For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિશ્વનો સૌથી સ્વસ્થ દેશ સ્પેન, ભારત 120માં ક્રમે

Updated: Feb 26th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 26 ફેબ્રુઆરી 2019 મંગળવાર

દુનિયાના 169 દેશોના આરોગ્યને આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યુ છે. જેમાં યુરોપીય દેશ સ્પેન, દુનિયાનો સૌથી સ્વસ્થ દેશ છે. ભારતની રેન્કિંગ ગત વર્ષની તુલનામાં નીચા સ્તરે પહોંચી છે. સ્વાસ્થ્ય મામલે ભારત પાડોશી દેશ નેપાળ અને શ્રીલંકા કરતા પણ પાછળ છે.

દુનિયાના સૌથી સ્વસ્થ દેશોની યાદીમાં સ્પેન પહેલા નંબરે છે જ્યારે ઈટલી બીજા નંબરે છે. સમગ્ર દુનિયાના 169 દેશોનું સ્વાસ્થ્ય સંબંધી મૂલ્યાંકન કરવામાં આવ્યુ હતુ. દક્ષિણ એશિયાઈ દેશોમાં ભારતની રેન્કિંગ ગત વર્ષ કરતા નીચા સ્તરે છે. 

2017માં ભારત 119માં નંબરે હતુ. 2018માં ભારત 120માં નંબર પર આવ્યુ છે. આ યાદીમાં શ્રીલંકા 66માં નંબરે, બાંગ્લાદેશ 91માં નંબરે અને નેપાળ 110માં નંબરે છે.

Gujarat