For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

BJP ને મોટો ઝટકો, કૃષિ બિલનાં વિરોધમાં SADએ NDA સાથે સંબંધ તોડ્યો

Updated: Sep 26th, 2020

નવી દિલ્હી, 26 સપ્ટેમ્બર 2020 શનિવાર

કૃષિ બિલનાં વિરોધમાં એક તરફ ખેડુતો મોદી સરકાર વિરૂધ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે, ત્યારે તેના સાંથી પક્ષ પણ હવે જાહેરમાં બિજેપી અને કેન્દ્ર સરકારનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે,  વર્ષોથી NDA  ગઠબંધનનો ભાગ રહેલા અકાલી દળે શનિવારે રાત્રે મોટું પગલું ભરતા રાજકીય ભુકંપ સર્જાયો છે, અકાલી દળે NDA સાથે છેડો ફાળવાની જાહેરાત કરી છે, SADનો આ નિર્ણય મોદી સરકાર માટે વજ્રઘાત સમાન છે. પાર્ટીની કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો.

NDAના હિમાયતીઓ અને પંજાબ વિધાન સભામાં વિપક્ષની ભૂમિકા નિભાવનારા શિરોમણિ અકાલી દળ (SAD) એ ભાજપ સાથે છેડો ફાડ્યો છે. (SAD) ના નેતા સુખબીરસિંહ બાદલે આ માહિતી આપી છે. બંને પક્ષોમાં કૃષિ બિલ વચ્ચે મતભેદ ચાલી રહ્યો હતો.

સુખબીર સિંઘ બાદલે કહ્યું છે કે અમે પંજાબ વિરોધી પાર્ટી સાથે સંબંધો રાખી શકીએ નહીં. અગાઉ અકાલી દળના નેતા હરસિમરત કૌરે પણ આ જ અણબનાવનાં કારણે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારે, પંજાબ કોંગ્રેસ પણ SAD પર NDA થી અલગ થવા માટે દબાણ બનાવી રહી હતી. કોંગ્રેસ આરોપ લગાવી રહી હતી કે જ્યારે કેબિનેટે મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે ત્યારે શા માટે અકાલી દળ હજી NDAનો ભાગ છે?

Gujarat