For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હિમાચલના અનેક ભાગોમાં ફરી હિમવર્ષા થતાં હવામાનમાં પલટો

Updated: Feb 16th, 2019

Article Content Image

(પીટીઆઇ) શિમલા, તા.16 ફેબ્રુઆરી, 2019, શનિવાર

હિમાચલ પ્રદેશના ડેલાહાઉઝી, કુફરી અને મનાલીમાં આજે ફરી બરફ પડતાં હવામાનમાં એકદમ પલ્ટો આવ્યો હતો અને વાતાવરણમાં  ઠંડક પ્રસરી ગઈ હતી. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, ચંબા જિલ્લામાં ડેલહાઉઝી, શિમલામાં કુપરી અને કુલ્લુમાં મનાલીમાં બરફ પડયો હતો.

આ સાથે જ ઉત્તર ભારતમાં ફરી એકવાર  ઠંડી વધવાની શક્યતા વધી છે. આદીવાસીઓના વિસ્તાર લાહૌલ અને સ્પીતીના વહીવટી ક્ષેત્ર કેલોંગ અને કાશ્મીરના કાલ્પામાં અનુક્રમે નવ અને સાત સેમી બરફ પડયો હતો.

મનાલી, કુફરી અને શિમલામાં લઘુત્તમ તાપમાન અનુક્રમે ૧.૮, ૧.૫ અને ૨.૯ ડીગ્રી સેલશિયસ નોંધાયો હતો. જો કે કેલોંગમાં આજે સૌથી વધુ ઠંડી રહી હતી. અહીંનું તાપમાન માઇનસ ૧૨.૫ ડીગ્રી રહ્યું હતું, એમ કહીને હવામાન ખાતાએ કહ્યું હતું કે કિન્નુરમાં લઘુત્તમ તાપમાન માઇનસ ૫.૬ ડીગ્રી સેલશિયસ રહ્યું હતું.

દરમિયાન ઉત્તર પ્રદેશમાં બાંદા જિલ્લામાં આજે અલગ અલગ જગ્યાએ વિજળી ત્રાટકતાં ત્રણ જણાના મોત થયા હતા. માર્યા ગયેલાઓને રામ ખીલાવન, ક્રિપાલુ અને આદિત્ય વર્મા તરીકે ઓળખવામાં આવ્યા હતા, એમ પોલીસ અધિકારી લાલ ભરત કુમારે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે રામ ખીલાવન બરસાડા ગામમાં અને ક્રિપાલુ લુકતારા ગામમાં ગુજરી ગયા હતા.

Gujarat