેફ્ટંનટ ગવર્નર કરી શકશે, રાજ્ય સરકાર નહીં કરી શકે.

સુપ્રીમ કોર્ટ સમક્ષ કુલ છ મુદ્દા વિવાદના ભાગ રૃપે આવ્યા હતા. એમાંના ચાર મુદ્દા અંગે કોર્ટે સર્વાનુમતે લેફ્ટનંટ ગવર્નરની ફેવર કરી હતી જ્યારે બે મુદ્દા કેજરીવાલની તરફેણમાં ગયા હતા.

જસ્ટિસ સિક્રીએ કહ્યું હતું કે સેક્રેટરીઓની નિમણૂંક અને ટ્રાન્સફરના પાવર્સ ગવર્નર કને રહેશે. કેજરીવાલની દલીલ એવી હતી કે સેક્રેટરીઓની પસંદગી રાજ્ય સરકારના હાથમાં રહેવી જોઇએ જેથી સરકાર વહીવટ પર પોતાની નજર રાખી શકે. સુપ્રીમ કોર્ટે આ માગણી સ્વીકારી નહોતી.

જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું હતું કે દિલ્હી રાજ્ય સરકાર પાસે એક્ઝિક્યુટીવ સત્તા નહીં રહે.

આ લખાતું હતું ત્યારે બંને માનનીય જજો પોતપોતાના ચુકાદા લખાવી રહ્યા હતા. (સંદેશો અધૂરો છે)


Gujarat