For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દેશની છ ટોપ કંપનીના શેરોમાં ગાબડું રોકાણકારોના 95 હજાર કરોડ ધોવાયા

- માર્કેટકેપના ધોવાણમાં રિલાયન્સ ટોચ પર

- યસ બેન્કનું ઉઠમણું અને કોરોનાની ઇફેક્ટ : રિલાયન્ય ઇન્ડસ્ટ્રીઝ અને એચ.ડી.એફ.સી. બેન્કના બજારમૂલ્યમાં જંગી ઘટાડો

Updated: Mar 8th, 2020

Article Content Image

આઇ.સી.આઇ.સી.આઇ., બજાજ ફાઇનાન્સ અને ભારતી એરટેલના બજાર મૂલ્ય અને માર્કેટ કેપનું ધોવાણ

મુંબઇ,  તા. 8 માર્ચ, 2020, રવિવાર

ભારતીય બજારમાં સૌથી વધુ બજાર મૂલ્ય ધરાવતી ટોપ-10 કંપનીઓ પૈકી છ કંપનીઓના બજાર મૂલ્યમાં છેલ્લા અઠવાડિયામાં કુલ રૂપિયા 95,432 કરોડનું ધોવાણ નોંધાયું છે.

જેમાં સૌથી રિલાન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બજાર મૂલ્ય અને માર્કેટ કેપમાં સૌથી વધુ ધોવાણ નોંધાયું છે. રલાયન્સ ઇન્સડસ્ટ્રીઝનો માર્કેટ કેપ એટલે કે માર્કેટ કેપિટલાઇઝેશન 37,144 કરોડના ઘડાડા સાથે 8,50,118 કરોડ રૂપિયા થયું હતું

ગત અઠવાડિયે સેન્સેક્સ 720.67 પોઇન્ટ એટલે કે 1.88 ટકા ડૂબ્યો છે. ગુરૂવારે મોડી રાત્રે યસ બેન્કની કટોકટી અને કોરોના વાયરસના કારણે શેરબજારમાં તારાજીભર્યો માહોલ સર્જાયો હતો.

જેના કારણે રિલાયન્સ ઇન્સડસ્ટ્રીઝનો માર્કેટ કેપ એટલે કે માર્કેટ કેપિટલાઇઝેશન 37,144 કરોડના ઘડાડા સાથે 8,50,118 કરોડ રૂપિયા થયું હતું. અઠવાડિયાના અંતે બજારો બંધ થવાના સમયે દેશમાં આ સૌથી મોટું ધોવાણ હતું. 

એચ.ડી.એફ.સી. બેન્કનું એમ-કેપ 11,625 કરોડ રૂપિયાના ઘટાડા સાથે રૂપિયા 3,65,214 કરોડ રૂપિયા પર પહોંચ્યું હતું, જ્યારે બજાજ ફાયનાન્સના માર્કેટ કેપમાં 14,229 કરોડ રૂપિયાન ઘટાડો થયો અને તેનું હાલનું માર્કેટ કેપ 2,54,309 કરોડ છે.

આઇ.સી.આઇ.સી.આઇ. બેન્કનો માર્કેટ કેપ 6325 કરોડ રૂપિયાના ઘટાડા સાથે રૂપિયા 3,14,705 કરોડ પર પહોંચ્યું હતું. ભારતી એરટેલના એમ-કેપમાં 2673 કરોડનો ઘટાડો થયો છે અને હાલનું માર્કેટ કેપ 2,83,225 કરોડ છે.

જો કે આ તારાજી વચ્ચે કેટલીક કંપનીઓએ તેજી નોંધાવી છે. ટાટા કન્સલટન્સી સર્વિસનો માર્કેટ કેપ 43,884 કરોડના વધારા સાથે 7,94,7171 કરોડ પર પહોંચ્યો છે.  ઇન્ફોસિસનો માર્કેટ કેપ 3364 કરોડના વધારા સાથે 3,14,821 કરોડ પર પહોંચ્યો છે.

હિન્દુસ્તાન યુનિલિવરનો માર્કેટ કેપ2534 કરોડના વધારા સાથે 4,73,359 કરોડ પર પહોંચ્યો છે, જ્યારે કોટક મહિન્દ્રાનો માર્કેટ કેપ 244 કરોડના વધારા સાથે 3,12,168 કરોડ પર પહોંચ્યો છે. હવે સોમવારના ઉઘડતા બજાર પર સૌની નજર છે.

Gujarat