For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પુલવામા હુમલા સામે દેશભરમાં આક્રોશ પણ સિધ્ધુ કહે છે કે પાકિસ્તાન સાથે મંત્રણા ચાલુ રહે

Updated: Feb 15th, 2019

નવી દિલ્હી,,તા.15.ફેબ્રુઆરી 2019, શુક્રવાર

પુલવામા હુમલા સામે દેશ આખામાં આક્રોશ છે ત્યારે કોંગ્રેસના નેતા અને પંજાબ સરકારના મંત્રી નવજોત સિધ્ધુ હજી પણ પાકિસ્તાન સાથે વાતચીતની તરફેણ કરી રહ્યા છે.

ગયા વર્ષે પાકિસ્તાન જઈને આર્મી ચીફ જાવેદ બાજવાને ગળે લગાવનારા સિધ્ધુએ આતંકવાદી હુમલા પર પ્રત્યાઘાત આપતા કહ્યુ હતુ કે આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો.ગાળો આપવાતી સમાધાન નહી થાય.આતંકવાદનો ઉપાય શોધવો પડશે.

તેમણે ક્હયુ હતુ કે આતંકવાદીઓનો ધર્મ, દેશ,કે જાતિ નથી હોતી.લોઢુ જ લોઢાને કાપે છે.જ્યાં જ્યા લડાઈ ચાલતી હોય છે ત્યાં મંત્રણા પણ સાથે સાથે થતી હોય છે.આતંકવાદનુ સ્થાયી સમાધાન શોધવાની જરુર છે.

સિધ્ધુએ કહ્યુ હતુ કે આતંકવાદીઓને સજા તો મળવી  જ જોઈએ પણ તેની સાથે વાતચીત અને આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ વધારીને તેનુ સમાધાન શોધવુ જોઈએ.માત્ર ગાળો આપવાથી બધુ ઠીક નહી થાય.ક્યાં સુધી આપણા જવાનો શહીદ થતા રહેશે?ક્યાં સુધી લોહી વહેતુ રહેશે.દરેક દેશમાં સારા ખરાબ અને બહુ ખરાબ લોકો હોય છે પણ એનો મતલબ એ નથી કે તમે આખી કોમને ખરાબ ગણો.

Gujarat