For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ખરાબ સમયમાંથી પસાર થઇ રહેલી શ્રીલંકન ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ

Updated: Feb 23rd, 2019

Article Content Image

નવી દિલ્હી, તા. 23 ફેબ્રુઆરી 2019, શનિવાર

છેલ્લા ઘણાં સમયથી પોતાના ખરાબ સમયમાંથી પસાર થઇ રહેલી શ્રીલંકન ક્રિકેટ ટીમે ઇતિહાસ સર્જ્યો છે. શ્રીલંકન ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને બીજી ટેસ્ટ મેચમાં આઠ વિકેટથી હરાવી છે. આ સાથે ઇગ્લેંડ અને ઓસ્ટ્રેલિયા બાદ દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સીરીઝ જીતનારી વિશ્વની ત્રીજી અને એશિયાની પ્રથમ ક્રિકેટ ટીમ બની છે.

ખરાબ સમયમાંથી પસાર થઇ રહેલી શ્રીલંકાની ટીમ પાસેથી આવા પ્રદર્શનની આશા નહોતી. શ્રીલંકન ટીમ તરફથી કુશલ મેંડિસે અણનમ 84 અને ઓશાડા ફર્નાડોએ અણનમ 75 રન સાથે 163 રનની ભાગીદારી પર શ્રીલંકાની ટીમે જીત મેળવી.

શ્રીલંકાએ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકા દ્વારા આપવામાં આવેલા 197 રનના લક્ષ્યને 2 વિકેટ ગુમાવીને 45.2 ઓવરમાં જ હાંસલ કરી સીરીઝ 2-0થી પોતાના નામે કરી. મેંડિસને તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.
Gujarat