For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિમાન હાઇજેકની ધમકી બાદ દેશના દરેક એરપોર્ટ પર વાધારવામાં આવી સુરક્ષા

Updated: Feb 23rd, 2019

Article Content Image

નવી દિલ્હી, તા. 23 ફેબ્રુઆરી 2019, શનિવાર

એર ઇન્ડિયાના મુંબઇ કંટ્રોલ સેન્ટરને ફોન પર વિમાન હાઇજેક કરી પાકિસ્તાન લઇ જવાની ધમકી બાદ દેશના તમામ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યૂરોએ દરેક એર લાઇન્સ અને CISFને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિશેષ પગલાં ભરવાના આદેશ આપી દીધાં છે.

આદેશના પગલે પ્લેનમાં મુસાફરી કરનારા મુસાફરોની સઘત ચેકિંગ અને કાર પાર્કિંગમાં જતી ગાડીઓની પણ સઘન તપાસ થઇ રહી છે. બ્યૂરોએ 23 ફેબ્રુઆરીએ નોટમાં કહ્યું કે, મુંબઇના એર ઇન્ડિયા એરપોર્ટ ઓપરેશન કંટ્રોલ સેન્ટરના ટેલિફોન પર 23 ફેબ્રુઆરી 2019ના રોજ એર ઇન્ડિયાના વિમાનો હાઇજેક કરવાની ધમકી આપવામાં આવી. જે બાદ દરેક એરપોર્ટ પર હાઇએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
Gujarat